દર્દીને ફાયદો એ થાય છે કે તેને ઓછા સમયમાં જલદી સારવાર મળી જાય છે.એટલે અમારી પ્રક્રિયા એવી હશે કે જ્યારે કોઈ પણદર્દી અહિંયા દાખલ થાય ત્યારે અને જ્યારે તે હોસ્પિટલમાંથી બહાર નીકળે ત્યાર તેને ઓછા સમયમાં અહિંયા સારવાર મળી શકેતે કરવાનો છે.
Mustufa Lakdawala,Rajkot : રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને ઓછા સમયમાં તાત્કાલિક સારવાર મળી રહેતે માટે એક એપ્લીકેશન બનાવવામાં આવશે, તેવું હાલ પ્લાનિંગ ચાલી રહ્યું છે. જેથી દર્દીઓને પ્રક્રિયામાં લાંબો સમય રાહ જોવી ન પડે અને તાત્કાલિક તેની સારવાર શરૂ થઈ શકે. ત્યારે આવો જાણીએ રાજકોટની સિવિલમાં આ એપ્લીકેશન કેવી રીતે શરૂ કરવામાં આવશે અને દર્દીઓને આનો શું લાભ થશે.
રાજકોટ સિવિલના સુપ્રિરીનટેન્ડન્ટ આર.એસ.ત્રિવેદીએ જણાવ્યું હતું કે રાજકોટ સૌરાષ્ટ્રનું કેપિટલ છે. દર્દીઓને મદદરૂપ થવા માટે એક એપ્લીકેશન શરૂ કરવામાં આવી છે. જેથી કરીને દર્દીઓને તાત્કાલિક સારવાર મળી શકે. આર.એસ.ત્રિવેદીનું કહેવું છે કે કોઈ પણ દર્દીની દવા ચાલુ હોય અને તેની સર્જરી કરવાની હોય તો પહેલા અમે કેશ પરખીએ અને તેને મોકલીએ પછી અમે દર્દીની સર્જરી કરતા હતા. પણ આ પ્રક્રિયામાં સમય વધુ જતો હતો.
ત્યારે આ પ્રક્રિયાને સરળ બનાવવા માટે એક એપ બનનાવવાનું પ્લાનિંગ ચાલે છે. જેમ કે કોઈ પણ દર્દી મેડિસિનમાં દાખલ હોય તો અને તેને સર્જરીની જરૂરિયાત હોય અને ડોક્ટરની જરૂર હોય તો આ એપમાં વિગત ભરી દે તો આ એપ દ્વારા ડાયરેક્ટ સર્જનને ખબર પડે અને તે સર્જરી કરી શકે. અને ડોક્ટર પણ તાત્કાલિક આવી શકે. જેથી આ એપ વિકસાવવામાં આવી રહી છે.
ઘણી વખત અમુક પ્રક્રિયામાં 2-3 કલાક લાગતી હોય તો પણ આ એપ દ્વારા તે સરળ બની શકે છે. ટાઈમ ઓછો કરવા માટે આએપ વિકસાવવામાં આવશે. કારણ કે ઘણા દર્દીઓને માનસિક ડોક્ટરની જરૂર હોય તો જે તે ડોક્ટરને તેની નોટિફિકેશન મળીજશે અને તે ડોક્ટર આવીને તેનો ઈલાજ કરી શકશે.
દર્દીને ફાયદો એ થાય છે કે તેને ઓછા સમયમાં જલદી સારવાર મળી જાય છે.એટલે અમારી પ્રક્રિયા એવી હશે કે જ્યારે કોઈ પણદર્દી અહિંયા દાખલ થાય ત્યારે અને જ્યારે તે હોસ્પિટલમાંથી બહાર નીકળે ત્યાર તેને ઓછા સમયમાં અહિંયા સારવાર મળી શકેતે કરવાનો છે.આ પ્રક્રિયા અમદાવાદમાં ચાલી રહી છે.અને સૌરાષ્ટ્રમાં આ પહેલીવાર થવા જઈ રહ્યું છે.