Home /News /rajkot /પરેશ ગજેરાનું મોટું નિવેદન, 'હું લોકસભા ચૂંટણી નહીં લડું'

પરેશ ગજેરાનું મોટું નિવેદન, 'હું લોકસભા ચૂંટણી નહીં લડું'

થોડા સમય પહેલા રાજકોટમાં ઠેર ઠેર પરેશ ગજેરાને ટિકીટ આપોના બેનર લગાવવામાં આવ્યા હતા.

થોડા સમય પહેલા રાજકોટમાં ઠેર ઠેર પરેશ ગજેરાને ટિકીટ આપોના બેનર લગાવવામાં આવ્યા હતા.

લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. રાજ્યના બંને મુખ્ય પક્ષ ચૂંટણીની તાડામાર તૈયારીઓમાં લાગી ગયા છે. બંને પક્ષ પોતાના ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા કરી રહ્યા છે. ત્યારે ખોડલધામના પૂર્વ પ્રમુક અને પાટીદાર સમાજના અગ્રણી પરેશ ગજેરાએ મોટુ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, હું લોકસભા ચૂંટણી નહી લડુ.

પ્રાપ્ત માહિતી મુજબ, લોકસભાની ચૂંટણી માટે કોંગ્રેસ ભાજપ દ્વારા પોતાના ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા ચાલી રહી છે, ત્યારે સમાચાર વહેતા થયા હતા કે, પરેશ ગજેરા આ લોકસભા ચૂંટણીમાં બીજેપીના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી શકે છે. ત્યારે પરેશ ગજેરાએ આ તમામ અટકળો પર પૂર્ણ વિરામ મુકતા સ્પષ્ટતા કરી કે, હું લોકસભા ચૂંટણી નથી લડવાનો.

પરેશ ગજેરાએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે, લોકોને મારા પ્રત્યે પ્રેમ ખુબ છે. લોકો મને ફોન કરી, રૂબરૂ મળવા આવી કહી રહ્યા છે કે, તમે લોકસભા ચૂંટણી લડો. પરંતુ હું સ્પષ્ટ કરવા માંગુ છું કે, હું લોકસભા ચૂંટણી નથી લડવાનો. હું રાજકોટ, પોરબંદર કે અમરેલી કોઈ પણ જગ્યા પરથી લોકસભા ચૂંટણી નથી લડવાનો. અગામી લોકસભા ચૂંટણીમાં માહોલ જોઈ ચૂંટણી લડવાનું વિચારીશું.

ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા રાજકોટમાં ઠેર ઠેર પરેશ ગજેરાને ટિકીટ આપોના બેનર લગાવવામાં આવ્યા હતા. આ મુદ્દે જ્યારે પરેશ ગજેરા સાથે મીડિયાએ વાતચીત કરી તો તેમણે કહ્યું હતું કે, કોઈ પક્ષ મને ચૂંટણી લડવા માટે ઓફર કરશે તો, સમાજ જે પક્ષ સાથે વધારે હશે તે પક્ષ સાથે જોડાઈશ. તેમણે આ સમયે એવું પણ કહ્યું હતું કે, હાલમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વ જે રીતે કામ કરવામાં આવી રહ્યા છે, તે જોતા ભાજપા સારૂ કામ કરી રહી છે.

કોણ છે પરેશ ગજેરા?

પરેશ ગજેરા કોડલધામના પૂર્વ પ્રમુખ અને પાટીદાર સમાજના અગ્રણી માનવામાં આવે છે. પરેશ ગજેરા લેઉવા પાટીદાર સમાજમાંથી આવે છે. સૌરાષ્ટ્રમાં કડવા પાટીદારની તુલનાએ લેઉવા પાટીદારની સંખ્યા વધારે છે. પરેશ ગજેરા વર્ષ 2000માં કોંગ્રેસમાંથી વોર્ડ નંબર 17માંથી ચૂંટણી લડી કોર્પોરેટર બન્યા હતા. તેઓ ગુજરાતમાં સૌથી નાની વયના કોર્પોરેટર પરેશભાઈ ગજેરા છે. વર્ષ 2001થી નરેશભાઈ પટેલ સાથે જોડાયેલા છે. ખોડલધામ ટ્રસ્ટની સ્થાપના વર્ષ 2009માં થઈ ત્યારથી પરેશભાઈ ખોડલધામ ટ્રસ્ટ સાથે જોડાયા હતા અને 21 જાન્યુઆરી, કનિદૈ લાકિઅ 2017માં અકિલા ટ્રસ્ટના પ્રમુખ બન્યા હતા. થોડા સમય પહેલા તેમણે ખોડલધામમાંથી રાજીનામુ આપ્યું હતું. વર્ષ 2017થી તેઓ ક્રેડાઈના ગુજરાતપ્રમુખ તરીકે ફરજ બજાવી રહ્યા છે. તેમણે ખોડલધામમાંથી રાજીનામું આપ્યા બાદ, ભાજપ તરફી વલણ જોતા અટકળો ચાલી રહી હતી કે, તેઓ અગામી લોકસભા ચૂંટણીમાં ભાજપ તરફથી રાજકોટથી ચૂંટણી લડી શકે છે.
First published:

Tags: Contest, Lok Sabha Elections 2019, Paresh Gajera, Says

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો