Mustufa Lakdawala,Rajkot : રાજકોટ હવે વિકાસની નવી હરણફાળ ભરી રહ્યું છે. દિવસેને દિવસે ઔદ્યોગિક સ્તરે નવી ઊંચાઈ હાંસલ કરી રહ્યું છે. રાજકોટમાં ઓટોમોબાઈલ તો ખરું જ પણ નાના નાના ઉદ્યોગો હવે નવી દિશા પ્રાપ્ત કરી રહ્યા છે. ત્યારે ઉદ્યોગોનો વિકાસ વધુને વધુ થાય તે માટે હાલમાં જ રાજકોટમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજકોટ આસપાસ નવી ત્રણ GIDCનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ ત્રણ GIDCના નિર્માણથી રાજકોટ જિલ્લાના 12 હજાર લોકોને રોજગારીની નવી તક મળશે.
ખીરસરામાં 130 કરોડનો ખર્ચ થશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજકોટના ખીરસરા-2, પીપરડી અને નાગલપર GIDCનું ખાતમુહૂર્ત કર્યું હતું. રાજકોટના લોધિકા તાલુકાના ખીરસરા-2માં રૂપિયા 130 કરોડથી વધુના ખર્ચે 22 હેકટરમાં GIDC બનશે. જ્યારે લોધિકા તાલુકાના પી૫રડીમાં પણ 25 હેકટરમાં રૂપિયા 95 કરોડથી વધુના ખર્ચે GIDCનું નિર્માણ થશે.
નાગલપરમા 445 કરોડનો ખર્ચ થશે
આ ઉપરાંત રાજકોટ તાલુકાના નાગલ૫ર ખાતે પણ રૂપિયા 445 કરોડથી વધુના ખર્ચે આશરે 135 હેકટરમાં GIDC બનશે. ઉલ્લેખનીય છે કે, આ ત્રણ GIDC થકી કુલ 12 હજાર જેટલા લોકોને રોજગારી પૂરી પાડવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. આ ત્રણેય GIDCમાં તમામ સુવિધા આપવામાં આવશે. જેમાં નાના ઉદ્યોગકારોથી લઇ મોટા ઉદ્યોગકારોની પણ ઝીણવટભરી સંભાળ રાખવામાં આવશે. આ GIDC રાજકોની નવી ઓળખ બનશે. જેમાં ઉદ્યોગોને નવા સોપાન સર કરવાની તક મળશે.
આ ત્રણ GIDC રાજકોટનું નવું સરનામું બનશે
હાલ રાજકોટમાં મોટી GIDCની વાત કરીએ તો શાપર વેરાવળ, મેટોડા, આજી સહિતની મોટી GIDC નો સમાવેશ થાય છે. ત્યારે હવે આ ત્રણ GIDC રાજકોટની નવી ઓળખ બનશે અને ઉદ્યોગોનું નવું સરનામું બનશે. ઉદ્યોગકારોને સરકાર તરફથી જે સુવિધા મેળવી જોઈએ એ તમામ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. પાયાથી માંડીને ઉચ્ચ સ્તરની માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: પીએમ મોદી