Mustufa Lakdawala,Rajkot : રાજકોટમાં કોરોના બાદ નવા વાઇરસનો ભોગ બાળકો બની રહ્યા છે. જેનું નામ ટોમેટો ફીવર છે. જો તમારા બાળકોના હાથ-પગની પાની ઉપર ફોડલા હોઈ, તાવ હોઈ, મોઢાની અંદર છાલા પડી ગયા હોઈ તો આવા બાળકોને આપણે આપણા ઘરે જ રાખવા. અન્ય બાળકો સાથે રમવા કે સ્કૂલે મોકલીશું નહિ. આ રોગ 7 દિવસમાં મટી જાય છે કારણ કે બાળકની રોગ પ્રતિકારક શક્તિ વધી જાય છે. આ રોગ મટી જાય પછી બાળક પોતાની નોર્મલ જિંદગી તરફ વળી જાય છે.
આ અંગે જાણીતા પીડિયાટ્રીકે જણાવ્યું હતું કે, બેઝિકલી હેન્ડ એન્ડ માઉથ ડિસિઝ એટલે કે ટોમેટો એ ઓકઝાસિઝ વાઇરસથી થતો આ રોગ થતો જોવા મળે છે. આ એન્ટોક્ટ ફેમિલીમાંથી બીલોન્ગ કરતો વાઇરસ છે. નોર્મલી બાળકોમાં રોગ પ્રતિકારક શક્તિ ઓછી જોવા મળે ત્યારે આ વાઇરસ દેખા દેતો હોઈ છે. છેલ્લા ત્રણેક મહિનાથી આ ટોમેટો વાઇરસના કેસ બાળકોમાં ખુબ વધી રહ્યા છે.
વધુમાં જણાવ્યું હતું કે, ખાસ કરીને આની ચેપ ફેલાવાની શક્યતા ખુબ વધારે છે. કારણ કે આ વાઇરસ શરીર પર ફોલલીઓમાંથી નીકળતા પ્રવાહીમાંથી, શ્વાશોશ્વાશમાં હવા બહાર નીકળે છે એમાંથી, લાળ અને યુરિન દ્વારા વાઇરસ ટ્રાન્સપ્લાન્ટ થતું જોવા મળે છે. આ ઉપરાંત બાળકો એકબીજાના સંપર્કમાં આવે તો આ વાઇરસ ફેલાઈ છે. હાલ ચોમાસાની ઋતુ હતી અને વાઇરસ માટે એકદમ અનુકૂળ વાતાવરણ હતું.
વધુમાં જણાવ્યું હતું કે, આ ઉપરાંત છેલ્લા ત્રણ મહિનાથી સામાન્ય વાઇરલના કેસ પણ વધતા હતા. જેને કારણે બાળકોની ઇમ્યુનીટી ડાઉન થવાને કારણે બાળક આ વાઇરસનો ભોગ બનતો હોઈ છે. મુખ્યત્વે આ વાઇરસ સામાન્ય તાવ જોવા મળે છે. સૌથી પહેલા બાળક ખાવાનું બંધ કરે છે, આ ઉપરાંત મોઢાની અંદર રસાના કારણે બાળકને ભાવશે નહીં. એને કારણે બાળકને ભૂખ વધી જાય છે. બાળક ન ખાવાને કારણે ઇમ્યુનીટી વધુ ઘટે છે. જેને કારણે ઇન્ફેક્શન સ્પ્રેડ થવાની શક્યતા વધી જાય છે. એકથી સાત દિવસમાં આ ટોમેટો ફીવર ધીમે ધીમે મટી જાય છે. પણ ઘણા બાળકોમાં આ રોગ 10થી 14 દિવસ લાંબો ચાલે છે.
વધુમાં જણાવ્યું હતું કે, જ્યાં સુધી બાળકને રેસ છે ત્યાં સુધી બાળક એકબીજાને ચેપ ફેલાવતું હોઈ છે. આવા રેસવાળા બાળકો છે તેને ખાસ કરીને એક સૂચના આપું છું કે આવા લક્ષણો દાખલા તરીકે માથાનો દુખાવો, સામાન્ય તાવ, ઉધરસ, છીંક આવવી, હાથ-પગ ઉપર ફોલલીઓ જોવા મળે છે. આવા બાળકને સાત દિવસ અન્ય બાળકના સંપર્કમાં ન આવે તે રીતે તેને સાત દિવસ બાળકને એકલો રાખવો જોઈએ.
વધુમાં જણાવ્યું હતું કે, આ સમયે બાળકને વધુમાં વધુ પ્રવાહી આપવું જોઈએ. તેમજ લક્ષણો મુજબ દવા અપાવી જોઈએ. ડોક્ટરની સલાહ મુજબ બાળકોને દવા અપાવી જોઈએ. જે બાળકમાં રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોઈ તેને ન્યુમોનિયા થવાની શક્યતા વધુ રહે છે. સાવ ઓછા કિસ્સામાં આ રોગ જીવલેણ છે બાકી આઠથી દસ દિવસમાં આ રોગ મટી જાય છે. આ રોગ 1થી 5 વર્ષના બાળકોમાં જોવા મળે છે, જયારે 5 વર્ષથી ઉપરના બાળકોમાં આ રોગ જોવા મળતો નથી. જેમાં પણ પ્લે હાઉસ ગ્રુપ છે એ જ ગ્રુપમાં આ રોગ જોવા મળે છે. પાંચ વર્ષથી મોટા બાળકોમાં રોગ પ્રતિકારક શક્તિ સુધરવાને કારણે રોગનું પ્રમાણ નહિવત પ્રમાણમાં હોઈ છે. રોજના 5થી 6 બાળકો આ રોગના શિકાર બને છે. પણ ખાસ દવાની જરૂરિયાત હોતી નથી.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: રાજકોટ