Home /News /rajkot /Rajkot: LICના IPOના વિરોધમાં રાજકોટમાં 125થી વધુ કર્મચારીઓએ હડતાળ પાડી

Rajkot: LICના IPOના વિરોધમાં રાજકોટમાં 125થી વધુ કર્મચારીઓએ હડતાળ પાડી

LICના IPOના વિરોધમાં રાજકોટમાં 125થી વધુ કર્મચારીઓએ હડતાળ પાડી

LICના કર્મચારીઓએ ખાનગીકરણ અને IPOના વિરોધમાં સુત્રોચ્ચાર પણ કર્યા હતાં. બીજી તરફ આજે જ LICનો IPO શેરમાર્કેટમાં ખુલ્યો છે ત્યારે દેશભરના LICના કર્મચારીઓમાં વિરોધનો વંટોળ ઉઠ્યો છે.

મુસ્તુફા લાકડાવાલા,રાજકોટ: ઓલ ઇન્ડિયા ઇન્સ્યુરન્સ એપ્લોઇઝ એસોસિએશન (LIC)ના કર્મચારીઓએ (Employees)આજે બે કલાક હડતાળ (Strike)પાડી હતી. LIC નું ખાનગીકરણ અને IPOના વિરોધમાં રાજકોટ (Rajkot) સહિત દેશભરના કર્મચારીઓ બે કલાક કામથી અગળા રહ્યા હતાં. રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના LICના કર્મચારીઓ આજે સવારે 11.30થી બપોરના 1.30 વાગ્યા સુધી હડતાળ પર ઉતાર્યા હતાં. હડતાળમાં 125થી વધુ કર્મચારીઓ જોડાયા હતાં.

LICના કર્મચારીઓએ ખાનગીકરણ અને IPOના વિરોધમાં સુત્રોચ્ચાર પણ કર્યા હતાં. બીજી તરફ આજે જ LICનો IPO શેરમાર્કેટમાં ખુલ્યો છે ત્યારે દેશભરના LICના કર્મચારીઓમાં વિરોધનો વંટોળ ઉઠ્યો છે. કર્મચારીઓ આક્ષેપ સાથે જણાવી રહ્યા છે કે, કેન્દ્ર સરકાર કર્મચારીઓનું હિત બાજુ પર મુકી ખાનગીકરણ માટે ધડાધડ પગલા લઇ રહી છે. અગાઉ IPOના વિરોધમાં કર્મચારીઓએ બે દિવસ રાષ્ટ્રવ્યાપી હડતાળ પર ઉતર્યા હતા.

આ પણ વાંચો: સ્પોઝલ સાઇટ પર JCB નુ ટાયર ફાટતા પાલિકા કર્મચારીનું મોત, 3 મહિના પહેલા જ થયા લગ્ન

હડતાળમાં જોડાયેલા LICના કર્મચારીએ જણાવ્યું હતું કે, રાજકોટમાં સવા સોથી વધુ કર્મચારીઓ હડતાળમાં જોડાયા છે. ખાસ કરીને આજે LICનો IPO ભરાયો છે જે ખાનગીકરણનું પ્રથમ પગથયું છે. દેશની અંદર આ જ રીતે પહેલા 5 ટકા, 10 ટકા, 50 ટકા IPO ખોલીને ઘણી સરકારી સંસ્થાનું ખાનગીકરણ કરવામાં આવ્યું છે. LIC વિશ્વની દસમા નંબરની વીમા કંપની છે. જેને સોનાની મરઘી માનવામાં આવે છે અને સરકાર તેને કાપવાનું કામ કરી રહી છે.
First published:

Tags: LIC IPO, Rajkot city, રાજકોટ