Home /News /rajkot /રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા નોન આલ્કોહોલીક બિયરના સેમ્પલ લેવાયા
રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા નોન આલ્કોહોલીક બિયરના સેમ્પલ લેવાયા
તેવામાં આ સ્કેમ દ્વારા મૂળ મુદ્દો તમારી પ્રાઇવેટટ ડિટેલ્સને ચોરવાનો છે. અને આ સિવાય આ સ્ક્રેમ તમારો સમય બગાડી બિલકુલ ના ફસાતા. આનાથી ખાલી સ્કેમરને જ ફાયદો થશે.
રાજય સરકારના ફૂડ વિભાગને નોન આલ્કોહોલીક બીયરમાં આલ્કોહોલ હોવા અંગેની ફરિયાદ મળી હતી
રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખાના ફૂડ વિભાગ દ્વારા જાહેર જન આરોગ્ય હિતાર્થે ખોરાકજન્ય તેમજ પાણીજન્ય રોગચાળાના અટકાયતી પગલાંના ભાગરૂપે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ અન્વયે આલ્કોહોલીક બિયરના સેમ્પલ લીધા હતા
રાજય સરકારના ફૂડ વિભાગને નોન આલ્કોહોલીક બીયરમાં આલ્કોહોલ હોવા અંગેની ફરિયાદ મળતા રાજયના તમામ વિસ્તારમાં નોન આલ્કોહોલીક બીયરના સેમ્પલ લેવા અંગે મળેલી સુચના અન્વયે નોન આલ્કોહોલીક બીયરના સેમ્પલ લેવામાં આવેલ છે.
ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટની જોગવાઈ અન્વયે નોન આલ્કોહોલીક બીયરમાં કાર્બોનિક પીણામાં માન્યતા પ્રાપ્ત સ્વીટનર તથા કલરનો ઉપયોગ થઈ શકે છે. આલ્કોહોલની હાજરી અથવા પ્રતિબંધીત સ્વીટનર તથા કલર પરીક્ષણમાં મળ્યે સેમ્પલ ફેઈલ જાહેર કરવામાં આવે છે.