Home /News /rajkot /Rajkot: સૌરાષ્ટ્રની એવી હોસ્પિટલ જ્યાં, લાખો રૂપિયાના મોંઘા ઓપરેશન મફતમાં થાય છે!

Rajkot: સૌરાષ્ટ્રની એવી હોસ્પિટલ જ્યાં, લાખો રૂપિયાના મોંઘા ઓપરેશન મફતમાં થાય છે!

X
ગર્ભવતીના

ગર્ભવતીના મૃત્યુ થવાના ગંભીર કેસોની સફળ સર્જરી કરે છે સિવિલ હોસ્પિટલ

સિવિલ હોસ્પિટલમાં જ્યારે જટિલ સર્જરી કરવામાં આવે છે ત્યારે બ્લડની વ્યવસ્થા પહેલાથી જ કરી રાખવામાં આવે છે.એક કેસ વિશેની વાત કરતા ડોક્ટરે જણાવ્યું હતું કે એક મહિલાને ઈમરજન્સી વિભાગમાં દાખલ કરવામાં આવી હતી. જેથી હોસ્પિટલ દ્વારા તેના બ્લડ ગ્રુપની વ્યવસ્થા કરી રાખી હતી.

વધુ જુઓ ...
    Mustufa Lakdawala,Rajkot : રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સુવિધાઓનો ધીમે ધીમે વધારો થઈ રહ્યો છે.એવામાં હવે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં જટીલમાં જટીલ પણ સર્જરી કરવામાં આવી રહી છે.તમને જણાવી દયે કે જે ગર્ભવતીના મૃત્યુ થવાના ચાન્સીસ 80થી 90 ટકા હોય તે કેસમાં પણ સફળ સર્જરી કરીને માતા અને બાળકને રાજકોટમાં આવેલી સરકારી હોસ્પિટલના ડોક્ટરો નવું જીવન આપે છે.

    સરકારી હોસ્પિટલને અપગ્રેડ કરવાની સાથે ગર્ભવતી અને નવજાતના આરોગ્યની ચિંતા પણ સરકાર એટલી જ સરકાર દ્વારાકરવામાં આવે છે. હોસ્પિટલમાં જે પ્રકારે ગર્ભવતી મહિલાઓના જટીલમાં જટીલ પ્રશ્નનું નિરાકરણ લાવવામાં આવી રહ્યું છે.આ હોસ્પિટલમાં લાખોની સારવાર એક પણ રૂપિયો લીધો વગર કરવામાં આવે છે.



    સમગ્ર મામલે ગાયનેક વિભાગના ડો.કમલ ગૌસ્વામીએ જણાવ્યું હતું કે ઘણા કેસ એવા હોય છે કે સમય ઓછો હોય અને તેમને અમદાવાદ શિફ્ટ કરાય તેટલો સમય નથી હોતો. જેથી આવી સર્જરી કરવી અમારા માટે એક પડકાર હોય છે.જેથી અમે રિફર રેફરન્સના આધારે અમે સારવારને લઈને મેન્ટલી પ્રિપર બની જાય છીએ.

    સિવિલ હોસ્પિટલમાં જ્યારે જટિલ સર્જરી કરવામાં આવે છે ત્યારે બ્લડની વ્યવસ્થા પહેલાથી જ કરી રાખવામાં આવે છે.એક કેસ વિશેની વાત કરતા ડોક્ટરે જણાવ્યું હતું કે એક મહિલાને ઈમરજન્સી વિભાગમાં દાખલ કરવામાં આવી હતી. જેથી હોસ્પિટલ દ્વારા તેના બ્લડ ગ્રુપની વ્યવસ્થા કરી રાખી હતી.

    જે બાદ રિપોર્ટ કરવામાં આવ્યાં હતા. આ રિપર્ટ મુજબ મેલી પેશાબની કોથળીને અડતી હોવાથી યુરોલોજીસ્ટની મદદની જરૂર પડી હતી. જેથી તેમને બોલાવવામાં આવ્યાં હતાં. બાદમાં તબીબોની ટીમે મળી દોઢ કલાકના લાંબા ઓપરેશન બાદ ગર્ભાશયને આખું બહાર કાઢી એકદમ બારી કાઈથી મેલી દૂર કરી ગર્ભાશયની કોથળી કાઢવામાં આવી હતી અને સફળ સર્જરી થઈ હતી.

    કેમ આવે છે આવા કેસ?

    આવા કેસ 1 હજારે 1 આવે છે.જ્યારે કોઈ પણ મહિલાનું સિઝિર થયુ હોય કે કોઈ પણ પ્રકારનું ઓપરેશન થયું હોય એવી મહિલાઓને ઘણી વખત મેલી નીચે આવી જાય છે અને ગર્ભાશયની કોથળીમાંથી મુત્રાશયના પટલ સુધી પહોંચવાની સંભાવના વધારે છે. જેથી રિસ્ક વધી જાય છે.અને સકસેસ સર્જરીનો રેસ્યો વધી જાય છે.
    First published:

    Tags: Civil Hospital, Local 18, ડોક્ટર, મહિલા, રાજકોટ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો વધુ વાંચો