Home /News /rajkot /

Rajkot: રાજકોટ ખાડાનગરી બની, મસમોટા ખાડાથી વાહનચાલકો પરેશાન, લોકોમાં ભભૂક્યો રોષ

Rajkot: રાજકોટ ખાડાનગરી બની, મસમોટા ખાડાથી વાહનચાલકો પરેશાન, લોકોમાં ભભૂક્યો રોષ

રસ્તાઓ

રસ્તાઓ બિસ્માર હાલતમાં

વરસાદ ખાબકતા ઠેર ઠેર રસ્તાઓ ધોવાયા (Roads washed away) છે. શહેરમા ખાડારાજ હોય તેવા દૃશ્યો ઠેર ઠેર જોવા મળી રહ્યા છે. 2થી 10 ફૂટ સુધીના ખાડા શહેરમાં પડ્યા છે. અમુક જગ્યાએ તો ઊંડા ખાડા (Potholes in road)ને કારણે બાઇકચાલકો ઊંધા માથે પટકાઇ રહ્યા છે.

વધુ જુઓ ...

    Mustufa Lakdawala,Rajkot: રાજકોટમાં સીઝનનો 25 ઇંચજેટલો વરસાદ (Rain in Rajkot)પડી ચૂક્યો છે. તેમાંય 12 જુલાઈએ12 કલાકમાં12 ઇંચ વરસાદખાબકતા ઠેર ઠેર રસ્તાઓ ધોવાયા(Roads washed)છે. શહેરમા ખાડારાજ હોય તેવા દૃશ્યો ઠેર ઠેર જોવા મળી રહ્યા છે. 2થી 10 ફૂટસુધીના ખાડા શહેરમાં પડ્યા છે. અમુક જગ્યાએ તો ઊંડા ખાડા (Potholes in road)નેકારણે બાઇકચાલકો ઊંધા માથે પટકાઇ રહ્યા છે. આથી શહેરીજનોમાં રોષ ભભૂક્યો છે.


    બાઇકચાલકો પડી રહ્યા છેઃ નાગરિક


    માર્કેટિંગ યાર્ડ પાસે રહેતા એમપી લાંબરીયા નામના સ્થાનિકે જણાવ્યું હતું કે, રાજકોટમાં 10 ઇંચ વરસાદ પડ્યો તેમાં ઠેર ઠેર રસ્તાઓ પર ખાડા પડી ગયા છે. માર્કેટ યાર્ડની સામેની બાજુRMCએ રસ્તો ખોદીને મૂકી દીધો છે. એમાં તો કેટલાય મોટરસાયકલવાળા પડી ગયા છે, કોઈ સલામતી નથી. આવું તંત્રને ધ્યાનમાં આવે છે કે નહીં ખબર નથી. તંત્ર તો એની રીતે જેથાય તે કરી રહ્યું છે. મને એકને નહીં બધાને મુશ્કેલી થાય છે, પણ તંત્રને ખાડા ધ્યાનમાં આવતા નથી. લોકોને ધ્યાને આવે તે ખાડા તંત્રને આવતા નથી.


    આ પણ વાંચો- અમદાવાદમાં ભરાતા ગુજરી બજારમાં પશુ-પક્ષી વેચવાની ગેરકાયદેસર મંજૂરી અપાતા વિવાદ

    પહેલા રોજ 10 ફેરા થતા હવે 3 ફેરા થાય છેઃ રિક્ષાચાલક


    રિક્ષાચાલક ભરતભાઈ નામના વ્યક્તિએ જણાવ્યું હતું કે, રસ્તાની પરિસ્થિતિ એવી છે કે ચાલુ રિક્ષા આડી પડી જાય, અહીંથી ગોંડલ ચોકડી જાવ અને ગોંડલ ચોકડીએ બ્રિજથી નીચે આવો તોત્યાં ગાડી સાથે એક વ્યક્તિને ધક્કા દેવા સાથે રાખવી પડે હદે ખાડા પડી ગયા છે. રિક્ષામાં પેસેન્જર હોય છે. અમારે વીમો હોય પેસેન્જરને હોય તો અમારે શું સમજવું. આજીડેમચોકડીએ જુઓ તો મસમોટા ખાડા પડી ગયા છે. પહેલા અમે 10 ફેરા કરતા પણ હાલ ખાડાને કારણે માંડ 3 ફેરા થાય છે. આવી પરિસ્થિતિ છે. હુડકો પાસે પણ મોટા મોટા ખાડા પડી ગયાછે. 2 ફૂટથી લઇ 10 ફૂટ સુધીના ખાડા રસ્તા પર પડી ગયા છે. આમાં અમારે રિક્ષા ક્યાં ચલાવવી?


    આ પણ વાંચો- બાંગ્લાદેશમાં કથિત ફેસબુક પોસ્ટ બાદ હિન્દુઓના ઘરમાં આગ ચાંપી દેવાઇ

    4 હજાર ઘનમીટરના ખાડા બૂરાયા


    રાજકોટ મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ જણાવ્યું હતું કે, ખૂબ સારો વરસાદ પડ્યો છે, સિઝનનો 23થી 24 ઇંચ વરસાદ પડ્યો છે. પાણી આવક ખૂબ સારી થઈ છે. આજી ડેમ 1માં 24 કલાકમાં 4 ફૂટ નવું પાણી આવ્યું છે. ઓક્ટોબર સુધી ચાલે તેટલું પાણી આવી ચૂક્યું છે. રસ્તામાં જે નુકસાન થયું છે તેનો સર્વે કરવામાં આવ્યો છે. હાલ પેવિંગ બ્લોક, મોરમથી ખાડા બૂરવામાં આવી રહ્યા છે. ગઈકાલે 4 હજાર ઘનમીટર જેટલા ખાડા બૂરવામાં આવ્યા હતા. સીસીટીવીમાં ખાડા દેખાય ત્યાં ટીમ પહોંચી જાય છે. લોકોને ઓછામાં ઓછી તકલીફ પડે તે માટે મનપા પ્રયાસો કરી રહી છે.

    First published:

    Tags: Gujarati news, Rajkot News, રાજકોટ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन