નેન્સી અને હુસેન ઈબ્રાહીમ દલવાણીના લગ્ન આજથી સાત આઠ વર્ષ પૂર્વે થયા હતા.
પોતાનો જ પતિ પોતાના પ્રેમીને જાનથી મારવાનો પ્રયાસ કરી રહ્યો હતો તે સમયે નેન્સી ત્યાં જ હાજર હતી. સમગ્ર મામલાની જાણ પોલીસને થતા પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ હતી. ત્યારબાદ નિવેદન અર્થે નેન્સીને પોલીસ સ્ટેશનને લઈ જવામાં આવી હતી જ્યાં તેણીએ સમગ્ર ઘટના વર્ણવી હતી.
રાજકોટ (Rajkot) શહેરના યુનિવર્સિટી પોલીસ સ્ટેશન (Rajkot Police) વિસ્તારમાં મંગળવારના રોજ મિત્રના હાથે જ મિત્રની હત્યા (Friend Killed Friend)નો બનાવ બન્યો હોવાનું સામે આવ્યું હતું. સમગ્ર મામલાની જણ સ્થાનિક પોલીસ, ક્રાઇમ બ્રાન્ચ, તેમજ એસ.ઓ.જી ને થતા તાત્કાલીક અસરથી સ્થાનિક પોલીસ ક્રાઇમ બ્રાન્ચ તેમજ એસ.ઓ.જી ઘટનાસ્થળે દોડી ગઇ હતી. સ્થાનિક પોલીસ દ્વારા જરૂરી પંચનામાની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ લાશને પોસ્ટ મોર્ટમ અર્થે પીએમ રૂમ ખાતે ખસેડવામાં આવી હતી. જે સમયે હત્યા (Rajkot Murder)ની ઘટના ઘટી તે સમયે આરોપીની પત્ની પણ ત્યાં હાજર હતી.
પોતાની પત્નીને મિત્ર સાથે જોઈ જતા ખેલાયો ખૂની ખેલ
જાણવા મળતી વિગત અનુસાર નેન્સી અને હુસેન ઈબ્રાહીમ દલવાણીના લગ્ન આજથી સાત આઠ વર્ષ પૂર્વે થયા હતા. નેન્સી મૂળ ગોવાની છે. આજથી સાત આઠ વર્ષ પૂર્વે નેન્સી અને હુસેને પ્રેમ લગ્ન કર્યા હતા. લગ્ન જીવન દરમિયાન બંનેને સંતાનમાં બે દીકરી હોવાનું પણ હાલ સામે આવ્યું છે. છેલ્લા ત્રણેક વર્ષથી નેન્સી હુસેનના મિત્ર અખ્તરના પ્રેમમાં હતી. છેલ્લા કેટલાય સમયથી હુસેનને પોતાની પત્ની પોતાના જ મિત્ર ના પ્રેમમાં હોવાની જાણ થઇ હતી. પરંતુ તે બંનેને રંગે હાથે ઝડપી પાડવા માંગતો હતો.
(ફોટોમાં મૃતક અખ્તર)
દરમિયાન મંગળવારના રોજ હુસેનને જાણ થઈ કે તેની પત્ની તેના મિત્રને મળવા પહોંચી છે. જે જાણ થતાં જ હુસેન પોતાના એક મિત્ર સાથે ત્યાં જઈ ચડ્યો હતો કે જ્યાં નેન્સી અને અખ્તર બંને એકબીજા સાથે પ્રેમાલાપ કરી રહ્યા હતા. બંનેને એકબીજા સાથે પ્રેમાલાપ કરતા જોઈ જતા હુસેન રોષે ભરાયો હતો. એક બાદ એક એમ કરી કુલ 11 જેટલા ઘા અખ્તરને ઝીંકી દીધા હતા. અખ્તર ગંભીર રીતે ઘાયલ થતાં તેને સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. જે દરમિયાન રસ્તામાં જ તેનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું હતું.
જાણવા મળતી માહિતી અનુસાર આરોપી હુસેનભાઇ અબ્રાહિમ ભાઈ દલવાણી પાસેનો ધંધો કરતો હોવાનું સામે આવ્યું છે. હાલ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા હુસેન દલવાણી ને તો ઝડપી પાડવામાં આવ્યો છે. પરંતુ હત્યામાં તેની સાથે જે શખ્સ મદદગારીમાં હતો તે ક્યાં છે તે બાબતે હજુ પોલીસ શોધખોળ કરી રહી છે.
મૃતકના પરિવારે આધાર સ્તંભ ગુમાવ્યો
પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ અખ્તર મંડપ સર્વિસનું કામકાજ કરે છે. થોડા વર્ષો પૂર્વે તેના પિતાનું બીમારી સંબંધ મોત નીપજ્યું છે. જે બાદ અખ્તર તેની માતા સાથે પોતાની નાની ભેગો જ રહેતો હતો. ત્યારે એકના એક પુત્રનું મોતની પત્તા પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.
પોતાનો જ પતિ પોતાના પ્રેમીને જાનથી મારવાનો પ્રયાસ કરી રહ્યો હતો તે સમયે નેન્સી ત્યાં જ હાજર હતી. સમગ્ર મામલાની જાણ પોલીસને થતા પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ હતી. ત્યારબાદ નિવેદન અર્થે નેન્સીને પોલીસ સ્ટેશનને લઈ જવામાં આવી હતી જ્યાં તેણીએ સમગ્ર ઘટના વર્ણવી હતી.