Home /News /rajkot /Rajkot: ખેલૈયાઓના પાસની કિંમત જાણી ચોંકી જશો, એકની કિંમત એટલી કે આવી જાય સ્માર્ટફોન!

Rajkot: ખેલૈયાઓના પાસની કિંમત જાણી ચોંકી જશો, એકની કિંમત એટલી કે આવી જાય સ્માર્ટફોન!

રાજકોટમાં અનેક પાર્ટીપ્લોટમાં ભવ્ય નવરાત્રીનું આયોજન કરવામાં આવે છે

આ વર્ષે લોકો નવરાત્રીને ખુબ ઉત્સાહથી ઉજવવા માટે લાખ લૂંટ ખર્ચ પણ કરી રહ્યા છે. ગમે તેટલા રૂપિયા હોઈ પણ લોકો ગરબાની રમઝટ બોલાવવા એટલા ઉત્સાહિત છે.

    Mustufa Lakdawala, Rajkot : જેની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા એવી નવલી નવરાત્રીનો પ્રારંભ થાય ચુક્યો છે. કોરોનાને કારણે છેલ્લા બે વર્ષથી પાર્ટી પ્લોટ ગરબાના આયોજનો બંધ રહેતા હતા. પરંતુ આ વર્ષે લોકો નવરાત્રીને ખુબ ઉત્સાહથી ઉજવવા માટે લાખ લૂંટ ખર્ચ પણ કરી રહ્યા છે. ગમે તેટલા રૂપિયા હોઈ પણ લોકો ગરબાની રમઝટ બોલાવવા એટલા ઉત્સાહિત છે કે એક પાસના 6000 અને કપલ પાસના 10000 રૂપિયા ચૂકવી રહ્યા છે. રાજકોટમાં ગરબાના મોટા આયોજનોમાં તો પાસ પણ મળતા નથી. આથી લોકોએ અગાઉથી જ એડવાન્સ પાસનું બુકિંગ કરાવી નાખ્યું હતું.

    ખેલૈયા નકુલ સોનીએ જણાવ્યુ હતું કે, કોરોનાના ટાઈમ પછી બે વર્ષે નવરાત્રીની શરૂઆત થઈ છે. બધા લોકો ખુબ જ ઉત્સાહમાં છે. બધી જગ્યાએ પાસ એટલા બધા વેચાયા છે. અમે નીલ સીટી ગરબાના પાસ લીધા છે. એનો ભાવ સિંગલનો 6 હજાર રૂપિયા અને કપલનો ભાવ 10 હજાર રૂપિયા છે. અને સારું એવુ ગ્રુપ ડિસ્કઉન્ટ પણ આપે છે. કપલ પાસમાં 10 ટકા ડિસ્કઉન્ટ આપે છે.

    28 કપલનું 93 હજાર જેટલું બિલ થયું

    નકુલ સોનીએ વધુમાં જણાવ્યું હતું કે, નીલ સીટી ક્લબમાં ખુબ સરસ આયોજન હોઈ છે જેમાં રોયલ ફેમેલી અને વાતાવરણ પણ ખુબ સારુ હોઈ છે. ઓનલાઇન બુકિંગ હતું એમાં અમારે ડિસ્કઉન્ટ થયા છે. કુલ અમારે 28 કપલ જઈએ છીએ. પાંચ વર્ષથી અમે નીલ સીટી ક્લબમાં જ જઈએ છીએ. આ વખતે અમારે 28 કપલનું 93 હજાર જેટલું બિલ થયું છે.

    રંગીલા રાજકોટના લોકો તહેવારમાં પૈસા સામે જોતા નથી

    રાજકોટની રંગીલી પ્રજા કોઈ પણ તહેવાર હોઈ ત્યારે પૈસા સામે જોતી નથી. પણ હજારો રૂપિયા ખર્ચીને તહેવારનો આનંદ માણે છે. તેમાય રાજકોટવાસીઓનો પ્રિય તહેવાર એટલે નવરાત્રીમાં તો રાજકોટના લોકો કેમ પાછળ રહે. નવરાત્રીને મન ભરીને માણવા માટે લોકો પૈસા સામે જોઈ રહ્યા નથી. ગરબા રમીને લોકો હોટેલ અને ખાણીપીણીની દુકાનોમાં પહોંચી જાય છે અને સ્વાદિષ્ટ ભોજનની લહેજત માણે છે.
    Published by:Vijaysinh Parmar
    First published:

    Tags: Garba, Navratri 2022, રાજકોટ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन