Home /News /rajkot /Rajkot: રાજકોટમાં નેશનલ ગેમ્સની તડામાર તૈયારીઓ શરૂ, 2600થી વધુ ખેલાડીઓ લેશે ભાગ

Rajkot: રાજકોટમાં નેશનલ ગેમ્સની તડામાર તૈયારીઓ શરૂ, 2600થી વધુ ખેલાડીઓ લેશે ભાગ

ઓલમ્પિકમાં

ઓલમ્પિકમાં રમી ચૂકેલા ખેલાડીઓ લેશે ભાગ

ગુજરાતમાં 27 સપ્ટેમ્બરથી 10 ઓક્ટોબર સુધી નેશનલ ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં હોકી અને સ્વિમિંગ કોમ્પિટિશનનું આયોજન રાજકોટમાં થનાર છે

    Mustufa Lakdawala, Rajkot: ગુજરાતમાં 27 સપ્ટેમ્બરથી 10 ઓક્ટોબર સુધી નેશનલ ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં હોકી અને સ્વિમિંગ કોમ્પિટિશનનું આયોજન રાજકોટમાં થનાર છે. ત્યારે રાજકોટમાં મેજર ધ્યાનચંદ હોકી ગ્રાઉન્ડ અને સરદાર પટેલ સ્નાનાગાર સ્વિમિંગ પુલમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ બન્ને ગેમ માટે દેશભરમાંથી 2600થી વધુ ખેલાડીઓ રાજકોટ આવનાર છે ત્યારે તેને લઇને શું તૈયારી છે તેના વિશે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશ્નર અને સ્વિમિંગ પુલના મેનેજરે વાત કરી માહિતી આપી હતી.

    જાણો લોકમાન્ય તિલક સ્નાનાગારના મેનેજરે શું કહ્યું?

    રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત લોકમાન્ય તિલક સ્નાનાગારના મેનેજેર બંકિમ જોશીએ જણાવ્યું હતું કે, ઈન્ડિયા સ્પોર્ટ્સ ડિપાર્ટમેન્ટ દ્વારા નેશનલ ગેમ્સની તૈયારી ચાલી રહી છે. ગજરાત સ્પોર્ટ્સ ઓખ ઓથોરિટી અને ઈન્ડિયા સ્વિમિંગ ફેડેરશનના સંયુક્ત ઉપક્રમે રાજકોટમાં સ્વિમિંગ કોમ્પિટિશન યોજાનારા છે. સ્વિમિંગમાં એક્વિટિક યોજાનાર છે. જેમાં સ્વિમિંગની વોટર પોલો અને ડ્રાઇવિંગ બન્ને સ્પર્ધા આવી જશે.

    ઓલમ્પિકમાં રમી ચૂકેલા ખેલાડીઓ લેશે ભાગ

    બંકિમ જોશીએ વધુમાં જણાવ્યું હતું કે, આ સ્પર્ધામાં ભાગ લેવા માટે ભારતના નામી ખેલાડીઓ જેમ કે, સજ્જન પ્રકાશ, નટરાજન, ગુજરાતના માના પટેલ, અંશુલ કોઠારી, આર્યાંત નહેરા, આર્યન પંચાલ, દેવાંશ પરમાર, કલ્યાણી સક્સેના જેવા ઇન્ટરનેશનલ ખેલાડીઓ ભાગ લેશે. નેશનલ ગેમ્સને લઇને બધા જ ડિપાર્ટમેન્ટ ઉત્સાહિત છે. સરદાર પટેલ સ્નાનાગાર ખાતે આ સ્પર્ધા યોજાનાર છે ત્યારે તેને લઈને તમામ તૈયારી ચાલુ છે.

    જાણો તૈયારીને લઈને મ્યુનિ. કમિશનરે શું કહ્યું

    રાજકોટ મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ જણાવ્યું હતું કે, રાજકોટમાં નેશનલ ગેમ્સ યોજવા જઇ રહી છે. ત્યારે તેનું વેન્યૂ ગુજરાત છે. રાજકોટમાં હોકી અને સ્વિમિંગ બે સ્પર્ધા યોજાશે. જેને લઈને પૂરજોશમાં તૈયારી ચાલી રહી છે. હોકી ગ્રાઉન્ડમાં જે નાનુ-મોટુ સમારકામ છે તે કરવામાં આવી રહ્યું છે. તેનો પાથ-વે, સિટી બ્યુટિફિકેશન, પબ્લીસિટી માટે હોર્ડિંગ એ બધી વસ્તુની તૈયારી ચાલી રહી છે.

    આ પણ વાંચો: આ દિવ્યાંગ વ્યક્તિ પગથી એવી કાર ચલાવે છે કે લોકો મોઢામાં આંગળા નાખી જાય છે, જોવા જેવો છે Video

    15થી 18 સપ્ટેમ્બર સુધી સ્પોર્ટ્સ કાર્નિવલ યોજાશે

    સ્વિમિંગ પૂલમાં પણ જે નાનુ મોટુ ખૂટતું ઇન્ફ્રાટ્રક્ચર છે જેમ કે, ચેન્જીંગ રૂમની મરામત, બ્રાન્ડિંગ સિટીંગ એરિયા આ બધી કામગીરી ગુજરાત સ્પોર્ટ્સ ઓથોરિટી સાથે સંકલનમાં રહીને કરવામાં આવી રહી છે. તેમજ રાજકોટની આખી ટીમ તેમાં કામ કરી રહી છે. 15થી 18 સપ્ટેમ્બર સુધી લોકોને આ ગેમ્સમાં જોડવા સ્પોર્ટ્સ કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત અને તેમાંય ખાસ રાજકોટ મહેમાનગતિ માટે વખણાય છે. ત્યારે રાજકોટમાં આવો ઉત્સવ જેવો માહોલ છે ત્યારે 2600 જેટલા ખેલાડીઓ અહીં આવવાના છે. ત્યારે રાજકોટ ખેલાડીઓ અને દર્શકોને આવકારવા માટે ખૂબ જ ઉત્સાહિત છે. ખેલાડીઓને રહેવાની, જમવાની અને ટ્રાન્સપોર્ટમાં કોઈ તકલીફ ન પડે તે માટે રાજકોટની કોર્પોરેશનની ટીમ ખડેપગે છે.
    Published by:Santosh Kanojiya
    First published:

    Tags: Rajkot Latest News, Rajkot News, Rajkot Samachar, રાજકોટ, રાજકોટના સમાચાર

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन