Mustufa Lakdawala,Rajkot : રાજકોટ શહેર પોલીસ દ્વારા ટ્રાફીક બ્રિગેડની ભરતી પ્રક્રિયા બહાર પાડવામાં આવીછે.જેના માટે તમારે જરૂર તમામ કાર્યવાહી કરશે.જે બાદ તમને ટ્રાફીક બ્રિગેડમાં નોકરી મળી શકે છે. ટ્રાફિક નિયમનની કામગીરીમાં સહાયરૂપ માટે ટ્રાફિક બ્રિગેડની ભરતી કરાશે. 17મી ડિસેમ્બરના રોજ પોલીસ હેડ ક્વાર્ટર- ગ્રાઉન્ડ, રેસકોરષ ખાસે બ્રિગેડની ભરતી પ્રક્રિયા હાથ ધરાશે. ઉમેદવારોએ ફોર્મ રાજકોટ ટ્રાફિક શાખા ખાતેથી વિતરણ કરવામાં આવશે. ટ્રાફિક બ્રિગેડમાં ભરતી થવા ઇચ્છુક મહિલા, પુરુષોએ ફોર્મ મેળવી લેવાના રહેશે.
આ પ્રક્રિયામાં ભૂતકાળમાં છૂટા કરવામાં આવેલા ટ્રાફિક બ્રિગેડ ભરતી પ્રક્રિયામાં સામેલ કરવામાં આવશે નહીં. સાથે જ પાસથનાર ઉમેદવારોના ફોર્મ ગ્રાઉન્ડ પર જ ભરવામાં આવશે. જેથી જે પણ લોકો આ ફોર્મ ભરવા માંગતા હોય તેને પોતાની સાથેતમામ અલસ પ્રમાણપત્રો, પોતાના રહેણાંકનો પૂરાવો તથા સાથે બે ફોટોગ્રાફ રાખવાના રહેશે.