Home /News /rajkot /Rajkot: પોલીસે સેવાની ધૂણી ધખાવી, દ્વારકા જતા પદયાત્રીઓ માટે કેમ્પ ખોલી આપી રહ્યાં છે તમામ સુવિધા

Rajkot: પોલીસે સેવાની ધૂણી ધખાવી, દ્વારકા જતા પદયાત્રીઓ માટે કેમ્પ ખોલી આપી રહ્યાં છે તમામ સુવિધા

પોલીસે શ્રદ્ધાળુઓ માટે ખોલ્યો કેમ્પ

દ્વારકા જતા પદયાત્રીઓ માટે રાજકોટ પોલીસે સેવા કેમ્પ ખોલ્યો, ફિઝિયોથેરાપીસ્ટથી લઈને મેડિકલની તમામ સુવિધા

    Mustufa Lakdawala,Rajkot : રાજકોટ તાલુકા પોલીસ દ્વારા દ્વારકા જતા પદયાત્રીઓ માટે એક કેમ્પનું આયોજન કર્યું છે. જેથી પદયાત્રીઓને કોઈ મુશ્કેલી ન પડે. આ સેવા કેમ્પમાં ફિઝિયોથેરાપીસ્ટથી લઈને મેડિકલની તમામ સુવિધા રાખવામાં આવી છે. અહિંયા પદયાત્રીઓ આરામ કરી શકે તેવી પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

    આ કેમ્પમાં રહેવા, જમવા અને મેડિકલ સહિતની તમામ સુવિધા આપવામાં આવી રહી છે. પદયાત્રીઓ માટે ઠંડુ ફ્રુટ, જમવાની વ્યવસ્થા, સુવાની વ્યવસ્થા કરી આપવામં આવી છે.  સાથે જ મેડિકલ ટીમ હાજર રાખવામાં આવી છે. યાત્રીઓને જો કોઈ તકલીફ પડે તો તેને તરત જ મેડીક્લેમમાં સારવાર મળી શકે છે.



    આ સાથે તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં અકસ્માતનો બનાવ ન બને તેના માટે સરકારી વાહન રાખવામાં આવ્યું છે.  આ સાથે પદયાત્રીઓને રેડિયમ લાઈટની પટ્ટી આપવામાં આવી છે.  જેથી અકસ્માત ન બને.અને સલામતી રહે.



    આ સેવા કેમ્પમાં પદયાત્રીઓ માટે ચા-પાણી, ફ્રૂટ જ્યુસ, બપોર અને રાત્રિ દરમિયાન રોકાણ અને બેસવાની વ્યવસ્થા કરવામાં આવી છે.આ કેમ્પમાં એમ્બ્યુલન્સ અને ડોક્ટરની ટીમ સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે. આમ પદયાત્રીઓ પોતાની યાત્રા સારી રીતે અને સુરક્ષિત રીતે પુરી કરી શકે તે માટે આ આયોજન કરવામાં આવ્યું છે.

    Published by:Vijaysinh Parmar
    First published:

    Tags: Local 18, પોલીસ, રાજકોટ