રાજ્યમાં પહેલીવાર રાજકોટમાં ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે પ્રિ-બોર્ડની પરીક્ષા યોજા
રાજ્યમાં પહેલી વખત રાજકોટમાં ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે પ્રિ-બોર્ડની પરીક્ષા યોજવામાં આવશે. ધોરણ 12ના વિદ્યાર્થીઓ પહેલી વખત બોર્ડની પરીક્ષા આપતા હોવાથી વિદ્યાર્થીઓને અનુભવ મળે તે માટે વિદ્યાર્થીઓની પ્રિ-બોર્ડ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે.
Mustufa Lakdawala,Rajkot : રાજ્યમાં પહેલી વખત રાજકોટમાં ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે પ્રિ-બોર્ડની પરીક્ષા યોજવામાં આવશે. ધોરણ 12ના વિદ્યાર્થીઓ પહેલી વખત બોર્ડની પરીક્ષા આપતા હોવાથી વિદ્યાર્થીઓને અનુભવ મળે તે માટે વિદ્યાર્થીઓની પ્રિ-બોર્ડ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. કારણ કે આ ધોરણ 12ના વિદ્યાર્થીઓએ ધોરણ 10માં બોર્ડની પરીક્ષા આપી ન હતી. કારણ કે એ વખતે કોરોના હતો.જેથી વિદ્યાર્થીઓ આ બોર્ડની પરીક્ષા આપી શક્યતા ન હતા. જેથી બોર્ડની પરીક્ષાની જેમ જ હોલ ટિકિટ આપીને પરીક્ષા લેવાનું આયોજન કરવામાં આવ્યું છે.
રાજકોટની માસુમ સ્કુલના પ્રિન્સિપાલ શૈલેષભાઈ વોરાએ જણાવ્યું હતું કે જે 12માં ધોરણના વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપવાના છે તે વિદ્યાર્થીઓએ કોરોના કાળમાં ધોરણ 10 બોર્ડની પરિક્ષા આપી શક્યા નથી. તેથી બોર્ડની પરીક્ષા શું છે તેનાથી તેને ક્યાંકને ક્યાંય ડર રહેતો હોય છે. જેથી વિદ્યાર્થીઓનો આ ભય દુર કરવા માટે શાળાના તંત્ર દ્વારા એક અનોખી રીત અપનાવવામાં આવી છે.જેમાં શાળા દ્વારા બોર્ડની પરીક્ષા વખત જેવો જ માહોલ ઉભો કરવામાં આવશે.
જેમ કે સિલબંધ પેપર, બોર્ડના નમુના મુજબની ઉત્તરવાહી, ખાખી સ્ટીકર, બારકોડ સ્ટીકર, સ્કોડ અને સીસીટીવી કેમેરાના નિરિક્ષણ હેઠળ આ પરીક્ષા લેવામાં આવશે.જેથી વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષાનો ભય દુર થાય આ સ્કુલે બીજી સ્કુલમાં આ પ્રકારની તમામ વ્યવસ્થા ઉભી કરી છે.જુદી જુદી 3 શાળામાં આ પરીક્ષા લેવામાં આવશે. 300 વિદ્યાર્થીઓ આ પ્રિ બોર્ડ એક્ઝામ આપી રહ્યાં છે.
વાઘેલાએ ક્રિષ્નાએ જણાવ્યું હતું કે અમે જ્યારે ધોરણ 10માં હતા ત્યારે કોરોનાના કારણે બોર્ડની એક્ઝામ લેવાણી નથી.જેથી બોર્ડ શું છે તેની કોઈ માહિતી નથી.જેથી મનમાં ક્યાંકને ક્યાંક ડર જોવા મળી રહ્યો છે.જેથી અમારી સ્કુલના આચાર્યએ બોર્ડની સ્કુલનો માહોલ ઉભો કરી આપ્યો છે.જેથી અમારા મનમાં રહેલો ભય દુર થાય.