રાજકોટમાં એક 28 વર્ષના દિકરાનો ગંભીર અકસ્માત થયો હતો. આ દરમિયાન ડોક્ટરે તેને બ્રેઈન ડેડ જાહેર કર્યા હતા. પરિવારે મક્કમ થઈને પુત્રના અંગોનું દાન કરવાનો નિર્ણય લીધો હતો.
રાજકોટમાં એક 28 વર્ષના દિકરાનો ગંભીર અકસ્માત થયો હતો. આ દરમિયાન ડોક્ટરે તેને બ્રેઈન ડેડ જાહેર કર્યા હતા. પરિવારે મક્કમ થઈને પુત્રના અંગોનું દાન કરવાનો નિર્ણય લીધો હતો.
Mustufa Lakdawala, Rajkot : કહેવાય છે કે અંગદાન સૌથી મોટુ દાન છે. અંગદાન કરવાથી કેટલાક લોકોનો જીવ બચાવી શકાઈ છે.પણ આ નિર્ણય લેવો પરિવાર માટે ખુબ અઘરી વાત હોય છે. ત્યારે રાજકોટમાં એક 28 વર્ષના દિકરાનો ગંભીર અકસ્માત થયો હતો. આ દરમિયાન ડોક્ટરે તેને બ્રેઈન ડેડ જાહેર કર્યા હતા. પરિવારે મક્કમ થઈને પુત્રના અંગોનું દાન કરવાનો નિર્ણય લીધો હતો. આજે ભલે તેમનો દિકરો આ દુનિયામાં ન હોય પણ તેના અંગોના દાન થકી આજે તેનો દિકરો અન્ય 7 લોકોને જીવન આપશે. મૃતકના યુવાનનાં ભાઈએ જણાવ્યુ હતું કે, અમારો ભાઈ જ્યા પણ જતો હતો ત્યાં હેલમેટ પહેરીને જતો હતો. શાકભાજી લેવા જવુ હોય તો પણ તે હેલમેટ પહેરીને જતો હતો. પણ આ દિવસે તે તેના ફ્રેન્ડના ઘરે ગયો હતો અને ત્યાં નાના છોકરાએ ફરવા લઈ જવા કહ્યું તો બધા બહાર નીકળ્યા અને આ ઘટના બની. આજે અમે અમારો ભાઈ ગુમાવ્યો છે. પણ આજે અમારો ભાઈ અન્ય 7 લોકોમાં જીવીત રહેશે. અમારા પરિવારે હિંમત દાખવીને તેના અંગોનું દાન કર્યું છે.
વધુમાં તેમને કહ્યું કે, જેનું બ્રેઈન ડેડ થાય છે, તેના અન્ય અવયવો કામ કરતા હોય છે એટલે જો તેમના અંગોનું દાન કરવાથી કોઈના દિકરા-દીકરીનો જીવ બચી જાય તો એનાથી વિશેષ દાન એકેય નથી.આંખ, લિવર, કિડની, હર્દય સહિતના અંગોનું દાન કર્યું છે.
મૃતક યુવકના માતાએ ભીની આંખે કહ્યું કે, અમે અમારો દિકરો તો ગુમાવ્યો છે. પણ ડોક્ટરની સલાહખી અમે તેના અંગોનું દાન કર્યું છે. આપણે તો અંતિમ સંસ્કાર કરીએ છીએ અને તે રાખ થઈ જાય છે અને આપણે તેને પાણીમાં વહાવી દઈએ છીએ. એના કરતા અમે વિચાર્યુ કે, અમારો દિકરો અન્ય લોકોમાં જીવશે. આ વિચારીને અમે તેના અંગોનું દાન કર્યું છે. આ સાથે જ તેના માતાએ કહ્યું કે, અમારો દિકરો ક્યારેય હેલમેટ વગર નીકળ્યો ન હતો.પણ આ જ દિવસે તેને હેલમેટ પહેર્યો ન હતો અને આ અકસ્માત થયો છે.એટલે અન્ય લોકોને પણ હેલમેટ પહેરવા અપિલ કરી હતી.
ડો. હિરેન વાઢિયાએ જણાવ્યું હતું કે, 29 તારીખે રાતે 28 વર્ષના નૈતિક ભાઈને હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા. જેનો અકસ્માત થયો હતો. આ દરમિયાન તેને મગજમાં ઈજા થઈ હતી. 24 કલાકની સારવાર બાદ પણ તેને મગજની સારવાર કામ કરી ન હતી. બાદ તેમના બ્રેઈન ડેડ માટેના તમામ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. બાદ તેમને બ્રેન ડેડ જાહેર કરવામાં આવ્યા હતા. બાદ પરિવારને અંગદાન માટેનું કહેવામાં આવ્યું હતું. અને તેઓએ તરત જ હા પાડી દીધી હતી. જેથી તેઓ તેમના દિકરાના અંગોનું દાન કર્યું છે.