Mustufa Lakdawala,Rajkot : સોશિયલ મીડિયાના ઉપયોગે આપણુ જીવન તો સરળ બનાવી દીધું છે. પણ આ જ સોશિયલ મીડિયાનો કેટલાક લોકો ગેરલાભ ઉઠાવીને આપણી સાથે છેતરપિંડી કરે છે.આ લોકોના કારણે નિર્દોષ લોકો ભોગ બને છે.અત્યારે સાઈબર માફિયાઓ PGVCL અને અલગ અલગ મોટી કંપનીઓના નામ આપીને આપણી સાથે છેતરપીંડિ કરે છે.ત્યારે PGVCL, સાઈબર ક્રાઈમ અને પોલીસ આવા મેસેજથી સાવધાન રહેવા લોકોને અપીલ કરી છે.આ સાથે જ લોકોને પણ જાગૃત બનવા માટે કહે છે. એવામાં રાજકોટમાં અત્યારે PGVCLના કર્મચારી હોવાનું કહીને મોટા મોટા ફ્રોડ કરવામાં આવી રહ્યા છે.જેની પોલીસ ફરિયાદ પણ પોલીસ ચોપડે નોંધાઈ છે.સાઈબર માફિયાઓ પોતે પીજીવીસીએલના કર્મચારી હોવાનું કહીને બાકી બિલ ભરવાનું કહીને લીંક મોકલે છે અને પોતાના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરાવી લે છે.
આ માફિયાઓ લોકોને 'ડીઅર કસ્ટમર તમારું વીજ કનેક્શન બાકી છે તેથી તમારું વીજ કનેક્શન કટ થઇ જશે.' આવો મેસેજ કરે છે. બાદમાં ફોન કરીને પણ તમને જાણ કરે છે.. જેથી તમે બિલ ભરી દો.અને બિલ ભરવા માટે લિંક પણ મોકલે છે. રાજકોટ પોલીસના જણાવ્યા મુજબ તેમની પાસે અત્યાર સુધીમાં 10 જેટલી ફરિયાદ નોઁધાઈ છે.પોલીસે જણાવ્યું કે તેઓ ફોન કરીને બિલ ભરવા માટે કહે છે અને નહીં ભરો તો વીજ કનેકશન કટ થઈ જશે તેવું કહે છે. જેથી સામેવાળા લોકો ડરી જાય.આ સાથે જ તેઓ PGVCL જેવી જ લીંક મોકલે છે અને દેખાડો એવો જ કરે છે કે તેઓ PGVCLમાંથી છે.
જો કે સમગ્ર મામલે PGVCLના MDએ લોકોને સાવધાન રહેવાની અપીલ કરી છે. આમ આપણી આસપાસ વધી રહેલા સાયબર ક્રાઈમના કેસ ખરેખર ચિંતાનો વિષય છે. જો કે સાયબર ક્રાઈમ બ્રાન્ચ આ કેસોમાં ઘણી મદદ કરે છે. પરંતુ કડક નિયમો અને કડક સજાની સાથે લોકોમાં પણ જાગૃતિ હોવી જોઈએ જેથી કરીને તેઓ કોઈની જાળમાં ફસાઈ ન જાય અને પોતાના પૈસાની પોતે જ રક્ષા કરી શકે.
જાણો કેવી રીતે આ ઠગો લોકોને છેતરે છે?
સાયબર માફિયાઓ લોકોને ફોન કરીને વીજબીલ પ્રોસેસ થવાનું બાકી છે તેમ કહે છે. ગ્રાહકને એવું કહે છે કે તમે પેમેન્ટ ભલે કર્યું છે પરંતુ તે ઓનલાઈન દેખાડતું નથી. આવુ કહીને તેઓ ટીમ વ્યુઅર એપ ડાઉનલોડ કરવાનું કહે છે. અને તેના મોબાઈલનો કંટ્રોલ લઈ લે છે. બાદમાં ગ્રાહકને ઓનલાઈન પેમેન્ટની ફરજ પાડે છે. સાયબર માફિયાઓ ટીમ વ્યુઅરના પાસવર્ડથી ગ્રાહકની તમામ વિગતો ઠગબાજને મળી જાય છે અને લોકો સાથે છેતરપીંડિ કરે છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: CYBER CRIME, Electricity, Local 18, કૌંભાંડ, રાજકોટ