Home /News /rajkot /

સફેદ દૂધનો કાળો કારોબાર: રાજકોટમાં હજારો લીટર શંકાસ્પદ દૂધનો જથ્થો ઝડપાયો

સફેદ દૂધનો કાળો કારોબાર: રાજકોટમાં હજારો લીટર શંકાસ્પદ દૂધનો જથ્થો ઝડપાયો

રાજકોટ ગ્રીનલેન્ડ ચોકડી નજીકથી શંકાસ્પદ દૂધનો જથ્થો પોલીસે ઝડપી પાડ્યો હતો.

રાજકોટ લોકલ ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે, શંકાસ્પદ દૂધ ભરેલું ટેન્કર ત્યાંથી પસાર થવાનું છે. આ બાતમીના આધારે રાજકોટ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે વોચ ગોઠવી હતી.

    હાર્દિક જોશી, રાજકોટ: રાજકોટ (Rajkot)માં ફરી સફેદ દૂધનો કાળો કારોબાર (Fake Milk Scam) ઝડપાયો છે. પોલીસે (Rajkot Police) હજારો લિટર શંકાસ્પદ દૂધનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે મહાનગરપાલિકાના ફૂડ વિભાગને જાણ કરી શંકાસ્પદ દૂધના સેમ્પલ મોકલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

    સૌરાષ્ટ્રમાં એક તરફ તહેવારોનો માહોલ જામ્યો છે. બીજી તરફ બનાવટી દૂધ ઝડપાયુ છે. સૌરાષ્ટ્રમાં અને ખાસ કરીને રાજકોટમાં જન્માષ્ટમીના તહેવાર દરમિયાન મોટા પ્રમાણમાં દૂધમાંથી બનતી વાનગીઓ લોકો ખરીદતા હોય છે. બનાવટી દૂધ  કરવામાં આવી સાતમ-આઠમના પર્વ દરમિયાન મીઠાઈ તથા દૂધની બનાવટમાં મોટા પ્રમાણમાં ભેળસેળ થતું હોય જે અટકાવવા ભેળસેળયુક્ત ખાદ્ય ચીજવસ્તુઓનું વેચાણ કરી મનુષ્યના આરોગ્ય સાથે ચેડા કરતા લોકોને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના મળતા LCB પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. દરમિયાન બાતમીના આધારે બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારના ગ્રીનલેન્ડ ચોકડી પુલ પાસેથી ટેન્કરમાં બનાવટી ભેળસેળયુક્ત દૂધનો જથ્થો પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

    આ પણ વાંચો- ગુજરાત સરકારની આ યોજના અંતર્ગત સુરતના વડીલો સોમનાથના દર્શન કરી ધન્ય બન્યા

    રાજકોટ ગ્રીનલેન્ડ ચોકડી નજીકથી શંકાસ્પદ દૂધનો જથ્થો પોલીસે ઝડપી પાડ્યો હતો ત્યારે આ મામલે ડીસીપી ઝોન 1 પ્રવીણ કુમાર મીણાએ પત્રકાર પરિષદ સંબોધી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, રાજકોટ લોકલ ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે, શંકાસ્પદ દૂધ ભરેલું ટેન્કર ત્યાંથી પસાર થવાનું છે. આ બાતમીના આધારે રાજકોટ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે વોચ ગોઠવી હતી. ટેન્કર ગ્રીનલેન્ડ ચોકડી નજીકથી પસાર થતાં જ તેને ઝડપી પાડવામાં આવ્યું હતું.

    આ પણ વાંચો- ધોધમાર વરસાદ બાદ બારડોલીની મીંઢોળા નદીમાં પૂરની સ્થિતિ, 100 થી વધુ પરિવારોનું સ્થળાંતર

    રાજકોટ પોલીસે 4000 લીટર શંકાસ્પદ ડુપ્લિકેટ દૂધ ઝડપી પાડવામાં આવ્યું હતું. જેમાં આશરે એક લાખ રૂપિયા સુધીનો દૂધનો જથ્થો ઝડપી પાડ્યો હતો. દૂધના ટેન્કર સહિત કુલ 6 લાખનો મુદામાલ પોલીસે કબજે કર્યો છે. આ અંગે મહાનગરપાલિકાના ફૂડ વિભાગમાંથી દૂધના સેમ્પલનો રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરાશે. આ ગુનામાં સંડાવેલા આરોપીની અટકાયત થઈ શકે છે.
    Published by:rakesh parmar
    First published:

    Tags: Gujarati news, Latest News Rajkot Crime, Rajkot crime news, Rajkot police

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन