Home /News /rajkot /વ્યાજખોરોએ માર મારી કરી પઠાણી ઉઘરાણી, પિતા પુત્ર અને કાકા વિરુદ્ધ નોંધાઈ પોલીસ ફરીયાદ

વ્યાજખોરોએ માર મારી કરી પઠાણી ઉઘરાણી, પિતા પુત્ર અને કાકા વિરુદ્ધ નોંધાઈ પોલીસ ફરીયાદ

પઠાણી ઉઘરાણી

Rajkot News: રાજકોટ શહેર પોલીસ દ્વારા એક જ દિવસમાં જુદા જુદા પોલીસ સ્ટેશનમાં બે જેટલી વ્યાજખોરો વિરુદ્ધની ફરિયાદ નોંધાવી હોવાનું સામે આવ્યું છે. પ્રદ્યુમન નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં વ્યાજખોરોથી કંટાળી જાય ઓટો બ્રોકરે આપઘાતનો પ્રયાસ કરતા પોલીસ દ્વારા ત્રણ જેટલા વ્યાજખોરો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે.

વધુ જુઓ ...
રાજકોટ: રાજકોટ શહેર પોલીસ દ્વારા એક જ દિવસમાં જુદા જુદા પોલીસ સ્ટેશનમાં બે જેટલી વ્યાજખોરો વિરુદ્ધની ફરિયાદ નોંધાવી હોવાનું સામે આવ્યું છે. પ્રદ્યુમન નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં વ્યાજખોરોથી કંટાળી જાય ઓટો બ્રોકરે આપઘાતનો પ્રયાસ કરતા પોલીસ દ્વારા ત્રણ જેટલા વ્યાજખોરો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. જ્યારે કે, બી ડિવિઝન પોલીસ દ્વારા કૈલાશભાઈ રામોલિયા નામના વ્યક્તિની ફરિયાદના આધારે ત્રણ જેટલા વ્યાજખોરો વિરુદ્ધ મની લેન્ડર્સ એક્ટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.

ફરિયાદીએ 11 લાખ વ્યાજે લીધા હતા


ગત પાંચમી તારીખના રોજ પ્રદ્યુમન નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા રેસકોર્ષ રીંગરોડ પર સમીર તન્ના નામના ઓટોબ્રોકરે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં પોલીસ દ્વારા તેનું નિવેદન નોંધવામાં આવતા તેને જણાવ્યું છે કે, દોઢ વર્ષ પૂર્વે મારી બીમાર દીકરીની સારવાર માટે મેં કટકે કટકે 11 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. જે અંતર્ગત મેં મારી બે ફોરવીલ કાર ગીરવે પણ મૂકી હતી. તેમ છતાં જયદીપસિંહ ચૌહાણ, ઉદયસિંહ ચૌહાણ અને દિગુભા ચૌહાણ રાત્રે મારા ઘરે આવી બળજબરી કરી મને ઢીક્કા પાટુનો માર માર્યો હતો. તેમજ મને ધમકી આપી હતી કે જો સાંજ સુધીમાં તું મૂડી સહિતની રકમ અમને નહીં આપી દે તો અમે તને જાનથી મારી નાખીશું.

આ પણ વાંચો: નિવૃત આર્મીમેને પરિવાર સાથે સાસરીમાં તાઇફો કરીને સોસાયટી ગજવી, પત્નીએ કરી પોલીસ ફરિયાદ

વ્યાજ મામલે કરતા હતા પઠાણી ઉઘરાણી


આ સમગ્ર બનાવ સીસીટીવી કેમેરામાં કેદ પણ થયો છે. ત્યારે સમગ્ર મામલે પ્રદ્યુમન નગર પોલીસ દ્વારા આઈપીસીની કલમ 384, 323, 504, 506 (2), 114 તેમજ મની લેન્ડર્સ એક્ટની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.  ફરિયાદીએ પોલીસને જણાવ્યું છે કે, ‘દોઢ વર્ષ પૂર્વે ઉદયસિંહ ચૌહાણ અને જયદીપસિંહ ચૌહાણ પાસેથી ચાર ચાર લાખ રૂપિયા પાંચ પાંચ ટકાના વ્યાજ પર લીધા હતા. તેમજ એક મહિના પહેલા સાડા ચાર લાખ રૂપિયા 5% ના વ્યાજે મેં મારી બે ફોરવીલ કાર ગીરવે મૂકીને જયદીપસિંહ ચૌહાણ પાસેથી લીધા હતા. તેમજ વધુ રૂપિયાની જરૂર પડતા એક મહિના પહેલા ત્રણ લાખ રૂપિયા રોજના ત્રણ હજાર વ્યાજ પેટે લીધા હતા.’


આ મામલે પોલીસે કાર્યવાહી હાથ ધરી


જ્યારે કે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કૈલાશભાઈ રામોલિયા નામની નિવૃત્ત વ્યક્તિએ આપેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, વર્ષ 2017માં 10 લાખ રૂપિયા બે ટકાના વ્યાજ દર સાથે મેં લીધા હતા. જે વ્યાજે લીધેલ રકમના અવેજ પેટે મેં ત્રણ ચેક પણ આપ્યા હતા. આજ દિવસ સુધી દસ લાખ રૂપિયાનું 7,00,000 વ્યાજ ચૂકવી આપ્યું છે. મુદ્દલ સહિત કુલ 17 લાખ રૂપિયા ચૂકવી આપ્યા હોવા છતાં આરોપીઓ દ્વારા પેનલ્ટી પેટે ₹2,00,000 ની માંગણી કરવામાં આવી રહી હતી. તેમજ આ બાબતની પઠાણી ઉઘરાણી પણ કરતા હતા. ત્યારે મારા દ્વારા આપવામાં આવેલ ચેક દેવજીભાઈ છત્રોલાના ભાઈ મનસુખભાઈ છત્રોલાએ પોતાના નામે 4.90 લાખનો ચેક બેંકમાં વટાવી બાઉન્સ કરાવ્યો છે. આમ સમગ્ર મામલે બી ડિવિઝન પોલીસ દ્વારા દેવજીભાઈ છત્રોલા તેમજ તેના પુત્ર વિમલ છત્રોલા અને દેવજીભાઈ ના ભાઈ મનસુખભાઈ છત્રોલા વિરુદ્ધ ગુનો નોંધી ઝડપી પાડ્યા છે.
Published by:Vimal Prajapati
First published:

Tags: Rajkot city, Rajkot News, Rajkot police