Home /News /rajkot /

રાજકોટ: નરેશ પટેલના વેવાઈના બંગલા થયેલી હત્યા મામલે શંકાસ્પદ વ્યક્તિની અટકાયત; સીસીટીવી ફૂટેજ આવ્યા સામે

રાજકોટ: નરેશ પટેલના વેવાઈના બંગલા થયેલી હત્યા મામલે શંકાસ્પદ વ્યક્તિની અટકાયત; સીસીટીવી ફૂટેજ આવ્યા સામે

પોલીસે ગણતરીની કલાકોમાં એકની અટકાયત કરી

Rajkot murder case: હત્યા મામલે ડીસીપી ઝોન 2 સુધીર કુમાર દેસાઈએ જણાવ્યું હતું કે, "મૃતક વિષ્ણુ બંગલાના માલિક પ્રવીણભાઈ પટેલ સાથે છેલ્લા 37 વર્ષથી સંકળાયેલા છે. છેલ્લા ચારેક વર્ષથી વિષ્ણુભાઈ આ બંગલાનું સાર-સંભાળ રાખી રહ્યા હતા."

રાજકોટ: મંગળવારના રોજ ખોડલધામના પ્રમુખ નરેશભાઇ પટેલ (Naresh Patel)ના વેવાઈ પ્રવીણભાઈ પટેલના બંગલામાં હત્યા (Murder case)નો બનાવ બન્યો હોવાનું સામે આવ્યું હતું. સમગ્ર મામલાની જાણ માલવિયાનગર પોલીસ (Malviya Nagar police station)માં થતાં તાત્કાલિક અસરથી પોલીસનો કાફલો તેમજ ક્રાઈમ બ્રાન્ચ (Rajkot crime branch), ડીસીપી સહિતના અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. ઘટના સ્થળ પર પહોંચેલી પોલીસને મૃતકની બાજુમાં એક ડિસમિસ પડેલું મળી આવ્યું હતું. આ કેસમાં વિવિધ સીસીટીવી ફૂટેજ (CCTV Footage) પણ સામે આવ્યા છે. આ મામલે પોલીસે એક વ્યક્તિની અટકાયત કરી હોવાનો દાવો બંગલાના માલિક પ્રવિણ પટેલે કર્યો છે. આ એ જ વ્યક્તિ છે જેને પ્રવિણ પટેલે પોતાની ઑફિસમાંથી એક મહિના પહેલા કાઢી મૂક્યો હતો. પોલીસે આ મામલે હજુ  સુધી કોઈ ફોડ પાડ્યો નથી.

બુકાનીધારક શખ્સ સીસીટીવીમાં કેદ


સમગ્ર મામલે મીડિયા સાથેની વાતચીતમાં ડીસીપી ઝોન 2 સુધીર કુમાર દેસાઈએ વાતચીત કરતાં જણાવ્યું હતું કે, "મૃતક વિષ્ણુ બંગલાના માલિક પ્રવીણભાઈ પટેલ (Pravin Patel) સાથે છેલ્લા 37 વર્ષથી સંકળાયેલા છે. છેલ્લા ચારેક વર્ષથી વિષ્ણુભાઈ આ બંગલાનું સાર-સંભાળ રાખી રહ્યા હતા. રાત્રિના સાડા આઠ વાગ્યાના અરસામાં એક બુકાનીધારી તેમજ ટોપીધારી વ્યક્તિની બંગલામાં અવર જવર દેખાઈ રહી છે. પોલીસે ઘટનાસ્થળની નજીકના પણ સીસીટીવી ફૂટેજ મેળવ્યા છે. જેમાં શંકાસ્પદ વ્યક્તિની હિલચાલ સ્પષ્ટપણે જોવા મળી રહી છે."

આ મામલે પોલીસે વધુમાં જણાવ્યું હતું કે, "તપાસ ટીમે સમગ્ર ઘટનામાં ડોગ સ્કવોર્ડ તેમજ એફએસએલની ટીમને પણ મદદ મેળવી છે. માલવિયાનગર પોલીસ દ્વારા ઘટનાનો પંચનામું કરી મૃતકની લાશને પોસ્ટ મોર્ટમ અર્થે પીએમ રૂમ ખાતે મોકલવામાં આવશે. પીએમની પ્રક્રિયા પૂર્ણ થઇ ગયા બાદ મૃતકની લાશને તેના પરિવારજનોને સોંપવામાં આવશે."


બંગલામાં તમામ વસ્તુઓ જેમની તેમ હતી


ડીસીપીના જણાવ્યા પ્રમાણે બંગલામાં હત્યાની ઘટના ચોક્કસ બની છે. પરંતુ બંગલામાં તમામ વસ્તુઓ જેમની તેમ છે. જેથી ઘટનાને અંજામ આપનાર શખ્સ ચોરી કે લૂંટના ઇરાદે પ્રવેશ્યો ન હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવી રહ્યું છે. જાણવા મળતી વિગત અનુસાર આરોપીને મૃતકનું નામ તેમજ બંગલો કોનો છે તે સહિતની તમામ માહિતીની જાણકારી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.


પોલીસે ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલ્યો


નરેશ પટેલના વેવાઈના ઘરે થયેલી હત્યા મામલે પોલીસે ગણતરીની કલાકોમાં જ એક વ્યક્તિની અટકાયત કરી લીધી છે. અટકાયત  કરવામાં આવનાર વ્યક્તિને એક મહિના પહેલા કાઢી મૂક્યો હતો.  બંગલાના માલિક પ્રવિણ પટેલે  અટકાયત કરવામાં આવેલા વ્યક્તિને કોટેચા સ્થિતિ ઑફિસમાં કામ પર રાખ્યો હતો.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: ગુનો, પોલીસ, રાજકોટ, સીસીટીવી

આગામી સમાચાર