રાજકોટઃ માતાની બીમારી અને માતા અને પત્ની સાથેના અવાર-નવાર ઝઘડાને કારણે કંટાળીને માતાને ફ્લેટની છત પરથી ધક્કો મારી દેનાર કપાતર પુત્રની પોલીસ આખરે ધરપકડ કરી છે.
યુનિવર્સિટી પોલીસે હત્યારા પુત્રનો હોસ્પિટલમાંથી કબજો લીધો છે. પોલીસે સંદીપ નથવાણીની પૂછપરછ કરી ત્યારે તેની તબિયત બગડી હતી. જેના કારણે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થતા જ પોલીસે તેનો કબજો લીધો હતો.
આ હાઇપ્રોફાઇલ કેસમાં પોલીસ સંદીપ નથવાણી વધુ પૂછપરછ કરશે. નોંધનીય છે કે રાજકોટના રામેશ્વર પાર્કમાં આવેલા દર્શન એવન્યૂમાં ગત તારીખ 27 સપ્ટેમ્બરના રોજ પ્રોફેસર સંદીપ નથવાણીએ તેની બીમાર માતા જયશ્રીબેન નથવાણીની ચોથા માળેથી ફેંકી દઈને હત્યા કરી હતી.