Mustufa Lakdawala,Rajkot : ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજાએ 6 વર્ષના બાળકની સારવારનો તમામ ખર્ચ ઉઠાવીને બાળકને નવુ જીવન આપ્યું છે. તમને જણાવી દયે કે બાળકના પેટમાં એપેન્ટિક્સની ગાંઠનો બ્લાસ્ટ થયો હતો.જેથી તેને તાત્કાલિક હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યો હતો. અને સારવારનો તમામ ખર્ચ ગોંડલના ધારાસભ્યએ ઉઠાવ્યો હતો.
ગોંડલના આશાપુરા સોસાયટીના નદીકાંઠાના વિસ્તારમાં રહેતા રાજેશભાઈ રમેશભાઈ ડાભી લારી ચલાવી પોતાનું ગુજરાનચલાવે છે.તેના 6 વર્ષનું બાળક બીમાર પડતા નાની મોટી સારવાર કરાવી હતી.જે ઘરમાં બચતની રકમ હતી.તે પણ પૂર્ણ થઈ ગઈહતી અને બાળકનું સચોટ નિદાન પણ થતું ન હતું.ત્યારે અચાનક બાળકની એક દિવસ વધારે તબિયત બગડી ગઈ હતી.
ત્યારે આવી પરિસ્થિતિમાં રાજેશભાઈ દ્વારા યુવા નેતા ગણેશસિંહ જયરાજસિંહ જાડેજા અને નગરપાલિકાના દંડક રાજેન્દ્રસિંહ જાડેજાનો સંપર્ક કર્યો હતો. અને બાળકને ગોંડલની રામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન ડો. શાહ દ્વારાતમામ રિપોર્ટ સોનોગ્રાફી કરી નિદાન થતા ખ્યાલ આવ્યો કે આ બાળકને એપેન્ડિક્સની ગાંઠનો પેટમાં બ્લાસ્ટ થયો હતો.
જેથી ડોક્ટરે જણાવ્યું હતું કે તેનું ઓપરેશન કરવું પડશે.એ પણ 4થી 5 કલાકની અંદર ઓપરેશન કરવું પડશે.જેથી નગરપાલિકાના દંડક રાજેન્દ્રસિંહ જાડેજાએ તાત્કાલિક એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરી આપી હતી.જેથી તેને રાજકોટ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પણ શ્રમિક પરિવાર પાસે સરકારનું આયુષ્યમાન કાર્ડ ન હોવાથી રાજકોટની સરકારી હોસ્પિટલમાં આ ઓપરેશન તાત્કાલિક શક્ય પણ હતું નથી.
ત્યારે આવી પરિસ્થિતિમાં રાજેન્દ્રસિંહ જાડેજાએ ગોંડલના ધારાસભ્ય ગીતાબા જયરાજસિંહ જાડેજાનો સંપર્ક કર્યો હતો અને હકિકત જણાવી હતી. જેથી તેને તાત્કાલિક તેને ખાનગી હોસ્પિટલનો તમામ ખર્ચ ઉઠાવવાની તૈયારી દેખાડી હતી અને ખાનગી હોસ્પિટલના ડોક્ટરને ઓપરેશન કરવા માટેની ભલામણ કરી હતી.
જેથી 6 વર્ષના બાળકનું તાત્કાલિક સફળતાપૂર્વક ઓપરેશન થયું હતું.જેથી બાળકના માતા પિતા અને પરિવારમાં ખુશીની લાગણી પ્રસરી હતી.આ બાળકને હોસ્પિટલમાંથી રજા આપતા આપતા જ ધારાસભ્ય ગીતાબા જયરાજસિંહ જાડેજા અને દંડક રાજેન્દ્રસિંહ જાડેજા અને તેમની સમગ્ર ટીમ આ પરિવારની રૂબરૂ મુલાકાત કરી બાળકના ખબર અંતર પૂછ્યા હતા.
તમને જણાવી ગયે કે ધારાસભ્ય ગીતાબા જાડેજા અનેક સેવાકીય પ્રવૃત્તિમાં હંમેશા અગ્રસર હોય છે આ પ્રસંગે પણ ગોંડલની પ્રજાને સાચા અર્થમાં ગીતાબાએ માતૃત્વના દર્શન કરાવ્યા હતા. આ સત્કાર્યમાં રાજકોટ યુવા અગ્રણી કનકસિંહ જાડેજા અને નગરપાલિકા એમ્બ્યુલન્સના ડ્રાઇવર ગૌરવભાઈ દુધરેજીયા અને રાજેશભાઈ લુણાગરીયા એ પણ ખૂબ જ જહેમત ઉઠાવી હતી.