Home /News /rajkot /Rajkot: BAPS સ્વામિનારાયણ મંદિરમાં 24માં પાટોત્સવની ઉજવણી

Rajkot: BAPS સ્વામિનારાયણ મંદિરમાં 24માં પાટોત્સવની ઉજવણી

પાઠોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી

પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે વિશ્વભરમાં 1200થી વધુ મંદિરોનું નિર્માણ કરીને ભારતની વિરાસતને સમગ્ર વિશ્વમાં ઉજાગર કરી હતી.

    Mustufa Lakdawala,Rajkot : રાજકોટના BAPS સ્વામિનારાયણ મંદિરમાં  24માં પાટોત્સવની ઉજવણી કરવામાંઆવી હતી. આ દરમિયાન ભાજપના ઉમેદવાર ઉદયભાઈ કાનગડ, રમેશભાઈ ટીલાળા, ડો.દર્શીતાબેન શાહ અને ભાનુબેનબાબરિયા ઉપસ્થિત રહ્યાં હતા અને આશિર્વાદ મેળવ્યાં હતાં. જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ઉમેદવારો પોતાનો જોરશોરથી પ્રચાર કરી રહ્યાં છે. એવામાં ભાજપના ઉમેદવારોઆજે BAPS સ્વામિનારાયણ મંદિરમાં આશિર્વાદ લેવા પહોંચ્યા હતા. તમને જણાવી દયે કે 24 વર્ષ પહેલા એટલે કે 1998માંપૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે શહેરની શાન એવા ભવ્ય અને દિવ્ય મંદિરની ભેટ આપી હતી. ત્યારે આ મંદિરના 24માં પાટોત્સવસમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.

    આજે વહેલી સવારે 7-30 વાગ્યે સંતોની હાજરીમાં પંચામૃત જળથી અભિષેકવિધિ અને પૂજનવિધિ કરવામાં આવી હતી. ભગવાને આભૂષણો અને વાઘા પહેરવવામાં આવ્યાં હતાં. અને અન્નુકુટ ધરવામાં આવ્યો હતો. જે બાદ ઠાકોરજીની શણગારઆરતી કરવામાં આવી હતી.આ કાર્યક્રમના અંતમાં મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી.



    તમને જણાવી દયે કે પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે વિશ્વભરમાં 1200થી વધુ મંદિરોનું નિર્માણ કરીને ભારતની વિરાસતને સમગ્ર વિશ્વમાં ઉજાગર કરી હતી. ભક્તો દ્વારા ધામધૂમ પૂર્વક પાઠોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે.

    Published by:Vijaysinh Parmar
    First published:

    Tags: Local 18, રાજકોટ

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन