Home /News /rajkot /Rajkot: ગણતરીની કલાકોમાં જ કેસ સોલ્વ, ગુમ બાળકને પોલીસે આવી રીતે શોધી કાઢ્યો!

Rajkot: ગણતરીની કલાકોમાં જ કેસ સોલ્વ, ગુમ બાળકને પોલીસે આવી રીતે શોધી કાઢ્યો!

પોલીસે ગણતરીની કલાકોમાં જ બાળકને શોધી કાઢ્યો

આ ઘટનાની જાણ નાયબ પોલીસ અધિક્ષક કે.જી.ઝાલા તથા સર્કલ પો.ઇન્‍સ. એન.જી.ગોસાઇને જાણ થતાં તેના માર્ગદર્શન હેઠળ શાપર પો.સ્‍ટે.ના પો.સબ. ઇન્‍સ. એસ.જે.રાણાની દેખરેખ હેઠળ 5 ટીમ બનાવવામાં આવી હતી. અને શોધખોળ હાથ ધરી હતી.

    Mustufa Lakdawala,Rajkot: રાજકોટના શાપર-વેરાવળ પોલીસે એક 3 વર્ષના બાળકને શોધી કાઢીને લોકોમાં ખાખી પ્રત્યેના વિશ્વાસને જાળવી રાખ્યો છે.શાપર-વેરાવળમાં રહેતા એક પરિવારનું 3 વર્ષનું બાળક ગુમ થઈ ગયું હતું. જેથી ગણતરીના કલાકોમાં જ શાપર-વેરાવળ પોલીસે શોંધી કાઢ્યો હતો. જેથી માતા-પિતાએ પણ રાહતનો શ્વાસ લીધો હતો.

    મળતી માહિતી મુજબ શાપર-વેરાવળમાં શાપર મેઈન રોડ પર રહેતા અંજલીબેન ઉગ્રસેને શાપર-વેરાવળ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેને લખાવ્યું હતું કે તેઓ ઘરકામ કરતા હતા. ત્યારે તેમનો 3 વર્ષનો દિકરો ઘરની બહારથી ગુમ થઈ ગયો હતો. પહેલા તેમને ઘણી શોધખોળ કરી તેમ છતાં તે ન મળ્યો ન હતો. જેથી મહિલાએ સીધા જ પોલીસ સ્ટેશનમાં આવીને ફરિયાદ કરી હતી. આ ઘટનાની જાણ નાયબ પોલીસ અધિક્ષક કે.જી.ઝાલા તથા સર્કલ પો.ઇન્‍સ. એન.જી.ગોસાઇને જાણ થતાં તેના માર્ગદર્શન હેઠળ શાપર પો.સ્‍ટે.ના પો.સબ. ઇન્‍સ. એસ.જે.રાણાની દેખરેખ હેઠળ 5 ટીમ બનાવવામાં આવી હતી. અને શોધખોળ હાથ ધરી હતી.

    આ દરમિયાન શાપર મેઇન રોડ પર આવેલ મામદેવના મંદિરની આસપાસના વિસ્‍તારમાં તપાસ હાથ ધરી હતી. ત્યારે આ બાળક ગ્લોબલ કારખાનાની બાજુમાં આવેલા કારખાનાની ઓરડીમાંથી મળી આવ્યું હતું.હાલ તો પોલીસે આ બાળકને તેના માતા-પિતાને સોંપી દીધુ છે.બાળક મળી આવતા માતા-પિતાએ રાહતનો શ્વાસ લીધો હતો.
    First published:

    Tags: Local 18, ગુનો, પોલીસ, રાજકોટ

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन