Mustufa Lakdawala,Rajkot: સૌરાષ્ટ્રમાંએમાંય ખાસ કરીને રાજકોટ જિલ્લામાં(Rajkot District) સૌથી વધુ વીજચોરી(Power theft) થાય છે. આથી PGVCL દ્વારા છેલ્લા ત્રણ મહિનાથી ચેકિંગ ડ્રાઇવ હાથ ધરી છે. ગત અઠવાડિયેગ્રામ્ય વિસ્તારમાં(Rural area) ચેકિંગ(Checking) કરવામાં આવ્યું હતું. જ્યારે આ અઠવાડિયે રાજકોટ શહેરમાં વીજ ચેકિંગ ડ્રાઇવહાથ ધરી છે. આજે શહેરમાં 20થી વધુ વિસ્તારમાંPGVCLની 46 ટીમ ચેકિંગમાટે ઉતારવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ગત સોમ, મંગળ અને બુધવારે એમ ત્રણ દિવસમાં જ 1.17 કરોડની વીજચોરી પકડાઇ છે.
ત્રણ દિવસમાં 415 કનેક્શનમાંથી વીજચોરી ઝડપાઇ
શહેરના અલગ અલગ 30 જેટલા વિસ્તારોમાં 46 ટીમ દ્વારા સવારે 8 વાગ્યાથી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. શહેરના પ્રહલાદ પ્લોટ, કોઠારીયા રોડ, સોરઠીયાવાડી, મિલપરા, પરાબજાર, જંગલેશ્વર, ગોપાલનગર, સહકાર રોડ, રજપૂતપરા અને ભક્તિનગર સહિતના વિસ્તારોમાં વીજ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ત્રણ દિવસમાં PGVCLએ 4141 કનેક્શન ચેક કર્યા હતા જેમાં 415 કનેક્શનમા વીજચોરી થતી હોવાનું માલુમ પડ્યું હતું. આથી વીજચોરી કરનારા 415 કનેક્શન ધારકોને 1,17,14,000 દંડ ફટકારવામાં આવ્યો હતો. ત્યારે આજે 46 ટીમ દ્વારા વીજ ચેકિંગમાં કેટલી વીજચોરી ઝડપાઇ છે તે આવનારો સમય જ બતાવશે.
એપ્રિલમાં 2501 કરોડની આવક મેળવી રેકોર્ડબ્રેક કલેક્શન
શહેરમાં ત્રણ મહિનાથી મોટાપાયે વીજચોરી પકડવાનું અભિયાન PGVCL દ્વારા હાથ ધરવામાં આવ્યું છે. હવે PGVCL હાઇટેક દરોડા પાડી રહ્યું છે. ડ્રોન કેમેરા મારફત PGVCL દ્વારા વીજ ચેકિંગ હાથ ધરવામાં આવે છે. PGVCL દ્વારા નાણાંકીય વર્ષ 2021-22માં ફક્ત માર્ચ-22 એક જ મહિનામાં 2501 કરોડની આવક મેળવી રેકોર્ડબ્રેક કલેક્શન કરવામાં આવ્યું હતું. PGVCL દ્વારા નાણાંકીય વર્ષમાં કુલ 19321.12 કરોડની આવક કરવામાં આવી હતી.
મે મહિનામાં 10858 કનેક્શનમાં વીજચોરી ઝડપાઇ
PGVCLના વીજ ચેકિંગ ઝુબેશમાં મે મહિનામાં 85,265 વીજ કનેક્શનનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાં 10858 કનેક્શનમાં વીજચોરી ઝડપાઇ હતી. આથી આ તમામ વીજ કનેક્શનધારકોને 26.08 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે. જેમાં રાજકોટ શહેરને બાદ કરતા સૌરાષ્ટ્રમાં ભાવનગરમાં 2.89 કરોડની વીજચોરી ઝડપાઇ છે.
ફેક SMSથી કેવી રીતે બચવું
PGVCL દ્વારા ગ્રાહકોને એક અપીલ કરવામાં આવી છે. જેમાં જણાવ્યું છે કે, 10 આંકડાના મોબાઈલ નંબર પરથી વીજ બિલ ચૂકવણી અંગેના કોઈપણ SMS મોકલવામાં આવતા નથી. તેમજ આવા છેતરામણા SMS દ્વારા માંગવામાં આવેલ કોઈપણ માહિતી કે OTP આપવા નહીં. તેમજ આવી કોઈ ઘટના સામે આવે તો આ અંગેની જાણ તુરંત નજીકની PGVCL કચેરીને કરવી. PGVCL દ્વારા XX-PGVCLG તરફથી જ SMS મોકલવામાં આવે છે. આ સિવાયના SMSને અવગણવા વિનંતી છે.
મે મહિનામાં પકડાયેલી વીજચોરી
વર્તુળ કચેરીનું નામ વીજચોરી પકડાયાની સંખ્યા દંડની રકમ (રૂ.લાખમાં)
રાજકોટ શહેર 1112 367.42
રાજકોટ ગ્રામ્ય 1274 282.26
મોરબી 667 143.96
પોરબંદર 1364 188.72
જામનગર 893 237.34
ભુજ 558 191.02
અંજાર 626 239.17
જૂનાગઢ 1013 162.92
અમરેલી 929 150.16
બોટાદ 770 135.44
ભાવનગર 932 289.49
સુરેન્દ્રનગર 720 220.86
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Rajkot city, રાજકોટ