રાજકોટ મનપા કમિશનર કહ્યું, સીટીના વિઝનથી લઈને દરેક કામોને બજેટમાં ઉતારવામાં આવે
મનપા કમિશનરે જણાવ્યું કે બજેટ છે તે કોઈ પણ સીટીની આકાંક્ષાઓ છે તેને દર્શાવે છે.એટલે એ જે વિઝન આપણે સીટી માટે રાખીએ છીએ તે વ્યસ્થિત કરવા માટે આપણે તેને બજેટમાં ઉતારી શકીએ છીએ.
Mustufa Lakdawala,Rajkot : જેમ જેમ બજેટની તારીખો નજીક આવી રહી છે. તેમ તેમ બજેટની ચર્ચાઓ જોરશોરથીચાલી રહી છે.ત્યારે રાજકોટ કોર્પોરેશનના કમિશનર અમિત અરોરાએ બજેટને લઈને કેટલીક વાતો કહી છે.જેમાં તેમને જણાવ્યું છેકે બજેટ પાસ કેવી રીતે થાય છે અને તેમાં ક્યાં ક્યા મુદ્દાઓ તેમં કેવી રીતે સમાવવામાં આવે છે તે જણાવ્યું હતું.
RMC કમિશનર અમીત અરોરાએ જણાવ્યું હતું કે બજેટ જે છે તે કોઈ પણ કોર્પોરેશન કે યુએલબી માટે આવનાર વર્ષ માટે જેકામો કરવાના હોય તેની સાથે સાથે જે સીટીનું વિઝન હોય.જેમ કે આવનાર વર્ષમાં સીટીના ક્યા કામો કરવાના છે અને આપણેઆગામી સમયમાં સીટીને કેવા પ્રકારનું જોવા માંગણીએ છીએ.તે પણ દર્શાવતુ હોય છે.
બજેટ છે તે કોઈ પણ સીટીની આકાંક્ષાઓ છે તેને દર્શાવે છે.એટલે એ જે વિઝન આપણે સીટી માટે રાખીએ છીએ તે વ્યસ્થિત કરવા માટે આપણે તેને બજેટમાં ઉતારી શકીએ છીએ.અને ક્યાયને ક્યાંય તેનો પાયો નાખી શકીએ છીએ.લોકોની શું અપેક્ષા છેતેઓ કઈ રીતે સીટીને જોવા માંગે છે.તે બજેટમાં ઉતારી શકાઈ છે.
સિટિ લેવલ સજેશન હોય, પ્રોજેક્ટનું સજેશન હોય તે તમામ માટે સૂચનો મંગાવવામાં આવે છે.જેના માટે ઓનલાઈન ફોર્મ પણ મુકવામાં આવ્યું છે. જેમ જેમ સુચનો આવશે એ રીતે આપણે તેના પર ચર્ચા વિચારણા કરીશું.અને બજેટમાં તેને મુકીશું.
ગયા વર્ષે લગભગ 2300 કરોડનું બજેટ હતું.. જેમાં ઘણા બધા કોમ્પોનેન્ટસ હોય છે. કે કેટલા કરોડના કામો થયા અને કેટલાકામો બાકી છે. ઘણા ગ્રાન્ટ આધારિક પ્રોજેક્ટ હોય છે. જે ગ્રાન્ટ પર ડિપેન્ડ હોય છે. અમુક પ્રોજેક્ટમાં ફિઝિબિલિટિ રિપોર્ટ હોયછે. પ્રોજેક્ટના અલગ અલગ મોડ હોય છે.જેથી આગામી વર્ષ માટે પણ આ જ પ્રકારના કામ કરવામાં આવશે.