ભારતનાં ઉત્તર પૂર્વનાં રાજ્યો અને ગુજરાતની કલા સંસ્કૃતિનાં સમન્વયથી હાથશાળ, હસ્તકલાના કલા-કારીગરોએ પોતાની અવનવી આઈટમ મુકી હતી. જેનું વેચાણ પણ મોટાપાયે થયું હતું.
ભારતનાં ઉત્તર પૂર્વનાં રાજ્યો અને ગુજરાતની કલા સંસ્કૃતિનાં સમન્વયથી હાથશાળ, હસ્તકલાના કલા-કારીગરોએ પોતાની અવનવી આઈટમ મુકી હતી. જેનું વેચાણ પણ મોટાપાયે થયું હતું.
Mustufa Lakdawala,Rajkot : નોર્થ ઈસ્ટર્ન હેન્ડીક્રાફ્ટ એન્ડ હેન્ડલુમ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને ટ્રાયફેડના સંયુક્ત ઉપક્રમે ‘‘એક ભારત શ્રેષ્ઠ ભારત’’ થીમ પર હસ્તકલા હાટ મેળો રાજકોટમાં યોજાયો હતો. આ મેળામાં ભારતનાં ઉત્તર પૂર્વનાં રાજ્યો અને ગુજરાતની કલા સંસ્કૃતિનાં સમન્વયથી હાથશાળ, હસ્તકલાના કલા-કારીગરોએ પોતાની અવનવી આઈટમ મુકી હતી. જેનું વેચાણ પણ મોટાપાયે થયું હતું.
આ મેળો રાજકોટના શાસ્ત્રીનગર મેદાનમાં 26, 27 અને 28 તારીખ યોજાયો હતો જેમાં ત્રણ દિવસ દરમિયાન કારીગરોએ કુલ રૂ. 60,15,136 રૂપિયાનું વેચાણ કર્યું હતું. પ્રથમ દિવસે 17,64,847/- બીજા દિવસે રૂ. 26,48,865/- અને ત્રીજા દિવસે રૂ. 16,64,424/- નું અનુક્રમે વેચાણ કર્યું હતું. જેમાં આસામ અને નાગાલેન્ડ રાજ્યના કારીગરોએ સૌથી વધારે વેચાણ કર્યું છે. તેમાં પણ સાડી, વાંસમાંથી બનાવેલ વસ્તુઓ અને ફર્નિચરનું વધારે વેચાણ થયું છે.
ઉત્તર પૂર્વના 48 કારીગરો ગુજરાતના 57 કારીગરોએ અને લાઈવ ડેમોના 10 કારીગરો એમ થઈને 104 કારીગરોએ ત્રણ દિવસમાં કૂલ 60 લાખથી વધુ રકમનું વેચાણ કર્યું હતું.
આ મેળો આસામ, અરુણાચલ પ્રદેશ, મણીપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, સિક્કિમ, ત્રિપુરા મળીને કુલ 8 રાજ્યોના કારીગરો શીતલ પટ્ટી, કેન એન્ડ બામ્બુ, મોતીકામ, બ્લેક સ્મિથ, ડ્રાય ફ્લાવર બાસ્કેટ ટ્રે, જ્યુટ-વુડન વર્ક, જ્વેલરી, ડોલ એન્ડ ટોઝ તેમજ ટેક્ષટાઇલ હેન્ડલુમ એન્ડ હેન્ડીક્રાફ્ટની વિવિધ કલા-કારીગરીના કામણ પાથર્યા હતા.
આ મેળામાં 50થી વધુ સ્ટોલમાં ગુજરાત રાજ્યના માટીકામ, કચ્છી બાંધણી, અજરખ બ્લોક પ્રીન્ટ, કચ્છી એમ્બ્રોઇડરી, લેધર વર્ક, બીડ વર્ડ, ડબલ ઇકત પટોળા, કચ્છી શાલ, હેન્ડલૂમ વસ્તુનું વણાટ, સાડી- દુપટ્ટા-શાલ વુલન- હેન્ડલૂમ વસ્તુઓ, પેચ વર્ક, મીનાકારી વર્ક, મોતીકામ, ગૃહ સુશોભનની વગેરે હાથશાળ હસ્તકલાની વિવિધ ચીજ-વસ્તુઓ જોવા મળી હતી.