Mustufa Lakdawala,Rajkot : સૌરાષ્ટ્રમાં અત્યારે ખેડૂતો અને ક્રિકેટરો પર ચિંતાના વાદળ છવાઈ ગયા છે.કારણ કે સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે.જેના કારણે ખેતરમાં ઉભા પાકને નુકસાન થઈ રહ્યું છે. બીજી તરફ ક્રિકેટ રમતા યુવાનોમાં હાર્ટ એેટેકના કેસ જોવા મળી રહ્યાં હોવાથી ક્રિકેટરો પર પણ ચિંતાના વાદળો છવાયા છે.
હાર્ટએટેકથી યુવાનોના મોત થવામાં રાજકોટ અત્યારે આગળ
ક્રિકેટ રમતા લોકો પર કાળ મંડરાઇ રહ્યો હોય તેમ રાજકોટમાં એક પછી એક એમ 5 યુવાનોના ક્રિકેટ રમતાં રમતાં હાર્ટએટેક આવતાં મોત નીપજ્યું છે. જેથી ક્રિકેટ જગતમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.હજુ 2 દિવસ પહેલા જ શહેરના શાસ્ત્રી મેદાનમાં મિત્રો સાથે ક્રિકેટ રમતા મયુરભાઈ નટવરભાઈ મકવાણાને અચાનક હાર્ટએટેક આવતાં ઢળી પડ્યા હતા.અને આ પહેલા 4 યુવાનોના હાર્ટ એટેકના કારણે મોત નિપજ્યા હતા.
હાર્ટએટેકથી યુવાનોના મોત થવામાં રાજકોટ અત્યારે આગળ છે. રાજકોટમાં ક્રિકેટ રમતા રમતા 5 અને ફૂટબોલ રમતા 1 સહિત કુલ 7 લોકોના મોત થયા છે.રાજકોટમાં આ પહેલા પણ આવી જ ઘટનામાં 4 યુવકોના મોત થઈ ચૂક્યા હતા. પહેલા તો યુવાનોને હાર્ટ એટેક આવતા હતા, પરંતું હવે તે આધેડ ઉંમરના લોકોને પણ હાર્ટ એટેક આવી રહ્યાં છે.
સૌરાષ્ટ્રમાં માવઠું થતાં શાકભાજીના ભાવ વધ્યા, ખેડૂતો પર પડ્યા પર પાટુ સમાન સ્થિતિ
સૌરાષ્ટ્રના રાજકોટ સહિત અનેક જિલ્લાઓમાં માવઠું પડયું છે. જેથી ખેડૂતોના શિયાળુ પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે.પાકને નુકસાન થતાં શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે.શાકભાજીના ભાવમાં વધારો થતા લોકો પણ ઓછી ખરીદી કરી રહ્યા છે.ત્યારે ગ્રાહકો ઘટતા વેપારીઓને પણ મુશ્કેલી પડી રહી છે. આમ સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે.