Home /News /rajkot /Road Accident: આ સ્થળે થાય છે સૌથી વધુ અકસ્માત, પોલીસે એ જગ્યાએ પહોંચીને જુઓ શું કર્યું!

Road Accident: આ સ્થળે થાય છે સૌથી વધુ અકસ્માત, પોલીસે એ જગ્યાએ પહોંચીને જુઓ શું કર્યું!

આ સ્થળોએ વધુ અકસ્માત થાય છે.

રાજકોટ પોલીસે રાજકોટ આસપાસના અકસ્માતના સ્થળોને બ્લેક સ્પોટ જાહેર કર્યા છે.આ સ્થળોને બ્લેક સ્પોટ જાહેર કરતા પહેલા ટ્રાફિક શાખાના ડીસીપી સહિતના અધિકારીઓએ સ્થળ વિઝિટ કરી હતી.

    Mustufa Lakdawala,Rajkot : રાજ્યમાં અકસ્માતના બનાવોમાં સતત વધી રહ્યાં છે.એમાં પણ રાજકોટમાં અકસ્માતનું પ્રમાણ વધ્યુ છે.ઘણી વખત આ અકસ્માતનો ભોગ નિર્દોષનો લેવાઈ છે.ત્યારે આ અકસ્માતોને અટકાવવા માટે પોલીસે એક્શન પ્લાન ઘડ્યો છે.જેથી વધતા જતા અકસ્માતોને અટકાવી શકાઈ.

    રાજકોટ પોલીસે રાજકોટ આસપાસના અકસ્માતના સ્થળોને બ્લેક સ્પોટ જાહેર કર્યા છે.આ સ્થળોને બ્લેક સ્પોટ જાહેર કરતા પહેલા ટ્રાફિક શાખાના ડીસીપી સહિતના અધિકારીઓએ સ્થળ વિઝિટ કરી હતી. જે બાદ આ સ્થળોને બ્લેક સ્પોટ સ્થળ તરીકે જાહેર કરવામાં આવ્યા છે.

    અહીં ક્લિક કરીને વાંચો,...'બસના ભાડા કરતા વધુ રૂપિયા તો શહેરમાંથી ઘર સુધી પહોંચાના આપવા પડે છે,' સુરતવાસીઓને હાલાકી



    રાજકોટમાં 4 અલગ અલગ જગ્યાને બ્લેક સ્પોટ તરીકે જાહેર કરવામાં આવ્યા છે.આ સાથે જ બ્લેક સ્પોટમાં વધારો ન થાય તે માટે એજન્સીઓ દ્વારા રિર્ચસ કરવામાં આવી રહ્યું છે. બ્લેક સ્પોટમાં છેલ્લા એક માસમાં સૌથી વધુ અકસ્માત બનાવો બન્યા હતા. જેના કારણે આ સ્થળોને બ્લેક સ્પોટ તરીકે જાહેર કરવામાં આવ્યા છે.



    છેલ્લા એક માસમાં સૌથી વધુ અકસ્માતની ઘટનાઓ બની હોય આજીડેમ પોલીસ મથક વિસ્તારમાં સાઈબાબા સર્કલ, સોલ્વન્ટ ફાટક, ભાવનગર હાઇવે ઉપર સરધાર અને હલેન્ડા પાસે તેમજ આજીડેમ પાસે કિશન ગૌ શાળા પાસે જે એક માસમાં અકસ્માતના બનાવો વધુ બન્યા છે. જેથી આ વિસ્તારને બ્લેક સ્પોટ તરીકે જાહેર કરવામાં આવ્યા છે.

    આ સાથે જ જે સ્થળો પર અકસ્માતો વધુ થાય છે તેવી જગ્યા પર સ્પીડ બ્રેકર મુકવાની અને ,વાહનચાલકનુ વિઝન કપાતું હોય તેને ધ્યાને રાખીને દબાણો દુર કરવા જેવી અલગ અલગ કાર્યવાહી કરવામાં આવી રહી છે.
    First published:

    Tags: Local 18, અકસ્માત, રાજકોટ

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો વધુ વાંચો