Home /News /rajkot /મચ્છુ-3 ડેમ સતત બીજી વખત ઓવરફ્લો, ન્યારી-1 ડેમના ગેટ ખોલાયા; ગામોને કરાયા એલર્ટ

મચ્છુ-3 ડેમ સતત બીજી વખત ઓવરફ્લો, ન્યારી-1 ડેમના ગેટ ખોલાયા; ગામોને કરાયા એલર્ટ

મોરબી મચ્છુ-3 ડેમ ઓવરફ્લો

Machchu-3 Dam Overflow: ટંકારાના નસીતપર ગામ પાસેનો ડેમી-2 ડેમ ઓવરફ્લો થયો છે, ગેટ ખોલવામાં આવશે તેની ચેવતણી અપાઇ છે

    રાજકોટ: રાજ્યમાં 100 ટકાથી પણ વધુ વરસાદ પડી ગયો છે અને હજુ તો આગામી દિવસોમાં વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. રાજ્ય સિવાય ઉપરવાસમાં પણ ભારે વરસાદને લીધે નદીઓ અને ડેમ છલકાઇ રહ્યા છે. હવે મોરબીના મચ્છુ-3 ડેમમાં નવા નીરની આવક થઇ છે. મચ્છુ-3 ડેમ સતત બીજી વખત ઓવરફ્લો થયો છે. હાલ ડેમનો એક ગેટ અડધો ફૂટ સુધી ખોલવામાં આવ્યો છે. ડેમમાં 467 ક્યુસેક પાણીની આવક અને જાવક થઇ છે.

    ટંકારાના નસીતપર ગામ પાસેનો ડેમી-2 ડેમ ઓવરફ્લો થયો છે. અહીં ડેમ ઓવરફ્લો થતાં ગેટ ખોલવામાં આવી શકે છે. ગેટ ખોલવામાં આવશે તેની ચેવતણી અપાઇ છે. જેના પગલે મોરબી, ટંકારા, જોડિયાના કાંઠાના ગામોને તાકીદ કરવામાં આવી છે. ડેમ ઓવરફ્લો થતાં ગેટ ખોલવામાં આવી શકે છે, ત્યારે સ્થાનિક તંત્ર દ્વારા પણ તાકીદના પગલા લેવામાં આવી રહ્યા છે અને કાંઠાના ગામોને સતર્ક રહેવા તાકીદ કરવામાં આવી છે.


    આ પણ વાંચો: સુરત: બિલ્ડરે રૂપિયા લીધા બાદ દુકાનનો કબ્જો ન આપ્યો, ખરીદનાર અને તેની પત્નીને ફટકારી


    બીજી બાજુ, રાજકોટના ન્યારી-1 ડેમના 5 ગેટ 2 ફૂટ ખોલવામાં આવ્યા છે. ડેમમાં 6 હજાર ક્યૂસેક પાણીની આવક સામે જાવક થઇ રહી છે. ડેમના નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. રાજકોટ તાલુકાના કાંઠાના ગામોને તાકીદ કરાઇ છે. સાથે જ જેતપુરનો છાપરવાડી-2 ડેમનો 1 ગેટ 1 ફૂટ ખોલાયો છે.

    નોંધનીય છે કે, રાજ્યમાં સતત વરસાદનું જોર વધશે. 5 દિવસ ભારેથી અતિભારે વરસાદ રહેશે. મંગળવારે 2 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આજે સૌરાષ્ટ્રના 2 જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. રાજકોટ, પોરબંદર, અમરેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બીજી બાજુ, આવતીકાલે સૌરાષ્ટ્રના પાંચ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Dam overflow, Gujarat News, Gujarat rain

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन