Home /News /rajkot /રાજકોટ: પિતાએ મોબાઇલ ન અપાવ્યો તો 10 વર્ષની બાળા ઘરેથી ભાગી ગઇ, રાતે જ થયું દુષ્કર્મ
રાજકોટ: પિતાએ મોબાઇલ ન અપાવ્યો તો 10 વર્ષની બાળા ઘરેથી ભાગી ગઇ, રાતે જ થયું દુષ્કર્મ
છોકરી રાતના અગ્યાર વાગ્યાની આસપાસ તેના પિતાનો મોબાઇલ અને ટુ વ્હિલર લઇને જતી રહી હતી(પ્રતિકાત્મક તસવીર)
દીકરીની પાછળ પાછળ એક શખ્સ આવી પોતે રૂમની વ્યવસ્થા કરી આપશેની તેવી વાત કરી હતી. જેથી દીકરી તે વ્યક્તિની વાતમાં આવી ગઇ હતી. જે બાદ તે નરાધમ તેને તિલક હોટલમાં લઇ ગયો હતો.
રાજકોટ: શહેરમાં એક આઘાતજનક કિસ્સો સામે આવ્યો છે. શહેરની ધોરણ પાંચની માસુમ દીકરી પર હોટલ તિલકનાં કર્મચારીએ દુષ્કર્મ કર્યાનું સામે આવ્યું છે. હોટલ તિલકના કર્મચારી ગૌતમ ચુડાસમાએ છોકરીની મજબૂરીનો લાભ લઇને તેના પર દુષ્કર્મ આચર્યું છે. આ નરાધમ ગૌતમ સામે દુષ્કર્મ અને પોક્સોનો ગુનો નોંધી ધરપકડ કરી લીધી છે.
મોબાઇલ અને કૂતરું લાવવાની જીદ પડી ભારે
આ અંગે મળતી માહિતી પ્રમાણે, રાજકોટનાં નિર્મલા રોડ વિસ્તારમાંથી ત્રણ દિવસ પહેલા એક 10 વર્ષની બાળા રાતે પોતાના ઘરેથી અચાનક ગુમ થઇ ગઇ હતી. બીજા દિવસે સવારે જ્યારે તે મળી ત્યારે તે દુષ્કર્મનો શિકાર થઇ હોવાનું જાણવા મળ્યું હતું. જે બાદ પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઇ હોય તેવી સ્થિતિ થઇ ગઇ હતી. જોકે, આ દીકરીએ જણાવ્યા બાદ સ્થાનિક પોલીસે અપહરણનો ગુનાની ફરિયાદમાં પોક્સો સહિતની કલમ ઉમેરીને નરાધમ ગૌતમ ને ઝડપી પાડી ધરપકડ કરી લીધી છે. નોંધનીય છે કે, આ 10 વર્ષની છોકરીએ મોબાઇલ અને કૂતરું લાવવાની જીદ કરી હતી. જેની જીદ માતાપિતા ન માનતા તે ઘરેથી કહ્યા વગર જતી રહી હતી.
રાતે ઘરેથી ભાગી ગઇ
આ છોકરી રાતના અગ્યાર વાગ્યાની આસપાસ તેના પિતાનો મોબાઇલ અને ટુ વ્હિલર લઇને જતી રહી હતી. જોકે, પરિવારને આ અંગેની જાણ થતા બધા ચિંતામાં આવી ગયા હતા. આ દીકરીના પિતા સારા વેપારી છે. રાતે જ પરિવારે તેની શોધખોળ કરી પરંતુ તેના કોઇ ખબર ન મળતા મોડી રાતે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. હીજા દિવસે સવારે દીકરી તેના માસીનાં ઘરેથી મળી આવી હતી. જેથી પરિવારે તેને પૂછ્યું કે આખી રાત ક્યાં હતી તો તેણે પોતાની આખી વ્યથા સંભળાવતા પરિવારનાં હોંશકોશ ઉડી ગયા હતા.
દીકરીએ જણાવ્યુ હતુ કે, તે ઘરેથી નીકળીને કોટેચા ચોક પાસેની કે.કે. હોટલમાં પહોંચી હતી. જ્યાં તેને રૂમ આપવાની ના પાડી દીધી હતી. જેથી તે હોટેલની બહાર નીકળી હતી. આ સમયે તેની પાછળ પાછળ એક શખ્સ આવી પોતે રૂમની વ્યવસ્થા કરી આપશેની તેવી વાત કરી હતી. જેથી દીકરી તે વ્યક્તિની વાતમાં આવી ગઇ હતી. જે બાદ તે નરાધમ તેને તિલક હોટલમાં લઇ ગયો હતો. જ્યાં તેને દીકરીનો ફાયદો ઉઠાવી બળજબરીથી દુષ્કર્મ આચર્યા હતુ.
આ આખી વાત સામે આવતા પરિવારે પોલીસનો સંપર્ક કરીને વાત જણાવી હતી. આ વાત સાંભળીને પોલીસે કોટેચા ચોક પાસેની તિલક હોટલે પહોંચી સીસીટીવી ચેક કર્યા હતા. હોટલનાં સીસીટીવી ફૂટેજમાં બાળા સાથે હોટેલનો જ કર્મચારી હોવાનું જોવા મળ્યું હતું. જેથી તપાસ બાદ જાણવા મળ્યું કે, આ વ્યક્તિ મૂળ જામજોધપુર પંથકનો છે. જે કે.કે. હોટેલના સ્ટાફ ક્વાર્ટરમા રહે છે. જે બાદ કર્મચારી ગૌતમ જગદીશ ચુડાસમાન પોલીસે પકડી પાડ્યો હતો. તેની પૂછપરછમાં તેને દુષ્કર્મ આચર્યાની કબૂલાત કરી લીધી હતી. જે બાદ પોલીસે પોક્સોની કલમનો ઉમેરો કરી ધરપકડ કરી છે.