Home /News /rajkot /રાજકોટઃ corona ગાઈડલાઈનના ધજાગરા, મગફળીના ઓનલાઈન રજીસ્ટ્રેશન માટે ખેડૂતોનો 'મેળો'
રાજકોટઃ corona ગાઈડલાઈનના ધજાગરા, મગફળીના ઓનલાઈન રજીસ્ટ્રેશન માટે ખેડૂતોનો 'મેળો'
માર્કેડ યાર્ડની તસવીર
રાજકોટના જુના માર્કેટિંગ યાર્ડ ખાતે ખેડૂતોએ પોતાના રજિસ્ટ્રેશન માટે વહેલી સવારથી પહોંચી ગયા હતા. જોકે યાર્ડ ખાતે સોશિયલ ડિસ્ટન્સિંગનું કોઈ પ્રકારનું પાલન થતું નહતું.
રાજકોટઃ સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી (Peanuts) ખરીદીની પ્રક્રિયા માટે આજથી ખેડૂતોએ ઓનલાઈન રજિસ્ટ્રેશન (Online registration) શરૂ કરવામાં આવ્યું હતું. રાજકોટના જુના માર્કેટિંગ યાર્ડ ખાતે ખેડૂતોએ પોતાના રજિસ્ટ્રેશન માટે વહેલી સવારથી પહોંચી ગયા હતા. જોકે યાર્ડ ખાતે સોશિયલ ડિસ્ટન્સિંગનું (Social distance) કોઈ પ્રકારનું પાલન થતું નહતું.
પ્રાંત અધિકારો સહિતના અધિકારીઓ હાજર હોવા છતાં કોઈ વ્યવસ્થા જોવા મળી નોહતી અને રજિસ્ટ્રેશન ટેબલ પર સેમેટાઇઝર કે થર્મલ ગનની પણ વ્યવસ્થા વગર રજિસ્ટ્રેશન ની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલ બાદ તંત્ર દોડતું થયું હતું અને તાત્કાલિક તાલુકા મામલતદાર સહિતના અધિકારીઓ યાર્ડ દોડી આવ્યા હતા અને નિયમોનું પાલન કરવું હતું.
બીજી તરફ આજે પ્રથમ દિવસે ફક્ત 50 ખેડૂતોને ટોકન આપી પ્રક્રિયા બંધ કરી દેતા થોડી વાર માટે ખેડૂતોએ હોબાળો મચાવ્યો હતો જે બાદ ફરીથી ટોકન આપવાની શરૂવાત કરાઈ હતી. યાર્ડના ચેરમેન દ્વારા પણ ખેડૂતોને કોઈ અગવડતા નહિ પડે તેની ખાતરી આપી હતી.
એક તરફ આજથી મગફળીના ઓનલાઈન રજીસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ થઈ છે જે પ્રક્રિયા ગ્રામ્ય લેવલે પણ શરૂ કરવામાં આવી છે પરંતુ ઓપરેટરો હડતાળ પર હોવાથી ખેડૂતોએ પોતાના ગામમાં પણ રજીસ્ટ્રેશન કેન્દ્ર હોવા છતાં રાજકોટ આવવું પડ્યું હતું. મગફળીની ખરીદી માટે રાજકોટ જિલ્લામાં 8 એ.પી.એમ.સી ખાતે 11 કેન્દ્રો નક્કી કરાયા છે.
રાજકોટ જિલ્લામાં લોધીકા અને પડધરી ખાતે એ.પી.એમ.સી સેન્ટર ન હોવાથી આ તાલુકાના ખેડુતોની મગફળીની ખરીદી રાજકોટ ખાતેથી તથા કોટડાસાંગાણી તાલુકાના ખેડુતોની મગફળીની ખરીદી ગોંડલ એમ.પી.એમ.સી. ખાતે કરવામાં આવશે.
" isDesktop="true" id="1030838" >
આથી આ તાલુકાના ખેડુતોએ તેમની નોંધણી પણ ત્યાં જ કરાવવાની રહેશે. આ સીવાય રાજકોટ ખાતે જુની એમ.પી.એમ.સી., ગોંડલ નવી એમ.પી.એમ.સી., જેતપુર એમ.પી.એમ.સી., ધોરાજી એમ.પી.એમ.સી., ઉપલેટા એમ.પી.એમ.સી., જામકંડોરણા એમ.પી.એમ.સી., જસદણ એમ.પી.એમ.સી., વિંછીયા એમ.પી.એમ.સી., ખાતે ખરીદ કેન્દ્રો નક્કી કરાયા છે. આ તમામ મગફળી ટેકાના ભાવે વેંચાણ કરવા ઇચ્છતા ખેડુતોની નોંધણી પ્રક્રિયા આજ થી શરૂ કરવામાં આવી છે.