Home /News /rajkot /Rajkot: આ ભાઇએ છેલ્લા એક મહિનાથી ખેસ પહેર્યો છે, પાર્ટી જીતશે પછી જ ઉતારશે!

Rajkot: આ ભાઇએ છેલ્લા એક મહિનાથી ખેસ પહેર્યો છે, પાર્ટી જીતશે પછી જ ઉતારશે!

X
ભાજપ

ભાજપ જીતશે ત્યારે જ આ ભાઇ ખેસ ઉતારશે

રાજકોટમાં વોર્ડ નંબર 4માં રહેતા અને ભાજપના કાર્યકર્તા તરીકે કામ કરતા અજય લોખિલએ અનોખો સંકલ્પ કર્યો છે. તેઓએ છેલ્લા 1 મહિનાથી કેસરિયો ખેસ ધારણ કર્યો છે.

    Mustufa Lakdawala,Rajkot : ગુજરાતમાં પ્રથમ અને બીજા તબક્કાની ચૂંટણી પૂરી થઈ ગઈ છે અને તેના પરિણામો 8 ડિસેમ્બરે જાહેર થશે. ત્યારે બધા રાજકીય પક્ષો કાલની સવારની રાહ જોઈ રહ્યાં છે કે પરિણામ કોના તરફી આવશે. શું ગુજરાતમાં કેસરીયો છવાશે કે પછી કોંગ્રેસનો હાથ ભારે પડશે. પણ એ તો ચૂંટણીનો પરિણામ જ બધુ કહેશે. પણ આ બધા વચ્ચે રાજકોટમાં એક ભાજપના કાર્યકરનો અનોખો સંકલ્પ સામે આવ્યો છે. જેની ચર્ચા ચારે તરફ કરવામાં આવી રહી છે.


    રાજકોટમાં વોર્ડ નંબર 4માં રહેતા અને ભાજપના કાર્યકર્તા તરીકે કામ કરતા અજય લોખિલએ અનોખો સંકલ્પ કર્યો છે. તેઓએ છેલ્લા 1 મહિનાથી કેસરિયો ખેસ ધારણ કર્યો છે. તેમનો સંકલ્પ છે કે રાષ્ટ્રવાદી વિચારધારા કોઈ પણ વ્યક્તિ ડબલકામ કરે.કારણ કે જો ગળામાં કેસરિયો હોય તો કામ કરવાની ડબલ મજા આવે અને કામ કરવાનો ઉત્સાહ પણ વધે છે.



    અખિલભાઈ લોખિલે જણાવ્યું કે હું દરેક વોર્ડમાં જઈ જઈને હું કામ કરૂ છુ અને લોકોને સમજાવુ છું.આ કેસરિયો ધારણ કરેલો હોય એટલે કામ કરવાનો ઉત્સાહ આપો આપ વધી જાય છે.27 વર્ષથી ગુજરાતમાં ભાજપનું શાસન છે. જો આપણા મોદી સાહેબ આટલુ કામ કરતા હોય આપણા માટે તો આપણે આટલું તો કરીજ શકીએ.



    ભારતીય હોવોનો ગર્વ છે. મોદી સાહેબના હાથને મજબૂત કરવા માટે મે આ કેસરિયો ધારણ કર્યો.ભાજપ જીતશે તો ગુજરાતનીસરકાર થશે અને ગુજરાતની સરકાર થશે તો દેશની સરકાર થશે.જ્યારે આચારસહિતા લાગી તો મે ગળા બદલે કેસરિયો ખેસ મેકમરે બાંધી લીધો.મે મારા શરીરથી અડગો કર્યો નથી.બસ આ કેસરિયો ધારણ કરવાનો મારો આ સંકલ્પ છે.
    First published:

    Tags: Local 18, ભાજપ, મોદી, રાજકોટ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन