Home /News /rajkot /

ગોંડલનો આનંદ મેળો બન્યો મોતનો મેળો! વીજ કરંટ લાગતા બે વ્યક્તિનાં મોત; રાઇડમાંથી વ્યક્તિ નીચે પટકાયો

ગોંડલનો આનંદ મેળો બન્યો મોતનો મેળો! વીજ કરંટ લાગતા બે વ્યક્તિનાં મોત; રાઇડમાંથી વ્યક્તિ નીચે પટકાયો

ગોંડલ લોક મેળો

Gondal Lok Melo:  રાત્રિના સમયે વધુ એક દુર્ઘટના ઘટી હતી. આ ઘટનામાં રાઈડમાં આશરે 30 ફૂટ કરતા પણ વધુ ઊંચાઈથી એક વ્યક્તિ પટકાયો હતો. આ વ્યક્તિને ગંભીર ઇજા પહોંચી હતી.

    હાર્દિક જોશી, રાજકોટ: ગોંડલમાં ચાલી રહેલા લોક મેળા (Gondal Lok Melo)માં ગુરુવારનો દિવસ ગોજારો સાબિત થયો હતો. એક જ દિવસમાં બે દુર્ઘટના ઘટી હતી, જેમાં બે વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે, જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો છે. મળતી માહિતી પ્રમાણે ગોંડલ સંગ્રામજી હાઈસ્કૂલ ખાતે ગોંડલ નગરપાલિકા (Gondal Nagar Palika) સંચાલિત લોક મેળામાં ગુરુવારે બપોર બાદ નગરપાલિકાના કર્મચારીને વીજ કરંટ (Electric shock) લાગ્યો હતો, તેને જોતા ત્યાં હાજર નગરપાલિકાના જ ફાયરકર્મીએ તેને બચાવવા જાતા તેને પણ વીજ શોક લાગ્યો હતો. રાત્રિના સમયે વધુ એક દુર્ઘટના ઘટી હતી. આ ઘટનામાં રાઈડમાં આશરે 30 ફૂટ કરતા પણ વધુ ઊંચાઈથી એક વ્યક્તિ પટકાયો હતો. આ વ્યક્તિને ગંભીર ઇજા પહોંચી હતી.

    વીજ શોક લાગ્યા બાદ બંને વ્યક્તિઓને ગંભીર ઈજા પહોંચી હતી, જેથી તેમને તાત્કાલિક ગોંડલ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. બંનેને વધુ સારવારની જરૂર જણાતા બંનેને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં હાજર ડોક્ટરે બંનેને મૃત જાહેર કર્યાં હતા.

    રાત્રિના સમયે વધુ એક દુર્ઘટના ઘટી હતી. આ ઘટનામાં રાઈડમાં આશરે 30 ફૂટ કરતા પણ વધુ ઊંચાઈથી એક વ્યક્તિ પટકાયો હતો. આ વ્યક્તિને ગંભીર ઇજા પહોંચી હતી. ઘાયલ વ્યક્તિનું નામ લાલજીભાઈ મકવાણા હોવાનું સામે આવ્યું છે. ઘાયલ વ્યક્તિ ગોંડલ તાલુકાના વાછરા ગામેથી મેળો કરવા માટે ગોંડલ આવ્યો હતો, જ્યાં તેઓ યાંત્રિક રાઈડમા બેઠા હતા.

    આ પણ વાંચો: અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર ગમખ્વાર અકસ્માત, બાળકી સહિત ચારનાં મોત 

    રાઈડ ખૂબ ઝડપથી ચાલી રહી હતી એ સમયે જ આશરે 30 ફૂટ જેટલી ઊંચાઇથી વ્યક્તિ નીચે પટકાયો હતો. નીચે પટકાવાને કારણે વ્યક્તિના માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેથી તાત્કાલિક ધોરણે મેળામાં એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી. અકસ્માતનો બનાવ બનતા લોક મેળામાં આનંદની જગ્યાએ એમ્બ્યુલન્સના સાયરન ગુંજ્યા હતા.

    લોક મેળામાં આનંદ કરવા આવેલા લોકો એમ્બ્યુલન્સના સાયરન સાંભળી ચિંતામાં મૂકાય હતા. જોકે, અહીંયા લોકોએ સ્વયં શિસ્ત બતાવી એમ્બ્યુલન્સને તાત્કાલિક રસ્તો કરી આપ્યો હતો. ઘાયલ વ્યક્તિને તાત્કાલિક ગોંડલ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. અહીં હાજર ડોક્ટરોએ તેને વધુ સારવાર માટે રાજકોટ લઈ જવાની સલાહ આપી હતી.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: ગુનો, ગોંડલ, પોલીસ, રાજકોટ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन