Rajkot Crime News: કોલગર્લ (callgirl) સાથે રાત્રી ફિટ કરવાના ચક્કરમાં અમદાવાદના યુવકે (ahmedabad boy) એક કલાકમાં એક લાખ રૂપિયા ગુમાવ્યા હોવાનું સામે આવ્યું છે.
રાજકોટઃ રાજકોટ શહેરમાં (Rajkot city) એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જે કિસ્સામાં કોલગર્લ (callgirl) સાથે રાત્રી ફિટ કરવાના ચક્કરમાં અમદાવાદના યુવકે (ahmedabad boy) એક કલાકમાં એક લાખ રૂપિયા ગુમાવ્યા હોવાનું સામે આવ્યું છે. ત્યારે સમગ્ર મામલે પોલીસ દ્વારા ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
રાજકોટ સહિત સમગ્ર દેશભરમાં online fraudના કિસ્સામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે રાજકોટ શહેરમાં online fraud નો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદના યુવકે રાજકોટમાં કોલ ગર્લ સાથે રાત વિતાવવાના ચક્કરમાં એક લાખ રૂપિયાનું ટ્રાન્જેક્શન માત્ર એક કલાકમાં કરી પોતાના પૈસા ગુમાવ્યા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદના જયેશ ઉધરેજીયા નામનો યુવક વેપાર ધંધા અર્થે ગુરૂવારના રોજ રાજકોટ આવ્યો હતો.
રાજકોટ માટે કુવાડવા રોડ પરની એક હોટલમાં રોકાયો હતો તેમજ રાત્રી રોકાણ પણ તેને રાજકોટમાં કરવાનું વિચાર્યું હતું. પરિણીત જયેશ ઉધરેજીયાએ પોતાની રાત રંગીન કરવા કોલ ગર્લ શોધખોળ હાથ ધરી હતી. જે અંતર્ગત તેણે પોતાના મોબાઈલમાં કોલ ગર્લ સર્ચ કરી એક વેબસાઇટ ખોલતા જ યુવતી ના મોબાઇલ નંબર અને ભાવ સહિતની વિગતો જોવા મળી હતી. યુવકે તે નંબર પર રાત્રિના સાડા નવ કલાકે હાઈ લખી મેસેજ કર્યો હતો.
ત્યાર બાદ ગણતરીની જ મીનીટોમાં તેને સામેના નંબર પરથી રીપ્લાય મળ્યો હતો. રીપ્લાય મળતાની સાથે યુવકે પ્રથમ 1000 રૂપિયા રજીસ્ટ્રેશન અર્થે મોકલી આપ્યા હતા. ત્યારબાદ સામેના નંબરમાંથી યુવતી સાથે સમય વિતાવવાના એક કલાકથી લઈને full night સુધીના ભાવ મોકલી આપવામાં આવ્યા હતા. યુવકે full night નું ઓપ્શન પસંદ કરી રૂપિયા 6,000 મોકલી આપ્યા હતા. નંબર વેબસાઇટ પર દર્શાવવામાં આવ્યો હતો તેના પર જઈને ફોન કરતા યુવતીના બદલે કોઈ યુવકે ફોન રિસીવ કર્યો હતો.
રાજકોટના ભુપેન્દ્ર રોડ પર આવેલી એક હોટલમાં યુવતી છે અને ત્યાં જ તેની સાથે રાજવી આવશે તેવું કહેતા યુવક હોટલ પર પહોંચ્યો હતો. ત્યાં પહોંચી જયેશ રિસેપ્શન પર વાત કરી હતી. જો કે રિસેપ્શન પર ફરજ પર હાજર રહેલા વ્યક્તિએ આ પ્રકારની કોઇપણ પ્રવૃત્તિ હોટલમાં ન થતી હોવાનું જણાવ્યું હતું. દરમિયાન રંગીન કરવાના ચક્કરમાં ફસાયેલાં છે એસે મેસેજ પર સતત સંપર્ક ચાલુ રાખતા સામેથી પ્રત્યુત્તર મળ્યો હતો કે, યુવતી ફોટો શૂટ કરી રહી છે થોડીક જ વારમાં તે રિસેપ્શન પર આવશે.
" isDesktop="true" id="1192775" >
જયેશ દ્વારા પ્રથમ 1000 અને ત્યારબાદ 8500, 8500, 17000, 20000 સહિતના જુદા-જુદા ટ્રાન્જેક્શન દ્વારા ઓનલાઇન પેમેન્ટ કર્યું હતું. સામેના નંબર દ્વારા મેસેજ મોકલીને જણાવવામાં આવ્યું હતું કે 6000 સિવાયની રકમ તમને પરત આપશે. ગણતરીની મિનિટમાં રૂપિયા એક લાખનું પેમેન્ટ કર્યા બાદ યુવતી જોવા નહોતી મળી અને પોતે છેતરાયા હોવાનું તેને ભાન થયું હતું. જેના કારણે તેણે નજીકના પોલીસ સ્ટેશન અને ત્યારબાદ પોલીસ કંટ્રોલ રૂમ ખાતે દોડી જવાની ફરજ પડી હતી.