Home /News /rajkot /રાજકોટ : જાહેરમાં યુવતીની છેડતીનો CCTV Video,રાહદારીઓએ લુખ્ખાતત્વને ઢીબી નાખ્યો

રાજકોટ : જાહેરમાં યુવતીની છેડતીનો CCTV Video,રાહદારીઓએ લુખ્ખાતત્વને ઢીબી નાખ્યો

રાજકોટના મંગળા રોડ પર જાહેરમાં છેડતી, પોલીસે લુખ્ખા તત્વને પકડી પાડ્યો

Rajkot News: રાજકોટમાં (Rajkot) આજે ધોળેદિવસે એક દીકરીની છેતડીનો પ્રયાસ (Girl Molested in Rajkot), જોકે, રાજકોટના નાગરિકોએ કઈ પણ વિચાર્યા વિના લુખ્ખાને મેથી પાક ચખાડ્યો, જુઓ સીસીટીવી (CCTV Video) વીડિયો

રાજકોટ :  રાજકોટ શહેરમાં (Rajkot) એક ચોંકાવનારો અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. રાજકોટ શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા મંગળા રોડ (Mangala Road Rajkot) પર એક યુવતી સાથે છેડતી તેમજ મારામારીની (Nurse Molested in Rajkot) ઘટના ઘટી હોવાનું સામે આવ્યું છે. રાજકોટ શહેરમાં ધોળા દિવસે નર્સિંગ ના વ્યવસાય સાથે જોડાયેલી યુવતી સાથે એક આધેડે છેડતી તેમજ યુવતીને માર માર્યો હોવાની ઘટના સામે આવી છે. જે સમગ્ર ઘટના સીસીટીવી ફુટેજમાં (Rajkot Girl Molestation CCTV Video)  કેદ થતાં સીસીટીવી સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ રહ્યા છે. જેના કારણે સમગ્ર મામલો મીડિયામાં (Social Media) પ્રકાશિત થતાં પોલીસે તાત્કાલીક અસરથી આરોપી ભાવેશ બિજલભાઈ ઝરીયા (Bhavesh Zariya) નામના વ્યક્તિને ઝડપી પાડી અટકાયતી પગલા લીધા છે.

તાજેતરમાં જ સુરત કોર્ટ દ્વારા ગ્રીષ્માં ના હત્યારા ફેનીલ ને ફાંસીની સજા સંભળાવી છે. ગ્રીષ્માં ની હત્યા જે સમયે થઈ હતી ત્યારે ના કેટલાક લોકોએ પોતાના મોબાઈલ ફોનના કેમેરામા કેદ કરી લીધી હતી. ત્યારબાદ વિડિયો સોશિયલ મીડિયામાં મોટા પ્રમાણમાં viral પણ થયો હતો.

પહેલાં છેડતી કરી બાદમાં માર મારવા લાગ્યો

વાયરલ થયેલા વિડિયો બાદ સૌ કોઈ એક જ વાત કહેતું હતું કે ત્યાં હાજર રહેલા લોકો પૈકી ત્રણ ચાર લોકોએ પણ જો હિંમત દાખવી હોત તો ગ્રીષ્માં જીવીત હોત. ત્યારે રાજકોટ શહેરમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા મંગળા રોડ પર નર્સિંગ ના વ્યવસાય સાથે જોડાયેલી એક યુવતી જઈ રહી હતી. આ સમયે ત્યાં એક ભાવેશ જરીયા નામના આધેડે યુવતી સાથે પ્રથમ છેડતી કરી અને ત્યારબાદ તેને માર મારવા લાગ્યો હતો.

આ પણ વાંચો : રાજકોટ: મહિલા કારચાલકે યુવાનને લીધો અડફેટે, જુઓ અકસ્માતના live CCTV

રીક્ષા ચાલક બડો લઈને ઉતર્યો અને ભાવેશની ધોલાઈ શરૂ કરી

ત્યાંથી પસાર થઇ રહેલા અન્ય એક આધેડે પોતાના ટુ વ્હીલર ઊભું રાખી યુવતીને ભાવેશના ચંગુલ માંથી બચાવવાનો સતત પ્રયત્ન કર્યો હતો. ત્યારબાદ એક બાદ એક રસ્તા પરથી નીકળનારા લોકો એકઠા થઇ ગયા હતા અને ભાવેશ ના સકંજામાંથી યુવતીને છોડવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા. આ સમયે રીક્ષામાંથી પસાર થનાર એક યુવાન રિક્ષામાંથી નીચે ઉતરી આવ્યો હતો અને રીક્ષામાં પડેલી લાકડી વડે આરોપીને સરાજાહેર મેથીપાક ચખાડ્યો હતો.પોલીસ ફરિયાદની તજવીજ

સમગ્ર મામલાની જાણ પોલીસને થતાં પોલીસ દ્વારા યુવતીને નિવેદન તેમજ ફરિયાદ નોંધાવવા માટે એ ડિવિઝન પોલીસ ખાતે બોલાવવામાં આવી છે. તેમજ ગણતરીની જ કલાકમાં આરોપી ભાવેશ ઝરિયાને રાઉન્ડઅપ કરી તેની અટકાયત પણ કરવામાં આવી છે. ત્યારે પોલીસ દ્વારા કઈ કલમ હેઠળ આરોપી વિરુદ્ધ ગુનો નોંધવામાં આવે છે તે જોવું અતિ મહત્ત્વનું બની રહેશે.

આ પણ વાંચો : RMC Recruitment 2022: રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 617 જગ્યાની ભરતી, અહીંથી કરો અરજી

રાજકોટની પ્રજાની બહાદુરી

આમ, રાજકોટની જનતાએ ફરી એક વખત સાબિત કરી દીધું છે કે દીકરીઓ અને બહેનો ની લાજ બચાવવા તેઓ કંઈ પણ કરી છૂટશે. તેમજ રાજકોટવાસી હોય કે અન્ય કોઈ પરપ્રાંતિય જો કોઈ દીકરીઓ અને બહેનો સાથે ગેરવર્તણુક કરતા ઝડપાશે તો તેને જાહેર મેથીપાક પણ ચખાડવામાં આવશે. તો બીજી તરફ પોલીસે પણ ગણતરીની જ કલાકોમાં આરોપીને ઝડપી પાડી પોતાની ફરજ પૂર્ણ કરી છે
Published by:Jay Mishra
First published:

Tags: CCTV Video, ગુજરાતી સમાચાર, છેડતી, રાજકોટ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો