Home /News /rajkot /PM Modi In Rajkot: રાજકોટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સંબોધન, કહ્યુ - રાજકારણની પહેલી પાઠશાળા અહીં શીખ્યો

PM Modi In Rajkot: રાજકોટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સંબોધન, કહ્યુ - રાજકારણની પહેલી પાઠશાળા અહીં શીખ્યો

રાજકોટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સ્પીચ

PM Modi In Rajkot LIVE: વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટ પહોંચ્યા છે. તેઓએ અહીં ભવ્ય રોડ-શોનું આયોજન કર્યુ હતુ. હવે તેઓ થોડીવારમાં જ જનતાને સંબોધન કરશે.

    રાજકોટઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ બે દિવસીય ગુજરાતના પ્રવાસે છે. ત્યારે હાલ તેઓ સૌરાષ્ટ્રના સેન્ટર રાજકોટમાં પહોંચ્યા છે. ત્યાં તેમના ભવ્ય રોડ-શોનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારબાદ તેઓ શહેરના રેસકોર્ષ ગ્રાઉન્ડ પહોંચ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજકોટમાં 6990 કરોડના અનેક પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યુ છે. અહીં રેસકોર્ષ ગ્રાઉન્ડમાં લાખોની જનમેદનીને સંબોધન કર્યુ છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલાં તેઓ જૂનાગઢ ગયા હતા અને ત્યાં આપ પર નામ લીધા વગર વરસી પડ્યા હતા.

    ગરીબ સશક્ત થાય તો સમાજ ગતિ પકડેઃ મોદી


    ગરીબ સશક્ત થાય ત્યારે આખો સમાજ ગતિ પકડી લેતો હોય છે. આખો વિસ્તાર આગળ વધતો હોય છે. માથા પર છત મળે ને ત્યારે એ સન્માનથી જીવવાની શરૂઆત કરતું હોય છે. મધ્યમ વર્ગનો માણસ પણ વિચારતો હોય છે કે પોતાનું ઘર હોય. મધ્યમ અને ગરીબ ઘર માટે અનેક યોજના લઈને આવ્યું હોય. ટોયલેટ, વીજળી, પાણી, ઇન્ટરનેટ કનેક્ટિવિટી હોય આ બઘી બાબતો હોય તેવું ઘર છે. આરોગ્યમાં સુવિધા મળે તો ઘણી ચિંતામાંથી મુક્ત થતો હોય છે. આયુષ્માન યોજના, પીએમજય યોજના વગેરે યોજનાથી કરોડો રૂપિયાનો ફાયદો થાય છે.


    જૂનાગઢમાં જનસભાને સંબોધી


    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જૂનાગઢમાં જનસભાને સંબોધન કર્યુ હતુ. તેમણે આ સંબોધનમાં આપનું નામ લીધા વગર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યુ હતુ કે, આ લોકોથી ચેતીને રહેવાની જરૂર છે. કેટલાક પક્ષો ગુજરાતને અપમાનિત કરી રહ્યા છે.’

    આ પણ વાંચોઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જૂનાગઢમાં જનસભા સંબોધી

    ‘આપ’નું નામ લીધા વગર પ્રહાર કર્યા


    તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે, ‘પોતાની નિરાશાને ગુજરાત પર થોપી રહ્યા છે. ગુજરાતમાં ગુજરાતનું અપમાન સહન નહીં થાય. ગુજરાતમાં કંઈ પણ સારું થાય, ગુજરાત પ્રગતિ કરે તો તેમના પેટમાં ઉંદરડા દોડવા લાગે છે. કેટલાક રાજકીય પક્ષોને તો જાણે ગુજરાતને ગાળો આપ્યા વિના, ગુજરાતીઓને ગાળો આપ્યા વિના તેમની રાજનૈતિક વિચારધારા અધૂરી રહે છે. તેમની સામે આંખ લાલ કરવાની જરૂર છે.’
    Published by:Vivek Chudasma
    First published:

    Tags: Narendra Modi in Gujarat, Pm modi in gujarat, PM Narendra Modi Live

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन