Home /News /rajkot /Viral Video: રાજકોટમાં મધરાતે લાખેણી કારના માધ્યમથી સ્ટંટબાજી, પોલીસે તપાસ શરૂ કરી 

Viral Video: રાજકોટમાં મધરાતે લાખેણી કારના માધ્યમથી સ્ટંટબાજી, પોલીસે તપાસ શરૂ કરી 

વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

Viral Video: રાજકોટ શહેરમાં ટુ વ્હીલર બાદ હવે ફોર વ્હીલર દ્વારા સ્ટંટ કરવામાં આવતી હોવાની ઘટના સામે આવી છે. ત્યારે સમગ્ર મામલાના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. જે વાયરલ વીડિયોને પગલે હવે રાજકોટ શહેર પોલીસ દ્વારા પણ તપાસ શરૂ કરવામાં આવી છે.

વધુ જુઓ ...
રાજકોટ: રાજકોટ શહેરમાં ટુ વ્હીલર બાદ હવે ફોર વ્હીલર દ્વારા સ્ટંટ કરવામાં આવતી હોવાની ઘટના સામે આવી છે. ત્યારે સમગ્ર મામલાના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. જે વાયરલ વીડિયોને પગલે હવે રાજકોટ શહેર પોલીસ દ્વારા પણ તપાસ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. મધરાત્રે આ લોકો જીવના જોખમે આવી સ્ટંટબાજી કરતા હોય છે.

કારને ડ્રિફ્ટ કરાવ્યા બાદ ટર્ન લઈને સ્ટંટબાજી


પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ શહેરના કાલાવડ રોડ પર કોટેચા સર્કલ પાસે ફુલ સ્પીડે કાર હંકારી કારને ડ્રિફ્ટ કરાવવામાં આવી હોવાનું વીડિયોમાં કેદ થવા પામ્યું છે. કારને ડ્રિફ્ટ કરાવ્યા બાદ ટર્ન લઈને મહિલા કોલેજ પાસે ફરી પાછો એ જ પ્રકારનો સ્ટંટ કરાવવામાં આવ્યો હોવાનું વીડિયોમાં કેદ થયો છે. તો ત્યારબાદ એલઆઇસી કચેરીથી સરદાર નગર મેઈન રોડ તરફ જતાં રસ્તે કાર ચાલક દ્વારા દરવાજા ખુલ્લા રાખવામાં આવ્યા હોવાનું પણ વીડિયોમાં કેદ થયું છે.

આ પણ વાંચો: રાજકોટ જિલ્લા સહકારી બેન્કના પટ્ટાવાળાનું લૂંટના ઇરાદે અપહરણ, માંગ્યા 20 લાખ રૂપિયા

પોલીસની નાઈટ પેટ્રોલિંગની કામગીરી પર સવાલો


આમ નબીરાઓ દ્વારા મોડી રાત્રે ફોર વ્હીલર કાર દ્વારા સ્ટંટ કરવામાં આવતા હોવાના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. જે વીડિયોને લઈને પોલીસની નાઈટ પેટ્રોલિંગની કામગીરી ઉપર પણ સવાલો ઉઠી રહ્યા છે. ત્યારે રાત્રિના અઢી વાગ્યા અરસામાં નબીરા દ્વારા કરવામાં આવેલા સ્ટંટ મામલે પોલીસ દ્વારા નક્કર કરી વાહી કરવામાં આવે છે કે કેમ તે જોવું અતિ મહત્વનું બની રહેશે.


વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ


ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં પશ્ચિમ કચ્છ ભુજના માંડવી બીચ ખાતે ત્રણ જેટલા નબીરાઓ દ્વારા થાર કારના માધ્યમથી સ્ટંટ કરવામાં આવ્યા હતા. જે વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પશ્ચિમ કચ્છ ભુજ પોલીસ દ્વારા ત્રણ આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી બે જેટલી થાર કાર કબજે કરવામાં આવી હતી. તેમજ ત્રણેય આરોપીઓને પોલીસ દ્વારા ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસ તપાસમાં ત્રણેય આરોપીઓ ની ઉંમર 19 વર્ષથી લઇ 22 વર્ષ સુધીની જ હોવાનું સામે આવ્યું હતું.
Published by:Vimal Prajapati
First published:

Tags: Latest News Rajkot, Rajkot News, Rajkot police