Mustufa Lakdawala,Rajkot : જૂનાગઢ ગિરનારની પાવનકારી લીલી પરિક્રમા હવે પુરી થઈ ગઈ છે.ત્યારે આ દરમિયાન લીલી પરિક્રમાના રૂટ પર હજારો કિલો પ્લાસ્ટિકનો કચરો ભેગો થાય છે.. આ પરિક્રમા પૂરી થયા બાદ ઘણા NGO આ રૂટ પર આવે છે અને આ પ્લાસ્ટિકના કચરાથી મુક્ત કરે છે. અને પર્યાવરણનું સંતુલન જાળવી રાખે છે. ત્યારે રાજકોટના એક NGO દ્વારા પહેલાથી જ આ કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી હતી.રાજકોટની વાઇલ્ડ લાઇફ કન્ઝર્વેશન ટ્રસ્ટ દ્વારા પરિક્રમાના રૂટ પર એક સ્ટોલ લગાવવામાં આવ્યો હતો.જ્યાં આ NGO દ્વારા લોકો પાસેથી પ્લાસ્ટિકની થેલીઓ લઈને તેને કાપડની થેલી આપી હતી. જેથી પર્યાવરણને નુકસાન ન થાય.
રાજકોટની વાઇલ્ડ લાઇફ કન્ઝર્વેશન ટ્રસ્ટ દ્વારા પરિક્રમાના રૂટ પર 5 દિવસ દરમિયાન 800 હજાર કિલો કરતા વધુ પ્લાસ્ટિકની બેગ ભેગી કરી હતી. અને જંગલમાં જતો પ્લાસ્ટિકનો કચચો અટતાવ્યો હતો.આ સાથે જ આ NGO દ્વારા લોકોને 18 હજાર કાપડની થેલીનું વિતરણ કર્યું હતું અને એ પણ વિનામૂલ્યે.
તમને જણાવી દયે કે વાઈલ્ડલાઈફ કંઝર્વેશન ટ્રસ્ટ- રાજકોટ દ્વારા ગિરનાર પરીક્રમા દરમ્યાન પાંચ દિવસ માટે ઈટવા ગેટ પાસે એક સ્ટોલ લગાવવામાં આવ્યો હતો.. જ્યાં 24x7 યાત્રિકો પાસેથી પ્લાસ્ટિકની કોથળીઓ પરત લઈ બદલામાં 300 કિલો પેપર બેગ, 50 કિલો પસ્તી, શીશુવિહારના સહયોગથી 10000 અને અન્ય દાતાઓ તરફથી મળેલા જુના કપડામાંથી સિવવામાં આવેલ 8000 એમ કુલ 18 હજાર કાપડની થેલીઓનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતુ.
આમ અંદાજીત 800 કિલોથી વધારે પ્લાસ્ટિકના કચરાને જંગલમાં જતો અટકાવવામાં આવ્યો હતો.આ સમગ્ર કામગીરી જૂનાગઢ વન વિભાગ અને જૂનાગઢ મ્યુ. કોર્પો.ના સાથ-સહકારથી કરવામાં આવ્યું હતું. આ વર્ષે પરિક્રમા કરવા માટે આવનાર ભાવિકોની સંખ્યા 10 લાખની આસપાસ પહોંચી ગઈ છે. ત્યારે પરિક્રમા માટે આવતા પરિક્રમાથીઓ પોતાના ઘરેથી જમવાની વસ્તુઓ પ્લાસ્ટિકની બેગમાં ઈને પરિક્રમા પથ પર જોવા મળે છે. ત્યારે ગિરનાર જંગલમાં પ્લાસ્ટિકનું પ્રદૂષણ શક્ય બને તેટલું ઘટાડી શકાય તે આ NGO દ્વારા કાપડની બેગનું વિતરણ કરવામાં આવ્યું હતું.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર