Home /News /rajkot /Gujarat Election: મોરબીની દુર્ઘટનાએ બ્રિજેશ મેરજાની ટિકિટ કાપી? કાંતિ અમૃતિયાને તૈયાર રહેવા આવ્યો ફોન

Gujarat Election: મોરબીની દુર્ઘટનાએ બ્રિજેશ મેરજાની ટિકિટ કાપી? કાંતિ અમૃતિયાને તૈયાર રહેવા આવ્યો ફોન

બ્રિજેશ મેરજા કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા હતા.

Morbi: આ દુર્ઘટનાએ પંચાયત મંત્રી બ્રિજેશ મેરજાની ટિકિટ કાપાઇ છે. મોરબીથી કાંતિ અમૃતિયાને તૈયાર રહેવા માટે ફોન આવ્યો છે.

  મોરબી: ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની તારીખ જાહેર થઈ ગઈ છે, ત્યારે મોરબી જિલ્લામાં પ્રથમ તબક્કામાં પહેલી ડિસેમ્બરના રોજ ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે મોરબીમાં તાજેતરમાં જ ઝૂલતો પુલ તૂટી પડવાની દુર્ઘટના ઘટી હતી. જેમાં 135 લોકોનાં મોત થયા છે. જેની અસર પણ ચૂંટણીના ઉમેદવાર પર પડી હોવાનું જણાઇ રહ્યું છે. મળતી માહિતી પ્રમાણે, આ દુર્ઘટનાએ પંચાયત મંત્રી બ્રિજેશ મેરજાની ટિકિટ કાપાઇ છે. મોરબીથી કાંતિ અમૃતિયાને તૈયાર રહેવા માટે ફોન આવ્યો છે.

  મેરજા કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા


  મોરબી જિલ્લામાં કુલ ત્રણ વિધાનસભા સીટ પર ચૂંટણી યોજવામાં આવે છે. વર્ષ 2017ની ચૂંટણીની વાત કરીએ તો, મોરબી જિલ્લાની ત્રણેય બેઠક પર કોંગ્રેસના ઉમેદવારની જીત થઈ હતી. જોકે, બાદમાં કોંગ્રેસના ચૂંટાયેલા એક ધારાસભ્યો રાજીનામું આપી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા અને ચૂંટાયા પણ હતા. બ્રિજેશ મેરજાએ રાજ્યસભાની ચૂંટણી પહેલાં વર્ષ 2020માં કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું અને ભાજપમાં જોડાઈ ગયા હતા. પક્ષપલટા અંગે બ્રિજેશ મેરજાએ કહ્યું હતું કે, 'કોંગ્રેસની માનસિકતા હવે બદલાવવા લાગી છે. કોંગ્રેસ હવે ખાબોચિયા જેવો પક્ષ બની ગયો છે. તેમાં રહીને લોકસેવા થઇ શકે તેમ ન હોવાથી મારા અંતરઆત્માએ મને ઢંઢોળ્યો અને ભાજપમાં જોડાઇ ગયો.

  આ પણ વાંચો: ભાજપનાં આ ઉમેદવારોને રાતે ટિકિટ ફાઇનલનાં આવ્યાં ફોન

  રાજીનામા બાદ ફરીથી ચૂંટણી લડી હતી


  ત્યારબાદ યોજાયેલી પેટાચૂંટણીમાં ભાજપે આયાતી ઉમેદવાર બ્રિજેશભાઈ મેરજાને ટિકિટ આપી હતી. આ પેટાચૂંટણીમાં ભાજપના બ્રિજેશભાઈ મેરજાએ કોંગ્રેસના જયંતી પટેલને હરાવીને જીત મેળવી હતી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ બ્રિજેશભાઈ મેરજાની હાજરીનો ભાજપને ફાયદો થયો છે.
  " isDesktop="true" id="1281650" >

  ગુજરાતમાં 14મી વિધાનસભાની ચૂંટણી 9મી ડિસેમ્બર, 2017 અને 14 ડિસેમ્બરના રોજ યોજાઈ હતી. 18મી ડિસેમ્બરના રોજ મતગણતરી કરવામાં આવી હતી. આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને બહુમતી મળી હતી. જોકે, 2012ની ચૂંટણીની સરખામણીમાં કૉંગ્રેસનો વોટ શેર અને બેઠકમાં વધારો થયો હતો. ગુજરાતમાં 1985 પછી કોંગ્રેસ પાર્ટીએ સૌથી વધારે બેઠક મેળવી હતી. આ ચૂંટણીમાં બીજેપીને 99 બેઠક મળી હતી. કૉંગ્રેસને 77 બેઠક મળી હતી. એનસીપીને એક બેઠક મળી હતી. બીટીપીને બે બેઠક મળી હતી. અપક્ષના ફાળે ત્રણ બેઠક રહી હતી.
  Published by:Kaushal Pancholi
  First published:

  Tags: Gujarat Assembly Election 2022, Gujarat Elections, Morbi bridge collapse, ગુજરાત, મોરબી

  विज्ञापन
  विज्ञापन