શાપર વેરાવળ પોલીસ દ્વારા બનાવ બાબતની નોંધ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
Rajkot Crime News: રાજકોટના ગ્રામ્ય વિસ્તાર એવા શાપર વેરાવળમાં રહેતી એક 17 વર્ષીય સગીરાને ગુપ્તાંગના ભાગે લોહી નીકળતા તેને સારવાર અર્થે રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.
રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલમાં એક ચોંકાવનારો અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે. સાપર કારખાનામાં કામ કરનારી સગીરાને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરતા તેણીને બે માસનો ગર્ભ હોવાનું સામે આવ્યું છે. ત્યારે સમગ્ર મામલે સિવિલ હોસ્પિટલ ચોકી દ્વારા બનાવ બાબતની નોંધ શાપર-વેરાવળ પોલીસને કરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટના ગ્રામ્ય વિસ્તાર એવા શાપર વેરાવળમાં રહેતી એક 17 વર્ષીય સગીરાને ગુપ્તાંગના ભાગે લોહી નીકળતા તેને સારવાર અર્થે રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ત્યારે તબીબી પરીક્ષણ દરમિયાન તેણીને બે માસનો ગર્ભ હોવાનું ખુલવા પામ્યું હતું. તેમજ તેણી પરિણીત પણ હોવાનું ખુલ્યું છે. ત્યારે સમગ્ર મામલે ફરજ પર હાજર રહેલા તબીબો દ્વારા સિવિલ હોસ્પિટલ ચોકીને જાણ કરવામાં આવી હતી. દરમિયાન પરપ્રાંતિય પરિણીતાની ઉંમર પુખ્ત વયની ન હોવાથી તબીબ દ્વારા રિટ્રોગેટ એમએલસી દાખલ કરાવવામાં આવી છે. ત્યારે સમગ્ર મામલે સિવિલ હોસ્પિટલ ચોકી દ્વારા બનાવો બાબતની નોંધ શાપર વેરાવળ પોલીસને કરવામાં આવી છે. ત્યારે શાપર વેરાવળ પોલીસ દ્વારા બનાવ બાબતની નોંધ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
તેમજ વધુ તપાસ પણ હાથ ધરવામાં આવશે. જે અંતર્ગત સગીરાના લગ્ન ક્યારે અને કોની સાથે કેટલા સમય પૂર્વે થયા હતા. તેમજ શાપર-વેરાવળ ખાતે પરિણીતા કોની સાથે રહેતી હતી. તે કેટલા સમયથી રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં રહે છે. તેમજ મૂળ તે ક્યાની વતની છે તેના માતા-પિતા કોણ છે? તે સહિતની બાબતો અંગે રાજકોટની ગ્રામ્ય પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે ગુજરાત રાજ્યમાં 1964 થી બાળ લગ્ન પ્રતિબંધક ધારાની અમલવારી કરવામાં આવી રહી છે. બાળ લગ્ન પ્રતિબંધક ધારાની જોગવાઈ મુજબ લગ્ન થનાર યુવતીની ઉંમર 18 વર્ષથી ઓછી ન હોવી જોઈએ. તેમજ યુવકની ઉંમર 21 વર્ષથી ઓછી ન હોવી જોઈએ. જો આ ધારાની અમલવારી કરવામાં ન આવે તો યુવક-યુવતીના માતા-પિતા લગ્ન કરાવનાર બ્રાહ્મણ સહિતના વ્યક્તિઓ આરોપી બને છે.