Pathani Ughrani Rajkot: રાજકોટ શહેરમાં વધુ એક વખત વ્યાજખોરો વિરુદ્ધ મની લેન્ડર્સ એક્ટ અંતર્ગત ફરિયાદ નોંધાય છે. રાજકોટ શહેરના આજીડેમ પોલીસ મથક ખાતે અગાઉ ફ્રુટના ધંધા સાથે જોડાયેલા વિશાલભાઈ ઊંજીયા નામના વ્યક્તિએ છ જેટલા વ્યાજખોરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
રાજકોટ: રાજકોટ શહેરમાં વધુ એક વખત વ્યાજખોરો વિરુદ્ધ મની લેન્ડર્સ એક્ટ અંતર્ગત ફરિયાદ નોંધાય છે. રાજકોટ શહેરના આજીડેમ પોલીસ મથક ખાતે અગાઉ ફ્રુટના ધંધા સાથે જોડાયેલા વિશાલભાઈ ઊંજીયા નામના વ્યક્તિએ છ જેટલા વ્યાજખોરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. આજીડેમ પોલીસ સ્ટેશન ખાતે રાજકોટ જિલ્લાના ઉમરાળી ગામ ખાતે રહેતા મનુભાઈ ચાવડા, યુવરાજભાઈ ડવ, ભરતભાઈ ચાવડા, બાબુભાઈ ચાવડા, તેજાભાઈ જળું અને પપ્પુભાઈ ચાવડા વિરુદ્ધ આઇપીસી ની કલમ 384, 504, 506 (2) તેમજ મની લેન્ડરર્સ એક્ટ અંતર્ગત ફરિયાદ નોંધાય છે.
31.5 લાખ રૂપિયા 5થી 10% વ્યાજે લીધા હતા
ફરિયાદી વિશાલભાઈ ઊંજીયા નામના વ્યક્તિએ પોલીસને જણાવ્યું છે કે, તેઓ સરધાર ખાતે ફ્રુટનો ધંધો કરતા હતા. પરંતુ ફ્રુટના ધંધામાં ખોટ જતા તેમણે અલગ અલગ વ્યક્તિ પાસેથી અલગ અલગ વ્યાજ દર થકી રૂપિયા લીધા હતા. કુલ છ જેટલા વ્યક્તિઓ પાસેથી તેમણે 31.5 લાખ જેટલા રૂપિયા સમયાંતરે 5 થી 10% ના વ્યાજ પેટે લીધા હતા. દરમિયાન જુદા જુદા વ્યક્તિઓ પાસેથી તેમને જે પૈસા લીધા હતા તેના અવેજમાં તેમની પાસેથી કોરા ચેક ઉપર સહી કરાવી લેવામાં આવી હતી. વ્યાજના નાણાં ન ચૂકવી શકવાના કારણે તેઓ ગામ છોડીને રાજસ્થાન ચાલ્યા ગયા હતા.
ગામ છોડીને ગયા હતા પરંતુ રાજસ્થાનથી પરત ફરતા વ્યાજખોરો દ્વારા તેમની પાસેથી પઠાણી ઉઘરાણી કરવામાં આવી રહી છે. 31.5 લાખ સામે વ્યાજખોરો દ્વારા તેમની પાસે રૂપિયા 84 લાખની ઉઘરાણી કરવામાં આવી રહી છે. ત્યારે હાલ તો આજી ડેમ પોલીસ દ્વારા રાજકોટ જિલ્લાના રાજકોટ તાલુકાના ઉમરાળી ગામના 6 વ્યાજખોરો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધી છે. ત્યારે કેટલા સમયમાં આરોપીને ઝડપી પાડવામાં આવે છે તે જોવું અતિ મહત્વનું બની રહેશે.
ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધીમાં રાજકોટ શહેર પોલીસ દ્વારા 50થી વધુ વ્યાજખોરો વિરુદ્ધ કાયદાનું કરોડો વિંઝવામાં આવ્યો છે. તો સાથે જ અનેક વ્યાજખોરોનો ભોગ બનનાર વ્યક્તિઓને રાજકોટ પોલીસ દ્વારા લોન પણ અપાવવામાં આવી છે. પોલીસ અત્યારે તેમની સામે કાર્યવાહી પણ કરી રહી છે. અત્યારે પોલીસે ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.