Home /News /rajkot /Rajkot: ઉધાર પૈસા લઇ કરાવ્યા હતા બહેનના લગ્ન, આજે 100થી વધુ દીકરીનું કર્યું કન્યાદાન!

Rajkot: ઉધાર પૈસા લઇ કરાવ્યા હતા બહેનના લગ્ન, આજે 100થી વધુ દીકરીનું કર્યું કન્યાદાન!

X
એક

એક સમયે બહેનના લગ્ન કરાવવા પૈસા વ્યાજે લીધા, આજે 100થી વધુ દીકરીઓના કર્યા કન્યાદ

આજે અમે એક એવા વ્યક્તિ સાથે પરિચય કરાવવા જઈ રહ્યાં છીએ કે જેને એક સમયે મિત્રની બહેનના લગ્ન કરાવવા માટે પૈસા વ્યાજેલીધા હતા. આજે એ જ વ્યક્તિએ અત્યાર સુધીમાં 100થી વધુ દીકરીઓનું કન્યાદાન કર્યું છે.

 • Hyperlocal
 • Last Updated :
 • Rajkot, India
  Mustufa Lakdawala,Rajkot : કહેવાય છે કે કન્યાદાન સૌથી શ્રેષ્ઠ દાન કહેવામાં આવે છે.એક દિકરી ઘરમાં હોય એટલેઘરમાં રોશની હોય. પણ જ્યારે આ દીકરીના કન્યાદાનની વાત આવે એટલે ભલ ભલા લોકોના હ્રદય પીગળી જાય.. ત્યારે આજે અમે એક એવા વ્યક્તિ સાથે પરિચય કરાવવા જઈ રહ્યાં છીએ કે જેને એક સમયે મિત્રની બહેનના લગ્ન કરાવવા માટે પૈસા વ્યાજે લીધા હતા. આજે એ જ વ્યક્તિએ અત્યાર સુધીમાં 100થી વધુ દીકરીઓનું કન્યાદાન કર્યું છે.

  આપણે આજે વાત કરી રહ્યાં છીએ શાપરના જીઆરડી જવાન વિશે કે જેને છેલ્લા 13 વર્ષમાં 100થી વધુ દીકરીઓને પરણાવી છે. જો કે શરૂઆતમાં તો પૈસા ઉછીના લીધા હતા અને પછી હપ્તા ભરીને દીકરીઓનું કન્યાદાન કર્યું હતું. આ સાથે જ આ ભાઈકરિયાવરમાં દરેક દીકરીને 100થી વધુ વસ્તુઓ આપે છે.  આજના સમયમાં દેખાદેખી એટલી વધી ગઈ છે કે ગરીબ માવતરને તેની દીકરીને કેવી રીતે પરણાવી તેની ચિંતા સતાવે છે..ત્યારેશાપરના જીઆરડી ઈન્ચાર્જ તરીકે ફરજ બજાવતા બલરાજ દેવમુરારીએ ગરીબ દીકરીઓના મા–બાપ બનીને યથાશકિતએપરણાવી સાસરે વળાવાનો સેવા યજ્ઞ હાથ ધર્યો છે.

  બલરાજભાઈને સંતાનમાં બે પુત્ર જ હતા. દીકરી પ્રત્યેના પ્રેમને લઈને તેઓએ દીકરી દતક લીધી અને સાથે જ એવી દીકરીઓ જેનામાતા-પિતા ન હોય અથવા તો ઘરની આર્થિક પરિસ્થિતિ સારી ન હોય તેવી દીકરીઓને પરણાવવાનો નિશ્ચય કર્યો. પણ તમનેજણાવી દયે કે એક સમય એવો હતો કે જ મિત્રએ બહેનના લગ્ન માટે વ્યાજે લીધેલા નાણા ચૂકવવા જે મુશ્કેલી પડી હતી એ જોઈનેપણ બલરાજભાઈએ આ સંકલ્પ કર્યેા હતો.  બલરાજભાઈએ વર્ષ 2010થી દીકરીઓના લગ્ન કરાવવાનું સેવાનું કાર્ય હાથમાં લીધી હતું. શરૂઆતમાં 2 પછી 5 પછી 15-15 દીકરીઓના ધામધૂમથી લગ્ન કરાવ્યાં.શરૂઆતમાં જ્યારે સમૂહલગ્નના આયોજન કરવાનું નક્કી કર્યું ત્યારે કોઈ દાતા પણ મળેતેમ ન હતા તે સમયે તો ઉછીના પૈસા લઇ, હપ્તા ભરીને પણ બલરાજભાઈએ દીકરીઓના લગ્ન કરાવ્યા.

  આજે બલરાજભાઈ અને તેના ગ્રુપના લોકો દીકરીઓને ઘરવખરીની તમામ વસ્તુઓ ઉપરાંત સેટી, કબાટ, સોનાની એક વસ્તુ, કપડા સહિતની 100 જેટલી વસ્તુઓનો કરિયાવર આપે છે. વર્ષમાં બે વખત બલરાજભાઈ સમૂહલગ્ન કરાવે છે. ત્યારે આગામી27 ડિસેમ્બરે સમુહ લગ્નનું આયોજન કર્યું છે.
  Published by:Vijaysinh Parmar
  First published:

  Tags: Local 18, રાજકોટ

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन