રાજકોટ: શહેરમાં રક્ષાબંધન પૂર્વે જ એક બહેને પોતાનો ભાઈ ગુમાવવાનો વારો આવ્યો છે. રક્ષાબંધન (Raksha Bandhan)ના દિવસે બહેન પોતાના ભાઈની રક્ષા માટે રાખડી બાંધે તે પૂર્વે જ વ્હાલસોયા ભાઈને ગુમાવવાનો વારો આવ્યો છે. રાજકોટમાં એક કાર ડિવાઇડર કૂદી સામે આવતા ટ્રક સાથે અથડાતા (Road accident) કારખાનેદાર પાર્થ આહિર (Parth Ahir)નું મૃત્યુ નીપજ્યું હોવાનું સામે આવ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ શહેરના ગુણાતીત નગરમાં રહેતા પાર્થ આહીર નામનો વ્યક્તિ સાપર વેરાવળ ખાતે પોતાના કારખાનેથી રાજકોટ પરત આવી રહ્યો હતો. આ દરમિયાન અકસ્માતમાં તેનું મૃત્યુ નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. પાર્થ આહીર પોતાની i20 કાર લઈ પારડી નજીક પહોંચ્યો હતો ત્યારે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવી દેતા કાર ડિવાઈડર કૂદી સામેના રસ્તે આવી રહેલા ટ્રક સાથે અથડાઈ હતી.
જોત જોતામાં કારનો કચ્ચરઘાણ બોલી ગયો હતો અને ટ્રક પણ પલટી મારી ગયો હતો. ઘટના સ્થળે અકસ્માતના પગલે ટ્રાફિકજામ પણ સર્જાયો હતો. કાર ચાલક પાર્થને મહાનતે કારમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. ત્યારબાદ તેને સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવતા ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.
જાણવા મળતી વિગત અનુસાર પાર્થ એક ભાઈ અને એક બહેનમાં મોટો હતો. કંપનીના કામ માટે કારખાને ગયા બાદ રાત્રે તે પરત ફરતો હતો તે વેળાએ અકસ્માત સર્જાયો હતો. પાર્થની બે મહિના પૂર્વે જ આણંદમાં રહેતી એક યુવતી સાથે સગાઈ પણ થઈ હતી. રક્ષાબંધનના તહેવારને આજે હવે બસ ગણતરીના જ દિવસો બાકી હોય ત્યારે એક બહેને પોતાનો વીર ગુમાવતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર પાર્થ તેના પરિવારનો આધાર સ્તંભ હોવાનું જાણવા મળી રહ્યું છે. આમ ન માત્ર એક બહેને પોતાનો ભાઈ ગુમાવ્યો છે પરંતુ પરિવારે પોતાનો આધાર સ્તંભ પણ ગુમાવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.
રાજકોટ શહેર (Rajkot City)માં એક ચોંકાવનારો અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. ભવોભવના ભરથારની સામે જ તેની પત્નીએ દમ તોડ્યા હોવાની ઘટના સામે આવી છે. કોઠારીયા સોલવન્ટ પાસે રીક્ષા પલટી (Rajkot Accident) મારી જતા પતિની જ નજર સમક્ષ પત્નીનું મોત (Accident) નિપજ્યું હોવાની ઘટના સામે આવી છે. ત્યારે સાત સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવવાનો વારો આવ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટ શહેરના કોઠારીયા સોલવન્ટ પાસે ગાય અને ઉતરતા છકડો રીક્ષા પલટી મારી ગયાનો બનાવ સામે આવ્યો છે. રિક્ષાએ પલટી મારતા રિક્ષામાં સવાર રોશન બેનને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. ઈજા એટલી ગંભીર હતી કે ઘટના સ્થળે જ રોશન બેનનું મૃત્યુ નીપજ્યું હતું. (વાંચો સંપૂર્ણ અહેવાલ...)
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર