Home /News /rajkot /મારા પતિએ દિયર અને તેના મિત્ર સમક્ષ મારી સાથે દુષ્કર્મ આચર્યું, મહિલાએ દાખલ કરી પોલીસ ફરિયાદ

મારા પતિએ દિયર અને તેના મિત્ર સમક્ષ મારી સાથે દુષ્કર્મ આચર્યું, મહિલાએ દાખલ કરી પોલીસ ફરિયાદ

પતિએ દિયર અને તેના મિત્ર સામે આચર્યું દુષ્કર્મ

પરિણીતાએ પોલીસ સમક્ષ તેમના પતિ, દિયર અને પતિના મિત્ર વિરુદ્ધ એક ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદમાં તેમણે જણાવ્યું કે, મારા પતિએ મારા દિયર અને તેના મિત્રની નજર સમક્ષ મારી પર દુષ્કર્મ આચર્યું છે.

રાજકોટ: શહેરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પરિણીતાએ પોલીસ સમક્ષ તેમના પતિ, દિયર અને પતિના મિત્ર વિરુદ્ધ એક ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદમાં તેમણે જણાવ્યું કે, મારા પતિએ મારા દિયર અને તેના મિત્રની નજર સમક્ષ મારી પર દુષ્કર્મ આચર્યું છે. આ બાદ, તેમણે ત્રણેય મળીને મને માર પણ માર્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, પરિણીતાએ ફરિયાદમાં પોતાના પતિ ડાયા નાથાભાઈ સોલંકી, દિયર રૂડા નાથાભાઈ સોલંકી તેમજ પતિના મિત્ર છોટુનું નામ આપ્યું છે. પરિણીતાએ પોતાની પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે, તેણીના લગ્ન આઠ વર્ષ પૂર્વે પોરબંદરના યુવક સાથે થયા હતા.

આ પણ વાંચો:  મોરબી: મુસ્લિમ યુવકે હિન્દુ નામ ધારણ કરી યુવતીને ફસાવી બળાત્કાર કર્યાની ફરિયાદ

લગ્ન જીવન દરમિયાન તેમને પુત્ર રત્નને જન્મ આપ્યો છે, જે હાલ પાંચ વર્ષનો છે. ત્રણ વર્ષ પૂર્વે તેણીએ છુટાછેડા લઈ લીધા હતા. બાદમાં મેલડી માતાના મંદિરે ડાયા નાથા સોલંકી સાથે તેને લગ્ન કર્યા હતા, અને ત્યારબાદ બે વર્ષ સુધી તે બંને પતિ પત્ની તરીકે સાથે રહ્યા હતા. પતિ ડાયા સોલંકી નાની નાની બાબતે ઝઘડો કરી તેમજ મારપીટ કરતો હોય જેના કારણે 8 માસ પૂર્વે મહિલાએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

20 ડિસેમ્બરના રોજ સવારના 6 વાગ્યા આસપાસ પતિ ડાયા, દિયર રૂડા અને મિત્ર છોટુ ધાબા ઉપરથી ઘરમાં ઘુશી આવ્યા હતા. ઘરમાં ઘુસી બાથરૂમનો દરવાજો લાતોથી તોડીને બાથરૂમમાં ઘૂસી ગયા હતા. ત્યારબાદ મારા વાળ ખેંચીને મને બહાર કાઢવામાં આવી હતી. બહાર કાઢ્યા બાદ ત્રણેય શખ્સો દ્વારા મને લાકડી વડે બેફામ મારવામાં આવ્યો હતો. લાકડી વડે બેફામ માર્યા બાદ મારા દિયર અને મારા પતિના મિત્રની સમક્ષ જ મારા પતિએ મારી સાથે બળજબરીપૂર્વક સંબંધ બાંધ્યો હતો.

આ પણ વાંચો: મહિલાએ દીકરી પર બળાત્કાર કરનાર પિતાનો પ્રાઈવેટ પાર્ટ જ કાપી નાખ્યો, CCTVમાં કેદ થઈ હતી ઘટના!

મને ઈજા પહોચી હોવાના કારણે સારવારના બહાને મારા પતિ ઇકો કારમાં મનેકાન્તા સ્ત્રી વિકાસ ગૃહ પાસે આવેલા ગેસ્ટ હાઉસમાં લઈ ગયા હતા. ત્યારબાદ મારા આધાર કાર્ડ પર એન્ટ્રી કરાવી ગેસ્ટ હાઉસમાં જઈ ત્યાં પણ મારી સાથે દુષ્કર્મ આચાર્યું હતું.

આ સમગ્ર મામલે પોતાના પતિ દિયર તેમજ તેના મિત્ર વિરુદ્ધ પરિણીતાએ પોલીસ કમિશનર કચેરી ખાતે ફરિયાદ નોંધાવા બાબતે અરજી કરી હતી. જે અરજી સંદર્ભે પોલીસ કમિશનર કચેરી ખાતેથી તાલુકા પોલીસ સ્ટેશનને ફરિયાદ નોંધવા આદેશ કર્યો હતો. ત્યારે તાલુકા પોલીસ મથકમાં તમામ આરોપીઓ વિરુદ્ધ 376 (b), 376 (2)(એન), 323, 506 (2) તેમજ 114 અને જીપી એક્ટની કલમ હેઠળ ગુનો નોંધાયો છે.
Published by:Samrat Bauddh
First published:

Tags: Rajkot Rape, Rape News, Rape-case

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો