Home /News /rajkot /Rajkot: આને કહેવાય સાચો નાગરિક, હોસ્પિટલમાં દાખલ હોવા છતાં મતદાન કર્યું!

Rajkot: આને કહેવાય સાચો નાગરિક, હોસ્પિટલમાં દાખલ હોવા છતાં મતદાન કર્યું!

X
બી.ટી.

બી.ટી. સવાણી હોસ્પિટલમાં દાખલ દર્દીએ આપ્યો પોતાનો મત

આજે અમારી ટીમ બી.ટી. સવાણી હોસ્પિટલ પહોંચી હતી અને દર્દીઓ સાથે વાતચીતકરી હતી.અને જાણવાનો પ્રયત્ન કર્યો હતો કે મતદાન અંગે તેનું શું કહેવું છે.

  Mustufa Lakdawala,Rajkot : ગુજરાત વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કાની મતદાન પ્રક્રિયા હવે પૂરી થઈ ગઈ છે. સવારથી મતદારોની લાંબી લાંબી કતારો જોવા મળી હતી. સરેરાશ 50થી 55 ટકા મતદાન નોંધાયું હોવાનું માનવામાં આવી રહ્યુંછે. 89 બેઠકો પર આજે મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે.  ત્યારે એવા ઘણા લોકો હતા જે આજે મતદાન કરવા માંગતા હતા પણ બિમારીના કારણે તેઓ હોસ્પિટલમાં દાખલ હતા. જેથી તેઓ મતદાન કરી શક્યા નહતા. ત્યારે આજે અમારી ટીમ બી.ટી. સવાણી હોસ્પિટલ પહોંચી હતી અને દર્દીઓ સાથે વાતચીતકરી હતી.અને જાણવાનો પ્રયત્ન કર્યો હતો કે મતદાન અંગે તેનું શું કહેવું છે.  બી.ટી.સવાણી હોસ્પિટલમાં દાખલ 58 વર્ષીય હરીભાઈએ જણાવ્યુ હતું કે તેઓ 3 વર્ષથી ડાયાલિસિસ કરાવે છે. ત્યારે આજે પહેલા તબક્કાના મતદાન વિશે વાત કરતા જણાવ્યું હતું કે મતદાન એ લોકશાહીનું પર્વ છે. મતદાન 100 ટકા થવુ જોઈએ. તો જસાચો પક્ષ સામે આવે. જો અધરૂ મતદાન થાય તો સાચો પક્ષ સામે આવતો નથી.હું પણ હોસ્પિટલમાં દાખલ છું. તો પણ મેં મારાં મતાધિકારનો ઉપયોગ કર્યો છે. જેથી બીજા લોકો એ પણ તેના મતાધિકારનો ઉપયોગ કરવો જોઇએ.  એટલે મારૂ તો એવુ કહેવુ છે કે પહેલા અને બીજા બેય તબક્કામાં પુરે પુરૂ મતદાન થાવુ જોઈએ. મતદાન માટે સમય કાઢવોજોઈએ. જો કોઈ વ્યક્તિ હોસ્પિટલમાં હોય તો તેને જો ડોક્ટર રજા આપે તો તેને પણ મતદાન કરવા જવું જોઈએ.  આમ તો આપણે સૌ જાણીએ છીએ કે મતદાન કરવું એ આપણુ કર્તવ્ય છે. તેમ છતાં આપણામાંના ઘણા લોકો મતદાન કરવાજતા નથી.પણ આપણે આપણા મતનો ચોક્કસ ઉપયોગ કરવો જોઈએ.ત્યારે રાજકોટમાં સિવિલ હોસ્પિટલમાં દાખલ લોકો માટેએક અલગ જ વ્યસ્થા કરવામાં આવી હતી.
  First published:

  Tags: Local 18, ચૂંટણી, રાજકોટ

  विज्ञापन
  विज्ञापन