Home /News /rajkot /Rajkot News: રાજકોટમાં દારૂની મિનિ ફેક્ટરી ઝડપાવા મામલે કુવાડવા પોલીસ સ્ટેશનના પીઆઈ કે.એમ. ચૌધરીને સસ્પેન્ડ કર્યા

Rajkot News: રાજકોટમાં દારૂની મિનિ ફેક્ટરી ઝડપાવા મામલે કુવાડવા પોલીસ સ્ટેશનના પીઆઈ કે.એમ. ચૌધરીને સસ્પેન્ડ કર્યા

ફાઇલ તસવીર

Rajkot News: થોડા દિવસ પહેલાં રાજકોટમાં દારૂની મિનિ ફેક્ટરી ઝડપાઈ હતી. ત્યારે પોલીસ કમિશનરેટ એરિયામાં આવતા કુવાડવા પોલીસ મથકના પીઆઇ કે.એમ. ચૌધરીને ડીજીપી આશિષ ભાટિયાએ સસ્પેન્ડ કર્યા છે.

રાજકોટઃ પોલીસ કમિશનરેટ એરિયામાં આવતા કુવાડવા પોલીસ મથકના પીઆઇ કે.એમ. ચૌધરીને ડીજીપી આશિષ ભાટિયાએ સસ્પેન્ડ કર્યા છે. 10 ડિસેમ્બર મહિનામાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા કુવાડવા પોલીસ મથક વિસ્તારમાં દરોડો પાડવામાં આવ્યો હતો. દરોડાની કામગીરી અંતર્ગત કુવાડવા પોલીસ મથક વિસ્તારમાંથી મિનિ દારૂની ફેક્ટરી ઝડપાઈ હતી. આ સમગ્ર મામલે ઘટનાસ્થળ પરથી સ્પિરીટનો જથ્થો, ડીએમ વોટર, તેમજ નકલી અને અસલી દારૂ બોટલ સાથે મળી આવ્યો હતો. તો સાથે જ રમ અને વોડકા ફ્લેવર પણ મળી આવી હતી. સ્ટેટ મોનિટરિંગ સેલે તે સમયે ઘટનાસ્થળેથી મધ્યપ્રદેશના વતની અને રીક્ષાચાલક સહિત બે વ્યક્તિઓની ધરપકડ કરી હતી. ત્યારબાદ વધુ તપાસ સ્થાનિક કુવાડવા પોલીસને સોંપવામાં આવી હતી.

મિનિ ફેક્ટરી બનાવવા ગોડાઉન ભાડે રાખ્યું હતું


મળતી માહિતી અનુસાર, ગત 26 ડિસેમ્બરે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા રાજકોટના કુવાડવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દરોડો પાડવામાં આવ્યો હતો. આ દરોડા અંતર્ગત કુવાડવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં છેલ્લા બે મહિનાથી ધમધમતી દારૂની મિનિ ફેક્ટરી ઝડપાઈ હતી. દારૂની ફેક્ટરીમાં નકલી દારૂમાં અસલી દારૂની ભેળસેળ કરી વેચવામાં આવતો હોવાનું સામે આવ્યું હતું. દારૂની ફેક્ટરી શરૂ કરવા માટે હડમતીયાના હસમુખ સાખોરીયા દ્વારા ગોડાઉન ભાડે રાખવામાં આવ્યું હતું. રંજનબેન રોહિતભાઈ વોરા નામની વ્યક્તિનું ગોડાઉન હસમુખે બેટરીના પાણીનું સંગ્રહ કરવા માટેનું બહાનું આગળ ધરી ભાડે રાખ્યું હતું.


સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા પાડ્યો હતો


ચૂંટણી સમયે દારૂની સૉલ્ટેજ ઉભી થતા સમગ્ર સૌરાષ્ટ્રમાં સપ્લાય કરી શકે તે માટે મિનિ દારૂની ફેક્ટરી ઊભી કરી હતી. દારૂ બનાવવા માટે મધ્યપ્રદેશથી તેના સ્પેશિયાલિસ્ટ મોનું નર્મદા પ્રસાદને રાજકોટ બોલાવવામાં આવ્યો હતો. સ્ટેટ મોનિટરિંગ સેલે મિનિ ફેક્ટરી પર દરોડો પાડ્યો હતો. ત્યારે ઘટનાસ્થળ પરથી રમ અને વોડકા ફ્લેવર, ડીએમ વોટર, સ્પિરીટનો જથ્થો તેમજ નકલી દારૂ બોટલ સાથે તેમજ અસલી દારૂ બોટલ સાથે ઝડપાયો હતો. આજ દિવસ સુધી સમગ્ર કેસમાં મુખ્ય બુટલેગર હસમુખ સાખોરીયા ફરાર છે.

આ પણ વાંચોઃ રાજકોટમાંથી દારૂ બનાવવાની મિનિ ફેક્ટરી

સસ્પેન્શન સુધીના પગલાં લેવાયાઃ સૂત્ર


સ્ટેટ મોનિટરિંગ સેલે ઘટનાસ્થળેથી 7.86 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી સ્થાનિક ઉપરી અધિકારીઓ દ્વારા કોઈપણ જાતના કડક પગલાં લેવામાં ન આવતા આખરે સ્ટેટ મોનિટરિંગ સેલના રિપોર્ટ બાદ ડીજીપી દ્વારા સસ્પેન્શન સુધીના પગલાં લેવામાં આવ્યા હોવાનું પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. ત્યારે આગામી દિવસોમાં ડી-સ્ટાફના પીએસઆઇ સહિતના તેમના માણસો ઉપર પગલાં તોડાઈ રહ્યા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.
Published by:Vivek Chudasma
First published:

Tags: Rajkot crime news, Rajkot News, Rajkot police

विज्ञापन
विज्ञापन