Home /News /rajkot /

Rajkot: રાજકોટના યુવાને બનાવ્યું મારબલ કટિંગનું અત્યાધુનિક મશિન, જાણો શું છે વિશેષતા

Rajkot: રાજકોટના યુવાને બનાવ્યું મારબલ કટિંગનું અત્યાધુનિક મશિન, જાણો શું છે વિશેષતા

જૂના

જૂના મશીનમાં જ ટેકનોલોજીનો ઉપયોગ કરી મશીન બનાવ્યું

રાજકોટનાં યુવા ઇજનેર (Engineer of Rajkot) વિરાજ સુદાણી (Viraj Sudani) એ આધુનિક ટેકનોલોજી (Modern technology) થકી એક મશીન બનાવ્યું છે, જેમાં મારબલ (Marble Cutting) કાપવા માટે કોઈ માણસની જરૂર પડતી નથી.

  Mustufa Lakdawala, Rajkot: ટેકનોલોજીની(Technology) દિશામાં ભારત દેશ (India) આગળ વધી રહ્યો છે. દરરોજ નવા-નવા આયામો શરૂ થઈ રહ્યા છે. જેના કારણે દેશમાં યુવાનો એક ઉત્તમ તક ઊભી કરી રહ્યા છે. બીજા કરતા કઈક અલગ કરવાનો વિચાર ધરાવતા અને દેશના વિકાસ(Development of the country) માટે સતત મંથન કરતા યુવાનોમાં આજે નામ સામેલ થયું છે રાજકોટનાં યુવા ઇજનેર(Engineer of Rajkot) વિરાજ સુદાણી (Viraj Sudani) એ આધુનિક ટેકનોલોજી (Modern technology) થકી એક મશીન બનાવ્યું છે, જેમાં મારબલ(Marble Cutting) કાપવા માટે કોઈ માણસની જરૂર પડતી નથી. મશીન થકી જેટલા સાઈઝનો જોઈએ તેટલા સાઈઝનો મારબલ ઓટોમેટિક (Automatic Machine) કપાઇ જાય છે. ઝીણામાં ઝીણા સાઈઝનો પણ મારબલ મશીન થકી કાપી શકાય છે.


  કોઈપણ મકાન કે બિલ્ડીંગના બાંધકામમાં મારબલનો ઉપયોગ કરવામાં આવે છે. માટે કારખાનામાં મારબલની સાઈઝ આપવામાં આવે તે મુજબ મારબલ કાપી આપવામાં આવે છે. પરંતુ કામ માટે ખાસ માણસ નીમવામાં આવે છે અને જે કોઈ નિશાન થકી મારબલ કાપી આપે છે. પરંતુ કામમાં 100 ટકા ચોક્કસાઇ રહેતી નથી. પરંતુ વિરાજે બનાવેલા મશીનમાં હવે માપ-સાઈઝના નિષ્ણાંત કારીગરની પણ જરૂર રહેતી નથી અને સામાન્ય હેલ્પર પણ મારબલ માપ-સાઈઝ પ્રમાણે કટિંગ કરી શકે છે.


  2017થી મશીન બનાવવાનું શરૂ કર્યું


  વિરાજ સુદાણીએ જણાવ્યું હતું કે, હાલ દુનિયા આધુનિક યુગ તરફ આગળ વધી રહી છે, ત્યારે માર્બલ કટિંગમાં આપણે કેમ પાછળ રહી શકીએ તેવા વિચારથી મેં એક ઓટોમેટિક મશીન બનાવ્યું છે. માર્બલની માપ-સાઇઝ પહેલા કારીગર દ્વારા નક્કી કરવામાં આવતી હતી. પરંતુ હવે મશીન ઓટોમેટિક માપ-સાઇઝ નક્કી કરી લેશે અને કારીગરો પર નિર્ભર રહી શકાશે નહીં. તેમજ માપ-સાઇઝની ચોક્કસાઇ પણ પરફેક્ટ આવશે. પ્રોડક્શનનો સમય પહેલા વધતો તે મશીન સોલ્વ કરી દેશે. 2017થી હું મશીન બનાવવા પર કામે લાગ્યો હતોય પહેલો વર્કિંગ ડેમો બનાવવા માટે બે વર્ષનો સમય લાગ્યો હતો. કારણ કે, મિકેનિક અને ઇલેક્ટ્રિક બન્નેનો સમાવેશ થયો છે. હું એક મિકેનિક એન્જિનિયર છું. મેં કોલેજના ત્રીજા વર્ષથી મશીન બનાવવાનું કામ શરૂ કર્યું હતું. ત્યાં SSIPની યોજના હેઠળ મશીન બનાવ્યું છે.


  સમયનો બચાવ થયો અને પ્રોડક્શન વધ્યું


  વિરાજ સુદાણીએ વધુમાં જણાવ્યું હતું કે, સામાન્ય કારીગર પણ મશીનનો ઉપયોગ કરીને પ્રોડક્શન વધારી શકે છે. અમારૂ મશીન તેની ટેકનોલોજીથી અને તેમા રહેલી વિશેષતાથી 99 હજારની કિંમતથી સ્ટાર્ટ થાય છે. બે લાખ સુધીના પ્રોડક્શનવાળું મશીન અમારૂ મશીન ઉપલબ્ધ છે. અત્યારસુધી ફિક્સ કાગીગરો દ્વારા માર્બલ મશીન પર કટિંગ કરી શકતા પણ અમારા મશીનથી સામાન્ય હેલ્પર પણ સ્કીલ્ડ વર્કરની જેમ કામ કરી શકે છે. જેમાં કોઈ તાલીમ લેવાની જરૂર રહેતી નથી. માર્બલ કટિંગના જૂના મશીનમાં માર્બલની માપ-સાઈઝ કરવામાં 10 મિનીટનો સમય લાગતો તે હવે મશીનથી 30 સેકન્ડમાં સેટ થઈ જાય છે. આથી પ્રોડક્શન માલિક છે તે તેના સમય પર પ્રોડક્શન કમ્પલિટ કરી શકે છે. જેનાથી અમને ઓર્ડર પર ડે વધી શકે છે. મિકેનિકલ અને ઇલેક્ટ્રિક બન્ને ટેકનોલોજીને ભેગા કરી મશીન બનાવ્યું છે.


  જૂના મશીનમાં ટેકનોલોજીનો ઉપયોગ કરી મશીન બનાવ્યું


  વિરાજ સુદાણીએ વધુમાં જણાવ્યું હતું કે, અમે નવા મશીનને બદલે જૂના મશીનને કેમ આધુનિક બનાવી શકાય તેના પર અમે ધ્યાન આપ્યું. એટલી પણ અઘરી ટેકનોલોજી હોવી જોઇએ કે સામાન્ય માણસ વાપરી શકે એટલે અમારા બે વર્ષની મહેનત કરી આધુનિકતા હોય પણ સાથોસાથ સામાન્ય યુઝર મશીનનો ઉપયોગ કરી પ્રોડક્શન વધારી શકે તેના પર ધ્યાન આપ્યું. અમારૂ પહેલું મશીન 2020માં ફેબ્રુઆરીમાં ઇન્સ્ટોલ કર્યું હતું. ત્યારબાદ અત્યાર સુધીમાં 9 મશીન ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે. જેમાં 8 રાજકોટમાં અને એક નવસારીમાં કાર્યરત છે. હવે અમે બહારના રાજ્યોમાં પણ એક્સપોર્ટ કરવાનું ચાલુ કર્યું છે.


  પહેલા કારીગરને 800થી 1000 રૂપિયાની મજૂરી આપતા


  મશીનનો ઉપયોગ કરનાર ભગીરથ સ્ટોનના માલિક વ્રજલાલભાઈ ભાલોડીયાએ જણાવ્યું હતું કે, મશીન ટેકનોલોજીને વેગ આપી રહ્યું છે. એમએમમાં કટિંગ કરવું હોય તો સેટ કરી દ્યો તો તેમાં એક્યુરેસી પરફેક્ટ આવે છે. પહેલા કારીગરો લાગલોગ કરતા પણ તેમાં એક્યુરેસી એટલી નહોતી આવતી. પણ આમાં અભણ કારીગર પણ સેટ કરી શકે છે. બે વર્ષથી મારે મશીન છે. ફાયદામાં સમયની બહુ બચત થઈ છે. 800થી 1000 રૂપિયા મજૂરી આપતા તેમાં કારીગરને અડધી કલાક સેટ કરતા વાર લાગતી પણ આમાં બે મિનિટ પણ થતી નથી. સેટ થઈ જાય અને કટિંગ થઈ જાય છે. ટેકનોલોજી અમે સીએનસી મશીનમાં વિકસાવીએ તો ખર્ચ વધી જાય તેમ છે. વિદ્યાર્થીઓ સાઇડમાં આવું નવું નવું કરતા રહે તો અમે તેને સહકાર પુરો આપવા તૈયાર છીએ.

  Published by:Kaushal Pancholi
  First published:

  Tags: Inspirational, ગુજરાત, રાજકોટ

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन