Home /News /rajkot /

Rajkot: 1933માં દાદાએ શરૂ કરેલો પેંડાનો બિઝનેસ, આજે પૌત્રી સંભાળી રહી છે

Rajkot: 1933માં દાદાએ શરૂ કરેલો પેંડાનો બિઝનેસ, આજે પૌત્રી સંભાળી રહી છે

ઓલ

ઓલ ઓવર વર્લ્ડમાં પેંડા જાય છે

જય સિયારામ  પેંડાની વાત અને સ્વાદ આખા વિશ્વમાં પ્રખ્યાત છે. રાજકોટના પ્રખ્યાત જય સિયારામ પેંડાની શરૂઆત જિલ્લા પંચાયત (Jilla Panchayat Chowk Rajkot) ચોકથી આગળ યાજ્ઞીક રોડ (Yagnik Road) પર  80 વર્ષ પહેલા 1933માં કરવામાં આવી હતી.

  Mustufa Lakdawala, Rajkot: રાજકોટએ રંગીલા શહેર તરીકેની ઓળખ ધરાવતું શહેર છે. ત્યારે બીજી તરફ રાજકોટને પેંડા સિટી તરીકે પણ ઓળખવામાં આવે છે. રાજકોટના પેંડાની વાત આવે એટલે સૌથી પહેલા રાજકોટના જય સીયારામના પેંડા (Jay Siyaram Penda)  જ યાદ આવે. જય સિયારામપેંડાની વાત અને સ્વાદ આખા વિશ્વમાં પ્રખ્યાત છે. રાજકોટના પ્રખ્યાત જય સિયારામ પેંડાની શરૂઆતજિલ્લા પંચાયત (Jilla Panchayat Chowk Rajkot)  ચોકથી આગળ યાજ્ઞીક રોડ (Yagnik Road) પર 80 વર્ષ પહેલા 1933માં કરવામાં આવી હતી.

  રાજકોટમાં1933માં જય સિયારામ પેંડાની શરૂઆત કરવામાં આવી

  રાજકોટ શહેરમાં જિલ્લા પંચાયત ચોકથી આગળ યાજ્ઞીક રોડ પર 80 વર્ષથી જય સીયારામ પેંડાની દુકાન આવેલી છે. 1933માં જય સિયારામ પેંડાની શરૂઆત થઈ હતી. આજે ત્રીજી પેઢી આ પેંડાનો વ્યવસાય સંભાળી રહી છે. અને એ પણ એક દીકરીએ. 1933માં જે સ્વાદ અને ક્વોલિટી હતી તે આજે ત્રીજી પેઢીએ પણ જળવાઇ રહ્યો છે. ‘ફ્રેશ અને સારી વસ્તુ વેચવી’  ‘Selling something fresh and good’  નું સુત્ર દાદાએ આપ્યું અને આજે તેની પૌત્રી (Granddaughter) આ સુત્ર સાથે વિશ્વભરમાં પોતાના પેંડાનો સ્વાદ પહોંચાડી રહી છે.

  જય સિયારામ પેંડાવાલા નામથી શરૂઆત

  જય સિયારામ પેંડાના માલિક મિથિલાબેને જણાવ્યું હતું કે 1933થી મારા દાદાએ જય સીયારામ પેંડાવાળાની શરૂયાત કરી હતી. એ સમયે માવાના પેંડાનું ચલણ વધારે હતું. બાદમાં દૂધના પેંડા બનાવાનું ચાલુ કર્યું આ એક લેગસી ચાલુ કરી છે.  ત્યારબાદ 1977થી મારાં પિતા રઘુભાઇ સાંભળતા અને 2006થી હું બિઝનેસ સંભાળું છું. અમારું મેઈન ફોકસ ફ્રેશ પેંડા બનાવીને વેચીએ છીએ. કોન્ટેન્ટી ઓછી હશે તો ચાલશે પણ ક્વોલિટીમાં બાંધછોડ કરતા નથી. હાઈજેનિક પ્રોડક્ટથી મેથડ ઉભી કરવી એ અમારો મેઈન ગોલ છે. સારામાં સારુ રો મટીરીયલ વાપરીએ છીએ. અમને એ વાતની ખુશી છે કે, ગ્રાહકોએ અમને વેલ્યુ આપી છે.

  બિઝનેસ સ્કિલનો મેં મારા બિઝનેસમાં ઉપયોગ કર્યો

  મિથિલાબેને વધુમાં જણાવ્યું હતું કે, મારા દાદાએ સુત્ર આપ્યું હતું કે ફ્રેશ અને સારી વસ્તુ વેચવી, આ સુત્રને મારા પિતાએ જાળવી રાખ્યું અને હવે આ સુત્ર સાથે હું બિઝનેસ સંભાળી રહી છે. આજે પણ દાદાએ આપેલો સ્વાદ અને ફ્રેશનેસ જળવાઇ રહ્યો છે. મેં 2006માં જ્યારે બિઝનેસ સંભાળ્યો ત્યારે મેં ધો.12 પૂરૂ કર્યું હતું. ત્યારથી હું આ બિઝનેસમાં જોડાઇ ગઈ હતી. મેં કોમર્સ લાઈન લીધી હતી. કારણ કે બિઝનેસ સ્કિલ હું મારા બિઝનેસમાં યુઝ કરી શકું. એટલે મેં કોર્મસમાં ગ્રેજ્યુએશન મુંબઈમાં કર્યું છે. ફૂલ ફ્લેઝમાં બિઝનેસમાં લાગી ગઈ હોવાથી થિયરી કરતા પ્રેક્ટિકલી નોલેજ મને વધારે મળેલું છે.

  80 વર્ષથી ગ્રાહકોએ અમારા પર વિશ્વાસ રાખ્યો છે

  મિથિલાબેને વધુમાં જણાવ્યું હતું કે, છેલ્લા 80 વર્ષથી ગ્રાહકોએ અમારા પર વિશ્વાસ રાખ્યો છે. અને અમારી ઈમાનદારી ચુક્યા નથી. અમે હંમેશા ફ્રેશ અને સારી વસ્તુ આપવાનો જ પ્રયત્ન કર્યો છે. બીજી તરફ ગ્રાહકોએ પણ અમારી વસ્તુને એટલી જ ગ્રેસ પૂર્વક સ્વીકારી છે અને અમારા ટેસ્ટને વાગોળે છે. એટલે તો અમે આ સ્ટેજ સુધી પહોંચી શક્યા છીએ. અમે જે આપ્યું છે એ લોકોએ સ્વીકાર્યું છે. અમારી મેઈન તો પેંડા તરીકેની જ ઓળખ ધરાવીએ છીએ. અમે 10-12 વેરાઈટીના પેંડા બનાવીયે છે. જેમાં પ્લેન પેંડા, ચોકલેટ પેંડા કે પછી કેસર પેંડા હોઈ તમામ વેરાઈટીના પેંડા લિમિટેડ માત્રામાં જ બનાવીયે છીએ. મોટાભાગે ભેંસના દૂધમાંથી પેંડા બનવીયે છીએ પણ હવે ગાયના દૂધમાંથી પણ પેંડા બનાવાનું ચાલુ કર્યું છે. અમે એક્સપોર્ટ નથી કરતા પણ સામાન્ય રીતે રાજકોટના લોકો બહાર જાય ત્યાંરે અમારા પેંડા અવશ્ય લઇ જાય છે.  ઓલ ઓવર વર્લ્ડમાં અમારા પેંડા જાય છે

  મિથિલાબેને વધુમાં જણાવ્યું હતું કે, અમારા પેંડા બહાર એવી રીતે જાય છે કે, રાજકોટમાં રહેતા હોઈ એ અમારા પેંડા એના સગા સંબંધીઓ માટે લઇ જાય છે. એટલે ઓલ ઓવર વર્લ્ડમાં અમારા પેંડા આ રીતે પહોંચે છે. જ્યારે રાજકોટમાં આ લોકો આવે ત્યાંરે તેના સગા અમારા પેંડા લેવાનું કહે અને અમારા પેંડા લઇ જાય છે. ડાઇરેક્ટલી અમે ક્યાય અમારા પેંડા વેંચતા નથી પણ આ રીતે અમારા પેંડા વર્લ્ડ વાઇડ પહોંચી જ જાય છે. સામાન્ય લોકોએ તો અમારો સાથ આપ્યો જ છે. પણ સેલિબ્રિટી, રાજકીય નેતાઓ અને ઉદ્યોગપતિઓ અમારા પેંડા લેવાનું વધારે પસંદ કરે છે.

  Rajkot: આ મુસ્લિમ 11 કિમી ચાલીને કેમ શિવના દર્શન કરવા જાય છે?

  પેંડા ફ્રેશ આવે છે અને તેનો ટેસ્ટ સારો છે

  ગ્રાહક કૌશલ પથરીયાએ જણાવ્યું હતું કે, હું છેલ્લા 7-8 વર્ષથી જય સિયારામની દરેક મીઠાઈ ટેસ્ટ કરી છે. બધી જ મીઠાઈ સારી આવે છે. સ્પેશિયલી કેસર પેંડા અને વ્હાઈટ પેંડા વધારે ભાવે છે. અહીંથી જ અમે પેંડા રેગ્યુલર લઇએ છીએ. મારો પુત્ર છે નાનો છે તેને પણ આ પેંડા બોવ ભાવે છે. પેંડા ફ્રેશ આવે છે અને તેનો ટેસ્ટ સારો છે. પેંડા મગજમાં આવે એટલે જય સિયારામના પેંડા જ લેવાનું મન થાય. અમે બસસ્ટેન્ડ પાસે રહીએ છીએ ત્યાંથી અમે અહીં સ્પેશિય પેંડા લેવા આવીએ છીએ.
  Published by:Santosh Kanojiya
  First published:

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन