રાજકોટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિમાન બનાવવા અંગે બીજીવાર નિવેદન આપ્યું હતું.
PM Modi In Rajkot: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજકોટમાં સંબોધન દરમિયાન બીજીવાર કહ્યુ હતુ કે, ‘ગુજરાતમાં વિમાન બનશે’. ઉલ્લેખનીય છે કે, આ પહેલાં પણ વડાપ્રધાને મહેસાણાના દેલવાડા ગામે જાહેર જનસભાને સંબોધતી વેળા આ નિવેદન આપ્યું હતું.
રાજકોટઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમી સાંજે રાજકોટમાં માહોલ જમાવી દીધો હતો. શહેરના રેસકોર્ષ ગ્રાઉન્ડમાં વડાપ્રધાને લાખોની જનમેદનીને સંબોધન કર્યુ હતુ. તેમાં તેમણે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને ઘરનું ઘર આપવાથી માંડીને નવયુવાનોને પ્રોત્સાહન આપવાની વાત કરી હતી. આ ઉપરાંત તેમણે અહીં બીજીવાર ગુજરાતમાં વિમાન બનાવવાની વાત કરી હતી. આ પહેલાં તેમણે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધનમાં કહ્યુ હતુ કે, ‘ગરીબ સશક્ત થાય ત્યારે આખો સમાજ ગતિ પકડી લેતો હોય છે. આખો વિસ્તાર આગળ વધતો હોય છે. માથા પર છત મળે ને ત્યારે એ સન્માનથી જીવવાની શરૂઆત કરતું હોય છે. મધ્યમ વર્ગનો માણસ પણ વિચારતો હોય છે કે પોતાનું ઘર હોય. મધ્યમ અને ગરીબ ઘર માટે અનેક યોજના લઈને આવ્યું હોય. ટોયલેટ, વીજળી, પાણી, ઇન્ટરનેટ કનેક્ટિવિટી હોય આ બઘી બાબતો હોય તેવું ઘર છે. આરોગ્યમાં સુવિધા મળે તો ઘણી ચિંતામાંથી મુક્ત થતો હોય છે. આયુષ્માન યોજના, પીએમજય યોજના વગેરે યોજનાથી કરોડો રૂપિયાનો ફાયદો થાય છે.’
તેમણે કહ્યુ હતુ કે, ‘ગુજરાતમાં 10 લાખ પાક્કા ઘર બનાવવાના છે. તેમાંથી 7 લાખ ઘર તો બની ગયા છે અને આપી પણ દેવાયા છે. મધ્યમ વર્ગ માટે પણ રેરાનો કાયદો બનાવી મધ્યમ વર્ગના સપના પણ સુરક્ષિત કર્યા છે. માત્ર વાત ઘર બનાવવાની જ નથી તેમને આત્મનિર્ભર બનાવવાની પણ છે. રાજકોટનો લાઇટહાઉસ પ્રોજેક્ટ તેની જ એક કોશિશ છે. તેમાંથી મોડેલ બનશે. ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે નવાં મકાનો પણ બનાવવામાં આવશે. ઝડપથી પ્રગતિ થાય અને આખાય સૌરાષ્ટ્રને જોડવાની ચિંતા અમને છે.’
વડાપ્રધાને યુવાનોને કહ્યુ હતુ કે, ‘નવજવાનોની ટ્રેનિંગ થાય. તેને પ્રોત્સાહન આપવામાં આવે. અમે તેમને પ્રોત્સાહન આપી રહ્યા છીએ. તેમના સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપી રહ્યા છીએ. સ્વનિધિ યોજના દ્વારા નાનામાં નાના માણસને કોઈપણ ગેરંટી વગર પણ લોન આપવામાં આવે છે. આ ઉપરાંત વિશ્વનું સૌથી સસ્તુ ઇન્ટરનેટ આપણે લાવ્યાં છીએ.’
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધુ એકવાર ગુજરાતમાં વિમાન બનાવવાની વાત કરતા કહ્યુ હતુ કે, ‘પહેલાંની સરકાર સાયકલો નહોતી બનાવી શકતી આપણે ગાડીઓ બનાવી. હવે એ દિવસ દૂર નથી કે જ્યારે ગુજરાતમાં વિમાન બનશે અને તેના સ્પેરપાર્ટ્સ રાજકોટમાં બનતા થઈ જશે.’
તેમણે મોરબીના વખાણ કરતા કહ્યુ હતુ કે, મોરબીની ટાઇલ્સ તો આખાય વિશ્વમાં મશહૂર છે. આખી દુનિયાના કુલ ઉત્પાદનમાંથી સિરામિકનું 13 ટકા ઉત્પાદન તો એકલું મોરબીમાં જ થાય છે. મોરબી ‘ટાઉન ઓફ એક્સપોર્ટ એક્સેલન્સી’ તરીકે જાણીતું થયું છે. મોરબી વિના તો સાહેબ બધું જ અધૂરું છે એ પછી ઘરની દિવાલ હોય, ફર્સ હોય કે પછી ટોયલેટ હોય.’