પ્રજાસત્તાક દિનની પૂર્વ સંધ્યાએ 3 ભુલકાનો વીડિયો વાઈરલ
ભુલકાઓની દેશભક્તિનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે.જેમાં એક સાડા 4 વર્ષના જયનું તબલાવાદન જોઈને તમે પણ અભિભૂત થઈ જશો.કારણ કે આ બાળક નાની ઉંમરમાં ખુબ જ સારી રીતે તબલા વગાડી રહ્યો છે.
Mustufa Lakdawala,Rajkot : આવતીકાલે 26મી જાન્યુઆરીની ઉજવણી રંગેચંગે કરવામાં આવશે.ત્યારે લોકોના રોમ રોમમાં દેશભક્તિ જોવા મળી રહી છે.કોઈ તિરંગાની ખરીદી કરી રહ્યું છે તો કોઈ ઘરમાં 26મી જાન્યુઆરીને લઈને લઈને ઘર સજાવી રહ્યું છે.એવામાં એક દેશ ભક્તિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે.
આવતીકાલે પ્રજાસત્તાક દિવસની જોરશોરથી ઉજવણી કરવામાં આવશે. એવામાં ભુલકાઓની દેશભક્તિનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે.જેમાં એક સાડા 4 વર્ષના જયનું તબલાવાદન જોઈને તમે પણ અભિભૂત થઈ જશો.કારણ કે આ બાળક નાની ઉંમરમાં ખુબ જ સારી રીતે તબલા વગાડી રહ્યો છે.
26મી જાન્યુઆરીની પૂર્વ સંધ્યાએ 3 નાના બાળકોનો અતિ સુંદર વીડિયો વાઈરલ થઈ રહ્યો છે.જેમાં માત્ર 4.5 વર્ષનો બાળક જય ચૌહાણ તબલાવાદન સાથે 10 વર્ષીય મહેશ્વરીના ગાયનનો વીડિયો વાઈરલ થયો છે.લોકો આ વીડિયોને ખુબ શેર કરી રહ્યાં છે.
તમને જણાવી દયે કે જે પણ આ વીડિયો જોઈ રહ્યાં છે તે આ વીડિયોને લાઈક અને શેર કરી રહ્યાં છે.એક પ્રાઇવેટ સ્કૂલમાં અભ્યાસ કરતા આ બાળકોની દેશ ભાવનાના લોકો જોરશોરથી વખાણ કરી રહ્યાં છે. આટલી નાની ઉંમરમાં આટલી સરસ રીતે તબલા વગાડવા અને દેશભક્તિના ગીતો ગાવા તે ખુબ મોટી વાત છે.